Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇંગ્લેંડની લાડી અને રાજકોટનો વર, કાઠિયાવાડી કિશન વેડિયાની ઇંગ્લેંડની ઇલી હિચિંગ સાથે ધામધૂમથી સગાઇ

કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા નડતી નથી.આ જ વાક્યને રાજકોટના એક યુવકે સાબિત કરી બતાવ્યું છે. રાજકોટના યુવકને સાત સમુંદર પાર ઇંગ્લેન્ડની યુવતી સાથે પ્રેમ થયો. અને આ બંનેની સગાઈ રાજકોટમાં યોજાઈ. ઇંગ્લેન્ડ નો પરિવાર રાજકોટમાં લગ્ન માટે આવ્યો અને શહેરની ખાનગી હોટલમાં બંનેની ધામધૂમ પૂર્વક સગાઈ યોજાઇ.રાજકોટમાં યોજાઇ આ અનોખી સગાઇ રાજકોટનો યુવક ઇંગ્લેન્ડનો જમાઈ બન્યો છે... હાલ લગ્ન ગાળ
ઇંગ્લેંડની લાડી અને રાજકોટનો વર  કાઠિયાવાડી કિશન વેડિયાની ઇંગ્લેંડની ઇલી હિચિંગ સાથે ધામધૂમથી સગાઇ
કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા નડતી નથી.આ જ વાક્યને રાજકોટના એક યુવકે સાબિત કરી બતાવ્યું છે. રાજકોટના યુવકને સાત સમુંદર પાર ઇંગ્લેન્ડની યુવતી સાથે પ્રેમ થયો. અને આ બંનેની સગાઈ રાજકોટમાં યોજાઈ. ઇંગ્લેન્ડ નો પરિવાર રાજકોટમાં લગ્ન માટે આવ્યો અને શહેરની ખાનગી હોટલમાં બંનેની ધામધૂમ પૂર્વક સગાઈ યોજાઇ.
રાજકોટમાં યોજાઇ આ અનોખી સગાઇ 
રાજકોટનો યુવક ઇંગ્લેન્ડનો જમાઈ બન્યો છે... હાલ લગ્ન ગાળો ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર લગ્ન પ્રસંગ નો માહોલ જોવા મળી રહ્યો છે .  કોઈ યુગલો લગ્ન ગ્રંથિ થી જોડાઈ રહ્યા છે તો કોઈ સગાઈ કરી મો મીઠું કરી રહ્યા છે આ સમયે રાજકોટમાં એક અનોખી સગાઈ યોજાઇ જેમાં ઇંગ્લેન્ડની યુવતી રાજકોટના પરિવારની પુત્ર વધુ બનશે.રાજકોટની હોટલમાં કિસન વૈદ્ય અને ઇંગ્લેન્ડની યુવતી ઇલી હીચિંગની ધામધૂમ પૂર્વક સગાઈ યોજાઈ. 

રાજકોટનો કિશન અને ઇંગ્લેન્ડની  ઇલિ બંને યુકેમાં સાથે અભ્યાસ કરતા હતા
આ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા દીકરીના પરિવારજનો પણ ઇંગ્લેન્ડથી ખાસ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટનો કિશન અને ઇંગ્લેન્ડ ની  ઇલિ બંને યુકેમાં સાથે અભ્યાસ કરતા હતા અને ત્યાં જ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને બંને એ તે જ સમયે લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કરી લીધું હતું...ઇંગ્લેન્ડથી ખાસ રાજકોટ આવેલો ઇલી નો પરિવાર  હિન્દુ સંસ્કૃતિ થી પ્રભાવિત છે એટલા માટે જ તેઓ ઇલીના લગ્ન ઇન્ડિયન યુવક સાથે કરાવવા માટે રાજી થયા હતા... તો કિશન નો પરિવાર પણ માને છે કે હવે સમય બદલાયો છે અને આ બદલાતા સમય સાથે દેશની સ્થિતિ પણ બદલાય છે.. વિદેશના લોકો પણ ભારત તરફ આકર્ષાઈ રહ્યા છે. અને સૌ કોઈ કિસનના નિર્ણયથી ખુશ છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.