Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જંગલનો રાજા સિંહ ફરી એક વખત પોરબંદર પંથકમાં પરત ફર્યો

પોરબંદરના પાદરે છાંયા વિસ્તારમાં 20-20 દિવસ ધામા નાખીને માંગરોળના કોસ્ટલ વિસ્તારમાં પોતાના મૂળ વિસ્તાર તરફ ચાલ્યો ગયેલો સાવજ ફરી એકવાર પોરબંદરના ઓડદર-રતનપર વિસ્તારમાં આવી ગયાનું જંગલ ખાતાના સૂત્રો જણાવી રહ્યા છે. છાંયા નવાપર-રતનપરનો આ વિસ્તાર ડાલામથ્થાંને માફક આવી ગયાનું વન વિભાગના સૂત્રો જણાવે છે.  અહેવાલમાં દર્શાવેલી તસવીરો 10 દિવસ અગાઉની છે.જોકે, આ સિંહ આક્રમક નહીં હોવાનું àª
જંગલનો રાજા સિંહ ફરી એક વખત પોરબંદર પંથકમાં પરત ફર્યો
પોરબંદરના પાદરે છાંયા વિસ્તારમાં 20-20 દિવસ ધામા નાખીને માંગરોળના કોસ્ટલ વિસ્તારમાં પોતાના મૂળ વિસ્તાર તરફ ચાલ્યો ગયેલો સાવજ ફરી એકવાર પોરબંદરના ઓડદર-રતનપર વિસ્તારમાં આવી ગયાનું જંગલ ખાતાના સૂત્રો જણાવી રહ્યા છે. છાંયા નવાપર-રતનપરનો આ વિસ્તાર ડાલામથ્થાંને માફક આવી ગયાનું વન વિભાગના સૂત્રો જણાવે છે.  અહેવાલમાં દર્શાવેલી તસવીરો 10 દિવસ અગાઉની છે.
જોકે, આ સિંહ આક્રમક નહીં હોવાનું જણાવી આ સહ સ્થાનિકોને કોઈ રંજાડ પહોંચાડે તેવી શક્યતા પણ વન વિભાગ નકારી રહ્યા છે. બીજી તરફ જંગલ ખાતા દ્વારા આ સિંહને પાંજરે પૂરવા માટેના પ્રયાસ પણ જારી રાખ્યા છે. છાંયાના વાડી વિસ્તારમાં અગાઉ 20-20 દિવસ ધામા નાખીને છેલ્લાં લગભગ સપ્તાહથી પણ વધુ સમયથી પોતાના મૂળ વિસ્તાર એવા માંગરોળના કોસ્ટલ એરિયામાં ચાલ્યો ગયેલો સાવજ ફરી પાછો બિનધાસ્ત છાંયા નવાપરા-રતનપર વિસ્તારમાં આવી ચડ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં પોતાના અગાઉના વસવાટ દરમિયાન ભય ઓછોને લાગણી વધુ મૂકી ગયેલો સાવજ ફરી પાછો આવતાં જંગલ ખાતું પણ એક્શનમાં આવી ગયું છે. તો બીજી તરફ સિંહનું વર્તન નોર્મલ હોવાનું વન વિભાગ જણાવી રહ્યું છે.
આરએફઓ સામતભાઈ ભમ્મરના જણાવ્યા મુજબ આ સિહ વયસ્ક થઈ ગયો છે અને સિંહોના સ્વભાવ મુજબ તે વયસ્ક થતાં તેના પરિવારથી દૂર થઈને પોતાનો અલગ પરિવાર અને વિસ્તાર સ્થાપે છે, જેને ટેરેટરી કહે છે. આ સિંહ છેલ્લાં એક સપ્તાહથી પણ વધુ સમય પહેલાં માંગરોળ ખાતે તેના પારિવારીક ગ્રુપમાં ચાલ્યો ગયો હતો, પણ તે વયસ્ક થઈ ગયો હોવાથી ફરી આ તરફ આવ્યો છે અને આ વિસ્તારને જ તે પોતાનો મુકામ બનાવે તેવું લાગી રહ્યું છે. જોકે, બીજી તરફ મળતી વિગતો મુજબ આ વિસ્તારના લોકો સહથી ભય પામતા હોવાના લીધે તેઓ તેને ખદેડવા માટે પ્રયાસ કરે છે. જોકે, લોકો પણ સિંહની રંજાડ કરતાં હોવાની કોઈ વિગતો સામે નથી આવી. મોકર સાગર તરફથી આવેલો આ સિંહ આ વિસ્તારમાં સલામત રીતે વસવાટ કરે તેવા પ્રયાસ પણ જંગલ ખાતા દ્વારા કરવામાં આવી રહ્યા છે.
વનરાજાને કાયમી વસાવા લોક લાગણી
જંગલનો રાજા સિંહએ ફરી એક વખત પોરબંદર પંથકમાં પરત ફર્યો છે અને આ વિસ્તારને જે પોતાનું નિવાસસ્થાન બનાવે તેવું લાગી રહ્યું છે. ત્યારે વનરાજ ને રેવન્યુ વિસ્તાર કે બરડા વિસ્તારમાં જ કાયમી ધોરણે વસાવવાની લોક લાગણી પ્રવત્તિ રહી છે. આમ પણ બરડામાં પંથકમાં સિંહનો પરિવાર તો છે. ત્યારે વધુ એક સિંહના વસવાટથી પોરબંદર પંથકમાં સદી બાદ સાવજની ગર્જના ગુજશે અને તેના જતનનો ઉદ્દેશ પણ સિદ્ધ થશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.