Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહીસાગરમાં ક્યા સમાજે કેમ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી, જાણો શું છે કારણ

વિરપુર તાલુકાના બેતાલીસ કડવા પાટીદાર સમાજ દ્વારા સિંચાઈના તેમજ પીવાના પાણીના પ્રશ્નો માટે ઉગ્ર આંદોલન તથા મતદાન બહિષ્કારની ચીમકી  ઉચ્ચારી છે.15 વર્ષથી સિંચાઇ વિભાગમાં રજૂઆતો કરી હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે, જેના કારણે 30 જેટલા ગામોમાં પીવાના પાણીની તંગી સર્જાઇ રહ્યી છે.હવે વિરપુર તાલુકાના બેતાલીસ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા સિંચાઇ અને પીવાના પાણીની માંગ
મહીસાગરમાં ક્યા સમાજે કેમ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી  જાણો શું છે કારણ
વિરપુર તાલુકાના બેતાલીસ કડવા પાટીદાર સમાજ દ્વારા સિંચાઈના તેમજ પીવાના પાણીના પ્રશ્નો માટે ઉગ્ર આંદોલન તથા મતદાન બહિષ્કારની ચીમકી  ઉચ્ચારી છે.15 વર્ષથી સિંચાઇ વિભાગમાં રજૂઆતો કરી હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે, જેના કારણે 30 જેટલા ગામોમાં પીવાના પાણીની તંગી સર્જાઇ રહ્યી છે.
હવે વિરપુર તાલુકાના બેતાલીસ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા સિંચાઇ અને પીવાના પાણીની માંગને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. વિરપુર તાલુકાના નાની સિંચાઈના તળાવો જેવા કે ધોરી ઘાટડા, ડેભારી,ખાટા, કોયડમ, ભવાનીના મુવાડા, વઘાસ, ભાટપુર સહિતના ૩૦ જેટલા ગ્રામ્ય તળાવ તેમજ ચેક ડેમો દ્વારા સીધી તેમજ આડકતરી રીતે 5000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ તેમજ 30 ગામોના પીવાના પાણીનો ઉકેલ આવી શકે તેમ છે અને તેના માટે છેલ્લા 15 વર્ષથી સરકાર તેમજ વિવિધ કક્ષાએ આ માટે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવેલી છે. તેમ છતાં આ વિસ્તાર માટે તાલુકાની મધ્યમાંથી પસાર થતી સુજલામ્ સુફલામ્ કેનાલ મોથી નીકળતી સૂચિત લુપ કેનાલ ની વર્ષ 2004માં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ પરંતુ એક યા બીજા કારણસર કામગીરી હાથ ઉપર ન ધરાતી હોવાથી અને આ વિભાગને લાભથી વંચિત રાખી હળાહળ અન્યાય થઇ રહ્યો છે. 
ચાલુ વર્ષ દરમિયાન કપડવંજ ,કઠલાલ, ગળતેશ્વર, બાલાસિનોર, વિરપુર, લુણાવાડા ,બાયડ વગેરે સાત તાલુકાના વંચિત વિસ્તારને લાભ આપવા માટે સરકાર દ્વારા એજન્સી નિયુક્ત કરી પ્રથમદર્શી અહેવાલ તૈયાર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જેમાં કપડવંજ, કઠલાલ, ગડતેશ્વર અને બાલાસિનોર તાલુકાના 120 ગામોના તળાવો ,ચેક ડેમો અને નાની સિંચાઈના તળાવો અંગે રિપોર્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે આ વિસાતની મહીસાગર નદી માંથી  રેત ખનનથી રેતીભરવા કામગીરી કરવા માટે 852 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જેના કારણે અને વિરપુર તાલુકાના એક છેડેથી પસાર થતી આ નદીમાંથી પાણી નીકાળવાના વિકલ્પોમાંથી તેને  બાકાત રાખવામાં આવી હતી.
જેના કારણે આ વિસ્તારોમાં લોકોને ફરીથી ઓરમાયુ વર્તન રાખવામાં આવેલ છે તેવી લાગણી થઇ છે. આ બાબતને લઇને દિવસમાં જો અધિકૃત રીતે આ સમસ્યા સંબંધિત લેખિત બોહેધંરી ન મળે તો 30 ગામના લોકો આખરે મહીસાગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલન તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. 
Advertisement
Tags :
Advertisement

.