ચૂંટણીને ધ્યાને લઈ દાહોદ આંતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં ચોકીઓ ગોઠવાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) દરમિયાન રાજ્યમાં કેફી પદાર્થ, દારૂ, હથિયાર તથા રૂપિયાની હેરફેર અટકાવવા અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ એલર્ટ છે. ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર રીતે દારૂ, નાણા, હથિયારની હેરફેરના ઘણા કિસ્સા સમાચારમાં સામે આવતા હોય છે. ખાસ કરીને સરહદી જિલ્લાઓમાં પોલીસ ખાસ વોચ રાખતી હોય છે. જેના ભાગરૂપે દાહોદમાં ગુજરાત અને મધ્ય પ્રદà«
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) દરમિયાન રાજ્યમાં કેફી પદાર્થ, દારૂ, હથિયાર તથા રૂપિયાની હેરફેર અટકાવવા અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ એલર્ટ છે. ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર રીતે દારૂ, નાણા, હથિયારની હેરફેરના ઘણા કિસ્સા સમાચારમાં સામે આવતા હોય છે. ખાસ કરીને સરહદી જિલ્લાઓમાં પોલીસ ખાસ વોચ રાખતી હોય છે. જેના ભાગરૂપે દાહોદમાં ગુજરાત અને મધ્ય પ્રદેશની આંતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પોલીસે કુલ 24 નવી ચેક પોસ્ટ ઉભી કરી છે.
DSP ખંગેલા ચેકપોસ્ટની મુલાકાતે
ગુજરાત અને મધ્ય પ્રદેશની આંતરરાજ્ય બોર્ડર ખંગેલા ખાતે આજે તા. 08/11/2022 સવારે દાહોદ (Dahod) જિલ્લા DSP બલરામ મીણા જિલ્લામાં ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લગાવેલ ઇન્ટર સ્ટેટ, ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ચેક પોસ્ટ નિરીક્ષણ અર્થે ટીમ સાથે વિઝિટ કરવા પહોંચ્યા હતા.
સઘન ચેકિંગ થશે
તેમણે અહીં જણાવ્યું હતું કે, દાહોદ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદે આવેલી જિલ્લો છે. જેને ધ્યાનમાં રાખી 24 નવી ચેકપોસ્ટ ઊભી કરી દરેક આવતા જતા વાહનોનું ચેકીંગ હાથ ધરાઇ રહ્યું છે અને દાહોદની બોર્ડરથી કેફી પદાર્થો કે વિદેશી દારૂ અથવા તો હથિયારો અને ગેરકાયદે રૂપિયાની હેરફેર ના થાય તે માટે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
તમામ પાસાની તૈયારીઓ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણા દ્વારા દાહોદ જિલ્લા કલેકટર હર્ષિત ગોસવી સાથે ચર્ચા કરી તમામ પાસાઓને ધ્યાને લઈ તૈયારીઓ થઈ ચૂકી છે અને જેના ભાગ રૂપે આજે તેઓ ખંગેલાની આંતરરાજ્ય બોર્ડર ઉપર વિઝિટ માટે પહોંચ્યા હતા
Advertisement