Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પતિના મૃત્યુ બાદ ત્રણ કલાક પછી પત્નિએ પણ દેહ છોડ્યો, જાણો અમીરગઢની સારસ બેલડીની કહાની

બનાસકાંઠાના અમીરગઢમાં અતૂટ પ્રેમ કહાનીનો કિસ્સો સામે આવ્યો છે. પતિના મૃત્યુંના ત્રણ કલાક બાદ પત્નિએ પણ દેહ ત્યાગી દીધો છે. જેમ સારસ પક્ષી પોતાના સાથીના મૃત્યું બાદ પોતે પણ વિરહમાં દેહ ત્યાગી દે છે તેવી જ રીતે વૃદ્ધ દંપત્તિના આવી રીતે મૃત્યું બાદ સમગ્ર પંથકમાં તેમના આ પ્રેમની તથા આ ઘટનાએ ચર્ચા જગાવી છે.પાંચ પેઢી જોઈઅમીરગઢમાં રહેતા 110 વર્ષના ગાડલીયા પોખડાજી અને 105 વર્ષના તેમના પતà«
પતિના મૃત્યુ બાદ ત્રણ કલાક પછી પત્નિએ પણ દેહ છોડ્યો  જાણો અમીરગઢની સારસ બેલડીની કહાની
બનાસકાંઠાના અમીરગઢમાં અતૂટ પ્રેમ કહાનીનો કિસ્સો સામે આવ્યો છે. પતિના મૃત્યુંના ત્રણ કલાક બાદ પત્નિએ પણ દેહ ત્યાગી દીધો છે. જેમ સારસ પક્ષી પોતાના સાથીના મૃત્યું બાદ પોતે પણ વિરહમાં દેહ ત્યાગી દે છે તેવી જ રીતે વૃદ્ધ દંપત્તિના આવી રીતે મૃત્યું બાદ સમગ્ર પંથકમાં તેમના આ પ્રેમની તથા આ ઘટનાએ ચર્ચા જગાવી છે.
પાંચ પેઢી જોઈ
અમીરગઢમાં રહેતા 110 વર્ષના ગાડલીયા પોખડાજી અને 105 વર્ષના તેમના પત્નિ ગાડલીયા કંકુબેન અમીરગઢમાં રહેતા હતા. પોતાની પાંચ પેઢી જોઈ લીધેલા આ દંપત્તિ આટલી ઉંમરે પોતાના બધુ જ કામ જાતે જ કરતા હતા. સંતાનમાં તેમને 6 દિકરા અને 2 દિકરીઓ છે. જેમાંથી સૌથી મોટા દિકરાની હયાતી નથી.
પતિના મોત બાદ પત્નિએ દેહત્યા કર્યો
110 વર્ષના ગાડલીયા પોખડાજીનું અવસાન થતાં પરિવારે વિરાટ વટવૃક્ષ સમા પરિવારે મોભીનીની છત્રછાયા ગુમાવી હતી. પતિના મૃત્યું બાદ શોકમગ્ન કંકુબેને પણ પતિના અંતિમ સંસ્કારના ત્રણ કલાક બાદ દેહ ત્યાગી દીધો હતો અને જે જગ્યાએ પતિના અંતિમ સંસ્કાર થયાં હતા ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પત્નીને અગ્નિદાહ કરવાની પહેલા જ અગ્નિ પ્રકટતા અચરજ સર્જાયું હતું
સાથે જીવવા મરવાના કોલ નિભાવ્યા
પતિના મૃત્યું બાદ પત્નિએ પણ દેહ ત્યાગી દીધાં સમગ્ર અમીરગઢ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. લગ્નની ચોરીમાં નવદંપતિઓ સાથે જીવવા મરવાના કોલ આપતા હોય છે જે આ દંપતિએ નિભાવી પણ જાણ્યું. ગાડલીયા પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા કુહાડી, દાંતરડા, છરી જેવી વસ્તુની ધાર બનાવવાનું કામ કરતા હતા. પોખડાજીની અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ તે જ દિવસે ત્રણેક કલાકના અંતરે તેમની પત્ની પકુંબેનના અગ્નિ સંસ્કાર પણ ત્યાંજ કરવામાં આવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.