અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનમાં પાણી નહીં, દારૂ વહેતો હતો, પોલીસે કર્યો પર્દાફાશ, જાણો સમગ્ર મામલો
ભરૂચ (Bharuch) જિલ્લામાં દારૂ સંતાડવા માટે બુટલેગરના શેતાની મગજ ટ્રીક સામે આવી છે. અંકલેશ્વર પંથકના માંડવા ગામે બુટલેગરે જમીનમાં જ દારૂ સંતાડવા માટે પ્લાસ્ટિકની મોટી પાઈપો લગાડી 500 જેટલી દારૂની બોટલો સંતાડી બિન્દાસ દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની બાકીના આધારે પોલીસે રેડ કરતા એક કલાકની જહેમત બાદ બુટલેગરનું ચોરખાનું ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી ગઈ છે.અંકલેશ્વરના માંડવા ગામના રોà
Advertisement
ભરૂચ (Bharuch) જિલ્લામાં દારૂ સંતાડવા માટે બુટલેગરના શેતાની મગજ ટ્રીક સામે આવી છે. અંકલેશ્વર પંથકના માંડવા ગામે બુટલેગરે જમીનમાં જ દારૂ સંતાડવા માટે પ્લાસ્ટિકની મોટી પાઈપો લગાડી 500 જેટલી દારૂની બોટલો સંતાડી બિન્દાસ દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની બાકીના આધારે પોલીસે રેડ કરતા એક કલાકની જહેમત બાદ બુટલેગરનું ચોરખાનું ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી ગઈ છે.
અંકલેશ્વરના માંડવા ગામના રોડ ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગરે જમીનમાં પ્લાસ્ટિકની મોટી પહોળાઈ વાળી પાઇપલાઇન લગાવી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો સંતાડવાની નવી ટ્રીક અજમાવી હતી. પરંતુ સંતાડેલ 45 હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો અને પોલીસે પોતે બુટલે ઘરે જમીનમાં સંતાડેલી પ્લાસ્ટિકની પાઇપમાંથી દારૂની બોટલો બહાર કાઢવા માટે સંપૂર્ણ જમીન ખોદવાની ફરજ પડી હતી અને આવા વિડીયો સામે આવતા બુટલેગરોના પ્લાનનો પર્દાફાશ થઈ ચૂક્યો છે અને 500 જેટલી વિદેશી દારૂની બોટલો જમીનમાં પ્લાસ્ટિકની પાઇપલાઇનમાં સંતાડેલી પોલીસે બહાર કાઢી હતી.
બાતમીના આધારે દરોડા
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન માંડવા ગામના સ્થાનિકોએ ગામના રોડ ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર પ્રકાશ મગન વસાવાએ તેના ઘર પાસે જમીનમાં પાઇપલાઇન બિછાવી અને માટલા વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસ પણ ચોંકી ઉઠી
પોલીસે બાતમી વાળી જગ્યાએ આવી તપાસ કરતા પોલીસ કાફલો પણ ચોકી ઉઠ્યો હતો. બુટલેગરે એવો કીમિયો અજમાવ્યો હતો કે, તેણે જમીનમાં બીછાવેલ પાઈપલાઈન અને માટલામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પાવડા વડે ખોદકામ કરતા પાઈપલાઈન અને ખાડોમાં રહેલ માટલામાંથી વિદેશી દારૂની 459 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 45 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર પ્રકાશ મગન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.