Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં કોંગ્રેસ ન હોત તો AAP અહીં સરકાર બનાવવાની સ્થિતિમાં હોત : ઈસુદાન ગઢવી

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ પોતાનો ઉમેદવારો ઉભા રાખ્યા છે. જેના કારણે હવે રાજ્યમાં ત્રિપાખીયો જંગ જોવા મળશે. આમ આદમી પાર્ટીએ પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી તરીકે જાહેર કરી લીધો છે. ત્યારે તેમણે આજે ANI સાથે વાત કરતા એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસ ન હોત તો AAP પંજાબની જેમ સંપૂર્ણ બહુમતી સાથે ગુજરાતમાં પણ સરકાર બન
ગુજરાતમાં કોંગ્રેસ ન હોત તો aap અહીં સરકાર બનાવવાની સ્થિતિમાં હોત   ઈસુદાન ગઢવી
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ પોતાનો ઉમેદવારો ઉભા રાખ્યા છે. જેના કારણે હવે રાજ્યમાં ત્રિપાખીયો જંગ જોવા મળશે. આમ આદમી પાર્ટીએ પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી તરીકે જાહેર કરી લીધો છે. ત્યારે તેમણે આજે ANI સાથે વાત કરતા એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસ ન હોત તો AAP પંજાબની જેમ સંપૂર્ણ બહુમતી સાથે ગુજરાતમાં પણ સરકાર બનાવવાની સ્થિતિમાં હોત. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ઇસુદાન ગઢવીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને પાર્ટીને ભાજપની 'B ટીમ' ગણાવી.
કોંગ્રેસ મતોનું વિભાજન કરી રહી છે : ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વીડિયો અંગેના પ્રશ્નના જવાબમાં ગઢવીએ કહ્યું કે, કોંગ્રેસ મતોનું વિભાજન કરી રહી છે અને તેના ધારાસભ્યો આગળ પણ હોર્સ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે. જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક વીડિયો જાહેર કરીને જનતાને કોંગ્રેસને વોટ ન આપવાની અપીલ કરી છે. ગઢવીએ કહ્યું કે ગોવામાં અરવિંદ કેજરીવાલે મતદારોને કહ્યું કે કોંગ્રેસને વોટ ન આપો. તેમણે આમ કહ્યું કારણ કે જો તેઓ કોંગ્રેસને મત આપશે તો તેના ધારાસભ્યો ભાજપમાં જતા રહેશે. આ વખતે અમે સાંભળ્યું છે કે ભાજપે તેના અડધા નેતાઓને કોંગ્રેસની ટિકિટ અપાવવામાં મદદ કરી છે, જેથી જીત્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે.
Advertisement

8 વર્ષમાં કોંગ્રેસના 65 નેતાઓ ભાજપમાં જોડાયા : ઈસુદાન ગઢવી
ગઢવીએ કહ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં કોંગ્રેસના ધારાસભ્યો સહિત 65 મોટા નેતાઓ ભાજપમાં જોડાયા, તો કોની બી ટીમ કોંગ્રેસ છે. તેમણે આરોપ લગાવ્યો, “જો ભાજપને 70 અને કોંગ્રેસને 10-15 બેઠકો મળે છે અને કોંગ્રેસના તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાય છે, તો તેઓ ફરીથી ખેડૂતોને લૂંટવા માટે સરકાર બનાવવાની સ્થિતિમાં હશે.
સત્યેન્દ્ર જૈન વીડિયો કેસને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું
તિહાર જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનના CCTV ફૂટેજ પર ગઢવીએ કહ્યું કે, આ ભાજપનું કાવતરું છે જે 8 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે અને 70થી વધુ લોકોના મોત બાદ દારૂનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું પરંતુ તેની તપાસ થઈ નથી, જ્યારે દિલ્હીમાં દારૂના કૌભાંડની તપાસ થઈ રહી છે જ્યાં એક પણ મૃત્યુ થયું નથી. ગઢવીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલમાં સૌને વિશ્વાસ છે. દરેકને આશા છે કે AAP ગુજરાતમાં વધુ સારી વીજળી, આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડશે. તેમણે કહ્યું કે, લોકો ભાજપ અને કોંગ્રેસથી કંટાળી ગયા છે. તેમણે ઉમેર્યું, "હું એક સરળ વ્યક્તિ છું અને ભવિષ્યમાં પણ એવો જ રહીશ."

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.