Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત કોર્પોરેશનના કમિશનરના બજેટ પર સ્થાયી સમિતિની મેરેથોન ચર્ચા શરૂ , પ્રસ્તાવિત વેરા વધારા પર મુકાઇ શકે છે કાપ

પ્રસ્તાવિત વેરા ઘટાડી જનતાને રિઝવવા થઇ શકે પ્રયાસ મનપાના વર્ષ 2023–24ના 7707 કરોડના બજેટ મુસદ્દા પર ચર્ચા ક૨વા સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સંભવત બે દિવસ સુધી ચર્ચા કરાશે ત્યાર બાદ શાસકો સ્થાયી સમિતિમાં અમુક સુધારા વધારા સાથેના બજેટને મંજુરી આપી સામાન્ય સભામાં મોકલી આપશે, જો કે રાબેતા મુજબ મનપા કમિશનરે સુચવેલા 307 કરોડના વેરા- યુઝર ચાર્જ પર કાતર ફેરવી શાસકો પ્રજાનà
સુરત કોર્પોરેશનના કમિશનરના બજેટ પર સ્થાયી સમિતિની મેરેથોન ચર્ચા શરૂ   પ્રસ્તાવિત વેરા વધારા પર મુકાઇ શકે છે કાપ
પ્રસ્તાવિત વેરા ઘટાડી જનતાને રિઝવવા થઇ શકે પ્રયાસ 
મનપાના વર્ષ 2023–24ના 7707 કરોડના બજેટ મુસદ્દા પર ચર્ચા ક૨વા સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સંભવત બે દિવસ સુધી ચર્ચા કરાશે ત્યાર બાદ શાસકો સ્થાયી સમિતિમાં અમુક સુધારા વધારા સાથેના બજેટને મંજુરી આપી સામાન્ય સભામાં મોકલી આપશે, જો કે રાબેતા મુજબ મનપા કમિશનરે સુચવેલા 307 કરોડના વેરા- યુઝર ચાર્જ પર કાતર ફેરવી શાસકો પ્રજાને રીઝવવા પ્રયત્ન કરે તેવું પણ ચર્ચાઈ રહયું છે.
કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયું છે 
હાલ સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલની અધ્યક્ષતામાં બજેટ પર ચર્ચા શરૂ થઈ છે. અને કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા રજુ કરાયેલા 7707 કરોડના બજેટ ડ્રાફ્ટમાં અમુક સુધારા-વધારા કરવા જોર લગાડવામાં આવી રહ્યુ છે., ખાસ કરીને વિકાસ કામો માટે 3,519ની જોગવાઇ અને રેવન્યુ આવક વધારવા માટે કરાયેલા આયોજનોમાં શાસકો અમુક સુધારા કરે તેવી પ્રબળ શકયતા દર્શાવાઈ છે. 
કમિશનરે 307 કરોડનો વેરા અને યુઝર ચાર્જનો વધારો સુચવ્યો છે 
મનપા કમિશનર શાલીની અગ્રવાલે 307 કરોડના વેરા અને યુઝર ચાર્જનો વધારો સુચવ્યો હતો, તેનો શહેરીજનો અને વિપક્ષ બન્ને દ્વારા આક્રમક વિરોધ કરવા અને આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.જોકે રાજય સરકારે હવે મનપાઓને આત્મનિર્ભર બનવા અને સ્વભંડોળ પર વધુ ભાર મૂકવા માટે તાકીદ કરી છે જેને ધ્યાને રાખી મનપાના શાસકો માટે સુડી વચ્ચે સોપારી જેવો ઘાટ થવાની શકયતાથી લોકો ઉપર મિલકત કર દર વધારો કરવાનો ભાર મુકાયો છે.તેમજ વેરા વધારાના મુદાને વિપક્ષ કેસ કરી લઇ શાસકોને ફિક્સમાં મુકે તેનાથી બચવા વેરા વધારા પર કાપ મૂકવા સિવાય કોઇ રસ્તો નથી જેવી ચર્ચા પણ આ બજેટ બેઠકમાં ચાલી રહી છે.

બે દિવસ સ્થાયી સમિતિ દ્વારા ચર્ચા 
સોમ અને મંગળવાર આમ બે દિવસ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા ડ્રાફ્ટ બજેટ અને રિવાઇઝ બજેટ પર ચર્ચા કરાશે. આ બજેટ પહેલા ભાજપે નગર સેવકોની એક બેઠક કરી તેમના અભિપ્રાય પણ મેળવ્યા હતા. જેથી આગામી દિવસોમાં દોષનો ટોપલો પાલિકા ઉપર ના આવી પડે. આ ઉપરાંત આજે શરૂ થયેલી બેઠકમાં સ્થાયી સમિતિના સભ્યો આ અંગે ચર્ચા કરશે.હાલ યોજાયેલી બજેટ બેઠકમાં સ્થાયી સમિતિ સમક્ષ વિવિધ વિભાગના વડા દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવી રહ્યા છે. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે નવા પ્રોજેક્ટને બદલે ભૂતકાળમાં રજૂ કરેલા પ્રોજેક્ટ તાકીદે પૂરા થાય તેના પર ભાર મૂકવામાં આવશે. 
વધારો યથાવત રહે તો આક્રમક વિરોધની શક્યતા 
કમિશનરે સૂચવેલા વેરા વધારોમાં સમિતિ કોઈ ઘટાડો કરશે કે કેમ તે અંગે લોકોમાં અનેક અટકળ ચાલી રહી છે. જેનું પાલિકાને પણ ધ્યાન છે.જો વેરામાં વેરા વધારો યથાવત રખાશે તો તેનો આક્રમક વિરોધ કરવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.બે દિવસની ચર્ચા બાદ સ્થાયી સમિતિ દ્વારા કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટને મંજૂરી આપીને સ્થાયી સમિતિમાં રજૂ કરવા માટે ભલામણ કરવામાં આવશે..
મહત્વ ની વાત એ છે કે ભૂતકાળમાં સુરત પાલિકાએ વેરો વધાર્યો હતો તેની સામે આક્રમક વિરોધ થતાં પાલિકાએ વેરા ઘટાડવાની ફરજ પડી હતી.જોકે આ વખતે સરકારની સીધી સૂચના હોવાથી સુરત સહિત તમામ મહાનગરપાલિકામાં વેરાનું ભારણ વધ્યું છે તેના કારણે સ્થાયી સમિતિ સૂચવેલા વેરામાં કેટલો ઘટાડો કરે છે તેના પર સૌની નજર રહેલી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.