જુનિયર ક્લાર્ક પેપર લીકકાંડના આરોપીઓના રિમાન્ડ પૂરા થતા જેલ ભેગા
સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં તપાસ ચલાવી રહેલી એટીએસની ટીમે એક બાદ એક કુલ 19 જેટલા આરોપીઓની ધડપકડ કરી હતી જે તમામ આરોપીઓના શુક્રવારે રિમાન્ડ પૂરા થતા કોર્ટે તમામ આરોપીઓને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.સરકાર દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા રદ કરવામાં આવી હતી.સમગ્ર મામલે વાત કરવામાં આવે તો ગત 29 મી જાન્યુઆરી રવિવારની સવારે રાજ્ય સરકાર દ્વારા જà
સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં તપાસ ચલાવી રહેલી એટીએસની ટીમે એક બાદ એક કુલ 19 જેટલા આરોપીઓની ધડપકડ કરી હતી જે તમામ આરોપીઓના શુક્રવારે રિમાન્ડ પૂરા થતા કોર્ટે તમામ આરોપીઓને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.
સરકાર દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા રદ કરવામાં આવી હતી.
સમગ્ર મામલે વાત કરવામાં આવે તો ગત 29 મી જાન્યુઆરી રવિવારની સવારે રાજ્ય સરકાર દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું આયોજન કરાયું હતું જે પરીક્ષાનો આયોજન પૂર્વે ના ગણતરીના કલાકો પહેલા જ ગુજરાત એટીએસની ટીમએ જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપર લીક કરવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું.પેપર લીક મામલે એટીએસ દ્વારા રેકેટ માં સામેલ 15 જેટલા આરોપીઓની ધરોકડ કરવામાં હતી જેમની પૂછપરછમાં પ્રિન્ટિંગ પ્રેસથી પરીક્ષાના 20 દિવસ પહેલા પેપર લીક થયાનું જણાઈ આવતા રાજ્ય સરકાર દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા રદ કરવામાં આવી હતી.
આરોપીઓના શુક્રવારે રિમાન્ડ પૂરા થતા જેલ ભેગા કર્યા
સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં તપાસ ચલાવી રહેલ એટીએસની ટીમ દ્વારા ધરપકડ કરાયેલા 15 આરોપીઓને કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા હતા.જેથી નામદાર કોર્ટે ઝડપાયેલા તમામ આરોપીઓ ના10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા,એટીએસની ટીમ દ્વારા રિમાન્ડ દરમિયાન વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેથી એટીએસની ટીમે વધુ તપાસ અર્થે તેમના પણ રિમાન્ડ મેળવ્યા હતા જે તમામ 19 આરોપીઓના શુક્રવારે રિમાન્ડ પૂરા થતા એટીએસની ટીમે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા.
એટીએસની ટીમે ધરપકડ કરાયેલા આરોપીઓની જરૂરી તપાસ પૂરી થઈ ગઈ હોવાથી આરોપીઓના વધુ રિમાન્ડની માંગની કરવાનું ટાળ્યું હતું.જેને લઇ કોર્ટે રિમાન્ડ પુરા થતા રજૂ કરાયેલ તમામ આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.જેથી આજરોજ જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડ સાથે સંકળાયેલા તમામ આરોપીઓને જેલ માં ધકેલી દેવામાં આવ્યા હતા.
સરકાર માટે ચિંતાનો વિષય બનતી હોય છે
અત્રે ઉલ્લેખનીય છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પેપર લીક થવાની ઘટનાઓ બનતી રહે છે જેના કારણે સરકાર દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ્દ કરવાની નોબત આવતી હોય છે,અને આ પ્રકાર ની ઘટનાઓ સરકાર માટે ચિંતાનો વિષય બનતી હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સબંધિત એજન્સીઓ ને પેપર લીક કાંડની ઝીણવટભરી તપાસ કરવાની સૂચના આપવામાં છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement