Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આદિવાસીઓના હક અને બંધારણ માટે હું જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ : છોટુ વસાવા

ભરૂચ (Bharuch)જિલ્લાની ઝઘડિયા (Jhagadia)બેઠક ઉપર સતત ૭ ટર્મથી ધારાસભ્ય પદ ઉપર રાજ કરતા છોટુ વસાવાને (Chotu Vasava)આદિવાસીઓના મસીહા માનવામાં આવે છે કારણ કે કોઈપણ આદિવાસી તકલીફમાં હોય તો તેમની વ્હારે છોટુ વસાવા અને તેમની સંપૂર્ણ ટીમ આગળ આવતી હોય છે અને વર્ષોથી છોટુ વસાવા સાથે જોડાયેલા કેટલાય લોકો આજે અન્ય પાર્ટીમાં જોડાઈ છોટુ વસાવા સામે જ ચૂંટણી જંગમાં ઉતરી રહ્યા છે છોટુ વસાવા ધોરણ ૧૦ સુધીનો અભ્યાà
આદિવાસીઓના હક અને બંધારણ માટે હું જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ   છોટુ વસાવા

ભરૂચ (Bharuch)જિલ્લાની ઝઘડિયા (Jhagadia)બેઠક ઉપર સતત ૭ ટર્મથી ધારાસભ્ય પદ ઉપર રાજ કરતા છોટુ વસાવાને (Chotu Vasava)આદિવાસીઓના મસીહા માનવામાં આવે છે કારણ કે કોઈપણ આદિવાસી તકલીફમાં હોય તો તેમની વ્હારે છોટુ વસાવા અને તેમની સંપૂર્ણ ટીમ આગળ આવતી હોય છે અને વર્ષોથી છોટુ વસાવા સાથે જોડાયેલા કેટલાય લોકો આજે અન્ય પાર્ટીમાં જોડાઈ છોટુ વસાવા સામે જ ચૂંટણી જંગમાં ઉતરી રહ્યા છે

Advertisement

છોટુ વસાવા ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યો 
ત્યારે આદિવાસીઓના મસીહા ગણાતા છોટુ વસાવા ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ સરકારી નોકરી એટલે કે તલાટી તરીકે ફરજ નિભાવતા હતા પરંતુ તેઓએ આદિવાસીઓની જમીન લે ભાગવુ પડાવી નોલેજ તે માટે તેઓએ સરકારી નોકરીને ૧૯૭૦ ઠુકરાવી રાજકારણમાં ઉતર્યા હતા અને તેઓએ સંઘર્ષ પણ કર્યો છે છોટુ વસાવા શરૂઆતથી જ રાજકીય કારકિર્દી તેમના માટે લાભદાયક રહી હતી અને છોટુ વસાવાને રાજ યોગ નાની ઉંમરથી જ રહ્યો છે તેઓએ સૌપ્રથમ નાની ઉંમરમાં જ પંચાયતની ચૂંટણી લડી હતી અને વિજેતા પણ બન્યા હતા અને ત્યારબાદ પણ અનેક નાની-મોટી ચૂંટણી લડી ચૂક્યા છે.
છેલ્લી ૭ ચૂંટણીઓ તેઓ સતત જીતતા આવ્યા છે 
છોટુ વસાવા અત્યાર સુધી ૭ વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે જેમાં છેલ્લી ૭ ચૂંટણીઓ તેઓ સતત જીતતા આવ્યા છે.૧૯૮૫માં પહેલી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને છોટુ વસાવા ૧૯૯૦માં જનતા દળ (યુ) માંથી જીત મેળવી હતી. ૧૯૯૫માં છોટુભાઈ વસાવાએ ગુજરાત આદિજાતિ પાર્ટીમાંથી જીત મેળવી હતી.૧૯૯૮માં તેઓ ફરીથી જનતા દળ (યુ) માંથી જીત્યા હતા. ૨૦૦૨માં તેઓ જનતાદળ (યુ) માંથી વિજેતા થયા હતા. ૨૦૦૭ માં ફરીથી તેઓ જનતાદળ (યુ) માંથી વિજેતા થયા હતા.૨૦૧૨માં તેવો જનતાદળ (યુ) માંથી વિજેતા થયા હતા.૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન છોટુ વસાવાએ તેમની પોતાની પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટી બનાવી જીત મેળવી હતી. અને પોતાની પાર્ટીમાંથી વિવિધ બેઠકો ઉપર ઉમેદવારોને ચૂંટણી લડવી હતી જેમાં તેમના દીકરાઓ પણ બીટીપી માંથી ચૂંટણી જીતી ધારાસભ્ય બની ચૂક્યા છે 
છોટુ વસાવા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી 
2022ની વિધાનસભાની ચૂંટણીમાં BTP પાર્ટીની રચના કરનાર છોટુ વસાવાને પોતાના જ દીકરાએ બીટીપીના અધ્યક્ષ પદે હોવાના કારણે ટિકિટ માંથી પત્તું કાપી પોતાના પિતાની સેફ બેઠક ઉપરથી ઉમેદવારી કરી હતી પરંતુ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે મહેશ વસાવા પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી પિતાને સમર્થન જાહેર કર્યું હતું પરંતુ છોટુ વસાવાએ પણ હમ જહા ખડે હોતે હૈ વહી સે પાર્ટી શુરૂ હોતી હૈની નેમ સાથે અપક્ષમાંથી ઉમેદવારી કરી છે અને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે
છોટુ વસાવા સામે તેમના ચેલા તરીકે રહી ચૂકેલા ભાજપના ઉમેદવાર રિતેશ વસાવા મુદ્દે આક્ષેપ કર્યા હતા કે રિતેશ વસાવાને આરએસએસ વાળા લઈ ગયા છે અને જે કોંગ્રેસનો ઉમેદવાર છે તે અત્યાર સુધી મારી ગાડી સાફ કરતો હતો હવે કોંગ્રેસીઓની ગાડી સાફ કરશે અને તે બુટલેગર છે કોંગ્રેસે તેને ખેસ કે હાર નથી પહેરાવ્યો પરંતુ દારૂની બોટલનો હાર અને ખેસ પહેરાવ્યો હોવાનો આક્ષેપ છોટુ વસાવાએ કર્યો હતો
છોટુભાઈ વસાવાનો  ટ્રાયબલ વિસ્તારમાં દબદબો 
ભરૂચ જિલ્લાના ટ્રાયબલ વિસ્તારમાં વર્ષોથી છોટુભાઈ વસાવા આદિવાસી સમાજના એટલે કે ટ્રાઈબલ વિસ્તારના લોકો માટે મસીહા અને સુપ્રીમો માનવામાં આવે છે જ્યારે કોઈ પણ ટ્રાયબલ વિસ્તારમાં કોઈપણ તકલીફ પડે તો સૌપ્રથમ છોટુ વસાવા તેમની સમસ્યાનો અંત કરવામાં તત્પર રહેતા હોય છે અને એટલા માટે જ ટ્રાયબલ વિસ્તારમાં વર્ષોથી છોટુ વસાવાની પકડ મતદારો પર રહી છે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં છોટુભાઈ વસાવા એ પોતાની અપક્ષ તરીકેની ઉમેદવારી કરી મારે કોઈ પાર્ટીના સિમ્બોલની જરૂર નથી. હું પોતે જ એક પાર્ટી છું તેવા સંકલ્પ સાથે ચૂંટણી જંગમાં ઉમેદવારી નોંધાવી મેદાનમાં ઉતાર્યા છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.