Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જૂનાગઢ SOGએ મેફેડ્રોન,ચરસ અને ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો, 93 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાની સુચના તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થોની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના આપવામાં આવી હતી. જે બાદ  SOG પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.ગોહિલ તથા સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ બન્યા હતા, ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળી હતી  કે માંગરોળ નવાપરા વિસà
જૂનાગઢ  sogએ મેફેડ્રોન ચરસ અને ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો  93 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે
જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાની સુચના તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થોની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના આપવામાં આવી હતી. જે બાદ  SOG પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.ગોહિલ તથા સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ બન્યા હતા, ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળી હતી  કે માંગરોળ નવાપરા વિસ્તારમાં રહેતો યુનુસ ઉર્ફે લાલબાદશાહ હસનભાઇ જાગા પોતાના કબ્જામાં પ્રતિબંધીત નાર્કોટીકસ પદાર્થ બાઇક પર લઇને માંગરોળ ગાંધીચોક, રીક્ષા સ્ટેન્ડ પાસેથી સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ પસાર થશે,જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.  
દરમ્યાન માંગરોળના ગુલઝારચોક તરફથી એક બાઈક સીગલ સવારીમાં આગળ કાળા કલરના થેલા સાથે આવતો હતો, જે બાઈક બાતમી મુજબનો હોય તેને રોકીને તપાસ કરતાં તેની પાસેથી ગેરકાયદેસર નશીલો પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૩.૫૮૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૩૫,૮૦૦/- તથા ઓપીએટનો જથ્થો ૩.૦૨૦ ગ્રામ, જેની કિંમત રૂપિયા ૧૫,૧૦૦/- તથા ગાંજાનો જથ્થો ૯૧.૨૫૦ ગ્રામ, જેની કિંમત રૂપિયા ૯૧૨.૫/- તથા ચરસનો જથ્થો ૩.૮૧૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૫૭૧.૫/- તથા મોબાઇલ ૧ જેની કિંમત રૂપિયા ૫,૦૦૦/- તથા બાઈક ૧ જેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- તથા રોકડ રૂપિયા ૬,૩૦૫/- મળી કુલ રૂપિયા ૯૩,૬૮૯ /-નો મુદ્દામાલ મળી આવ્યો હતો, SOG એ મુદામાલ કબ્જે કરી માંગરોળ પોલીસ સ્ટેશનમાં NDPS એકટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો છે. 
આ કામગીરીમાં SOG ના પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.ગોહિલ તથા ASI એમ.વી.કુવાડીયા, પી.એમ. ભારાઇ, સામતભાઇ બારીયા તથા HC અનિરૂધ્ધસિંહ વાંક, મજીદખાન પઠાણ, રવિભાઇ ખેર, જયેશભાઇ બકોત્રા, તથા PC શૈલેન્દ્રસિંહ સિસોદીયા, વિશાલભાઇ ડાંગર વગેરે સ્ટાફ જોડાયો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.