Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કલોલમાં ભાજપ-કોંગ્રેસના કાર્યાલયો પર પથ્થરમારો, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

કોંગ્રેસના બે ધારાસભ્યો વિવાદમાંમતદાન સમયે બૂથ પર ઝપાઝપી કરીપાટણ અને કલોલ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે બબાલમતદાન સમયે પાટણ અને કલોલ કોંગ્રેસના ઉમેદવારોની બૂથ પર બબાલGujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. એકંદરે આ બીજા તબક્કામાં ધીમું મતદાન થઇ રહ્યું છે ત્યારે અમુક મતદાન મથકો પર બબાલન
કલોલમાં ભાજપ કોંગ્રેસના કાર્યાલયો પર પથ્થરમારો  ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
Advertisement
  • કોંગ્રેસના બે ધારાસભ્યો વિવાદમાં
  • મતદાન સમયે બૂથ પર ઝપાઝપી કરી
  • પાટણ અને કલોલ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે બબાલ
  • મતદાન સમયે પાટણ અને કલોલ કોંગ્રેસના ઉમેદવારોની બૂથ પર બબાલ
Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. એકંદરે આ બીજા તબક્કામાં ધીમું મતદાન થઇ રહ્યું છે ત્યારે અમુક મતદાન મથકો પર બબાલના સમાચાર પણ સામે આવી રહ્યા છે. પાટણ અને કલોલના કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન મથક પર બબાલ કરી હોવાની વિગતો તાજેતરમાં સામે આવી રહી છે.
કાર્યાલયો પર પથ્થરમારો 
ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક પર બળદેવજી ઠાકોર સાથે થયેલ સંઘર્ષ બાદ સાંજે માહોલ ઉગ્ર બન્યો છે. ભાજપ કાર્યાલય પર પથ્થર મારા બાદ કોંગ્રેસ કાર્યાલય ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઘટનાના પગલે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કલોલ ઉમેદવારની બબાલ
કોંગ્રેસના બે ધારાસભ્યો વિવાદમાં આવ્યા છે. જેઓ મતદાન સમયે બૂથ પર ઝપાઝપી કરી અપશબ્દો ઉચ્ચારી રહ્યાં હોય તેનો વીડિયો સામે આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસના કલોલ અને પાટણના ઉમેદવારે બબાલ કરી છે. કલોલમાં કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે મતદાન મથક પર સુરક્ષાકર્મીઓ સાથે બબાલ કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા જેનો વીડિયો પણ સામે આવ્યો છે. 
પાટણના ઉમેદવારની બબાલ
તો બીજી તરફ પાટણ કોંગ્રેસના કિરિટ પટેલ પણ અપશબ્દોના ઉચ્ચારણ સાથે પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ સાથે ઝપાઝપી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. પાટણ કિરિટ પટેલે મતદાન મથર પર એજન્ટ રાખવા બાબતે બબાલ કરી હતી. 
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના આજે બીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમા બપોર બાદ મતદાતાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા નીકળ્યા છે. વળી એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે, પ્રથમ તબક્કા કરતા બીજા તબક્કામાં મતદાનની ટકાવારીમાં વધારો થઇ શકે છે. સાંજે 5 વાગ્યા બાદ 14 જિલ્લાની 93 બેઠક પર 833 ઉમેદવારોનું ભાવિ સીલ થઇ જશે. રાજ્યની 182 બેઠકો પર પહેલા અને બીજા તબક્કાના કુલ 1621 ઉમેદવારોનું ભાવિ 8 ડિસેમ્બરના રોજ ખુલશે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ચર્ચા કે કોણ જીતશે ગુજરાત તેની 8 તારીખે સૌ કોઇને જાણ થઇ જશે. આ વચ્ચે તમે શું વિચારો છો કે કોની બનશે સરકાર અને કોણ બેસશે વિપક્ષમાં જણાવો આપનો વિચાર.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં શક્તિશાળી ભૂકંપથી તબાહી

featured-img
video

Gandhinagar : સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓનો વિરોધ યથાવત

featured-img
video

Health Worker Strike : Gandhinagar માં આરોગ્ય કર્મચારીઓનો વિરોધ યથાવત

featured-img
video

Rajkot માં ઉનાળાની શરૂઆતે ટેન્કર રાજ

featured-img
video

Bagasara ની ઘટના બાદ Deesa માં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાના નિશાન

featured-img
video

Ahmedabad ના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત, AMTS પાછળ ઘુસી કાર

Trending News

.

×