Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અહીં જંગલી પશુઓના ભયથી ખેતરમાં જતા થરથર કાંપે છે ખેડૂતો, રાત્રે નહીં દિવસે વીજળી આપવા ઉગ્ર રજુઆત

રાત્રે વીજળી મળવાથી પાણી વાળવા રાત્રે ખેતરમાં જવું પડે છે જૂનાગઢ જીલ્લાના મેંદરડા અને વંથલી તાલુકામાં રાત્રીના સમયે જંગલી પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડ઼ે છે, આ વિસ્તારમાં અવારનવાર સિંહો અને દિપડા જોવા મળે છે અને જંગલી પશુઓ દ્વારા માનવ પરના હુમલાની ઘટના પણ બનવા પામે છે. પીજીવીસીએસ દ્વારા રાત્રીના સમયે વીજળી અપાતી હોવાથી ખેડૂતોને રાત્રીના સમયે ખેતરમાં જવું પડે છે, સ્વાભાવિ
અહીં જંગલી પશુઓના ભયથી ખેતરમાં જતા થરથર કાંપે છે ખેડૂતો  રાત્રે નહીં દિવસે વીજળી આપવા ઉગ્ર રજુઆત
રાત્રે વીજળી મળવાથી પાણી વાળવા રાત્રે ખેતરમાં જવું પડે છે 
જૂનાગઢ જીલ્લાના મેંદરડા અને વંથલી તાલુકામાં રાત્રીના સમયે જંગલી પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડ઼ે છે, આ વિસ્તારમાં અવારનવાર સિંહો અને દિપડા જોવા મળે છે અને જંગલી પશુઓ દ્વારા માનવ પરના હુમલાની ઘટના પણ બનવા પામે છે. પીજીવીસીએસ દ્વારા રાત્રીના સમયે વીજળી અપાતી હોવાથી ખેડૂતોને રાત્રીના સમયે ખેતરમાં જવું પડે છે, સ્વાભાવિક રીતે ખેતી પાકો ખેતરમાં ઉભા હોય ત્યારે રાત્રીના વીજળી આવતી હોય તો રાત્રે જ પાણી વાળવા જવું પડે છે. રાત્રીના સમયે ખેતરોમાં જંગલી પશુઓ આવી જાય છે અને ઘણીવાર ખેડૂતો જંગલી પશુઓના હુમલાનો ભોગ બને છે ત્યારે હવે ખેતરમાં ઉભો પાક હોવા છતાં રાત્રીના સમયે ખેડૂતો પોતાના જ ખેતરમાં જતાં ડરે છે.

દિવસે વીજળી નહીં અપાય તો આંદોલનની ચીમકી 
આવા સમયે મેંદરડા અને વંથલી તાલુકાના ખેડૂતો દ્વારા દિવસે વીજળી આપવાની માંગ કરવામાં આવી હતી, અનેક રજૂઆતો પછી પણ દિવસે વીજળી નહીં મળવાને કારણે હવે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને સાથે રાખીને ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીએ એક અઠવાડીયા અગાઉ રજૂઆત કરી હતી અને જો દિવસે વીજળી નહીં આપવામાં આવે તો આંદોલનની ચીમકી આપી હતી, ખેડૂતોની રજૂઆત હોવા છતાં પીજીવીસીએસ દ્વારા દિવસે વીજળી આપવામાં નહીં આવતાં માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીની આગેવાનીમાં ખેડૂતોએ મેંદરડા પીજીવીસીએલ કચેરીએ આજથી પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ધારાસભ્ય અને ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી દિવસે વીજળી આપવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું પ્રતીક ઉપવાસ આંદોલન ચાલુ રહેશે.
મેંદરડા તાલુકામાં પીજીવીસીએલના 41 ફીડર આવેલા છે
મેંદરડા તાલુકામાં પીજીવીસીએલના 41 ફીડર આવેલા છે, તેમાંથી 23 ફીડરોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેથી આ ફીડરોમાં દિવસે વીજળી મળે છે પરંતુ હજુ 18 ફીડરોમાં દિવસે વીજળી મળતી નથી, આ અંગે પીજીવીસીએલ દ્વારા સર્વે કરીને 14 ફીડરોને આવરી લેવામાં આવ્યા છે અને તેમાં દિવસે વીજળી આપવા માટેની દરખાસ્ત કરી દેવામાં આવી છે જેની કાર્યવાહી ચાલુ છે તેવું અધિકારીનું કહેવું છે. પરંતુ જે 18 ફી઼ડરોમાં હાલ દિવસે વીજળી મળતી નથી તેવા ફીડરોમાં અંદાજે 20 થી વધું ગામોનો સમાવેશ થાય છે અને આ તમામ ગામના ખેડૂતોને રાત્રીના સમયે જીવના જોખમે ખેતરમાં જવું પડે છે, આમ ખેડૂતને એક તરફ તેમના પાકને બચાવવાનો છે તો બીજી તરફ પોતાના જીવ પર જોખમ પણ તોળાઈ રહ્યું છે, આવી સ્થિતીમાં સરકારની કિસાન સૂર્યોદય યોજના જે યોજના ચાલુ જ છે તે યોજના અંતર્ગત વહેલી તકે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યના મત વિસ્તારમાં સરકાર ખેડૂતો માટે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.