વડાપ્રધાનશ્રીને આવકારવા જનમેદની ઉમટી, જુઓ તસવીરો
ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે અમદાવાદમાં (Ahmedabad) વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યાં બાદ તેઓ બનાસકાંઠા (Banaskantha) ગયા હતા. અહીં વડાપ્રધાનશ્રીને આવકારવા હૈયેહૈયું દળાય તેટલી જનમેદની પહોંચી હતી. હાતાવાડાથી અંબાજી (Ambaji) સુધી વડાપ્રધાનશ્રીનો રોડ શો ચાલ્યો હતો, આ વિસ્તારની આજુબાજુના ગ્રામજનોએ રોડની બંન્ને ઊભા રહી વડાપ્રધાનશ્રીને આવકાર્યાં હતા. à
ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે અમદાવાદમાં (Ahmedabad) વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યાં બાદ તેઓ બનાસકાંઠા (Banaskantha) ગયા હતા. અહીં વડાપ્રધાનશ્રીને આવકારવા હૈયેહૈયું દળાય તેટલી જનમેદની પહોંચી હતી. હાતાવાડાથી અંબાજી (Ambaji) સુધી વડાપ્રધાનશ્રીનો રોડ શો ચાલ્યો હતો, આ વિસ્તારની આજુબાજુના ગ્રામજનોએ રોડની બંન્ને ઊભા રહી વડાપ્રધાનશ્રીને આવકાર્યાં હતા. જુઓ તસવીરો...
વડાપ્રધાનશ્રીના આગમનને પગલે મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો ઉમટ્યા હતા અને વડાપ્રધાનશ્રીની કાર પર પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું.
હાતાવાડાથી અંબાજી સુધી વડાપ્રધાનશ્રીનો રોડ શો ચાલ્યો જ્યાં સ્થાનિક ગ્રામજનો ઉમટ્યા હતા.
વડાપ્રધાનશ્રીની ગાડીનું આગમ થયું ત્યારે લોકોએ મોદી... મોદી... ના નારા લગાવ્યા હતા.
આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં મોદીજીની એક ઝલક નિહાળવા અને અભિવાદન ઝિલવા ઊભા હતા.
હાતાવાડાથી અંબાજી સુધીના માર્ગમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કારમાંથી લોકોનું નતમસ્તક અભિવાદન જીલ્યું હતું.
પોતાના નેતાની એક ઝલક નિહાળવા મોટી સંખ્યામાં લોકો ખુશી-ખુશી ઉભા રહ્યાં હતા.
કોઈ બે હાથ જોડીને વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી રહ્યાં છે, તો અમુક યુવાનો મોબાઈલમાં આ પળને ઉતારવા માટે કેમોરાથી ફોટા પડી રહ્યા હતા.
અંબાજીમાં PMશ્રીને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ દેખાયો, રૂટ પર હજારો લોકોએ તેમનું સ્વાગત કર્યું.
વડાપ્રધાનશ્રી કાફલાના રૂટમાં આવતા ગામોમાં વડાપ્રધાનશ્રીના સ્વાગત માટેના કમાન અને બેનર પણ લગાવાયા હતા.
રૂટ પર ઉપસ્થિત લોકોમાંથી કોઈ મોબાઈલ ફોનમાં વડાપ્રધાનની તસવીર ખેંચવા, તો કોઈ ફુલોની વર્ષા કરવા રાહ જોઈ રહ્યું હતું.
Advertisement