Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિંદૂ સમાજની અગ્નિપરીક્ષા લેવાનું બંધ કરો, નહી તો સહન નહી કરી શકો: મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી

વિજયાદશમીના દિવસે દિલ્હીના (Delhi) કરોલબાગ સ્થિત આંબેડકર ભવનમાં દિલ્હીના સમાજ કલ્યાણમંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની હાજરીમાં એક કાર્યક્રમ થયો હતો જેમાં હિંદૂ દેવી દેવતાઓનું અપમાન થયું હતું. દિલ્હીના (Delhi) આમ આદમી પાર્ટીની (AAP) સરકારના મંત્રીની હાજરીમાં આ બનાવ બની છે જેને લઈને ભાજપ આક્રમક છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કેજરીવાલ એન્ડ કંપનીન
હિંદૂ સમાજની અગ્નિપરીક્ષા લેવાનું બંધ કરો  નહી તો સહન નહી કરી શકો  મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
વિજયાદશમીના દિવસે દિલ્હીના (Delhi) કરોલબાગ સ્થિત આંબેડકર ભવનમાં દિલ્હીના સમાજ કલ્યાણમંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની હાજરીમાં એક કાર્યક્રમ થયો હતો જેમાં હિંદૂ દેવી દેવતાઓનું અપમાન થયું હતું. દિલ્હીના (Delhi) આમ આદમી પાર્ટીની (AAP) સરકારના મંત્રીની હાજરીમાં આ બનાવ બની છે જેને લઈને ભાજપ આક્રમક છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કેજરીવાલ એન્ડ કંપનીને આડેહાથ લીધી હતી. તેમણે ગુજરાત અને દેશની જનતાવતી સહિષ્ણ હિંદૂ સમાજની અગ્નિપરિક્ષા લેવાનું બંધ કરવાની ચેતવણી આપી હતી.
હિંદૂ સમાજની વધારે પરિક્ષા લેશો તો સહન નહી કરી શકો
પ્રેસ કોન્ફરન્સ સંબોધતા મંત્રીશ્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) જણાવ્યું હતું કે, આ પ્રકારે ભારતવર્ષની અંદર દિલ્હીમાં ધર્માંતરણના કાર્યક્રમમાં જેમણે બંધારણીય શપથ લીધા છે તે શ્રી રાજેન્દ્ર પોલની ઉપસ્થિતિમાં આ પ્રકારના શપથ હું માનું છું કે આઝાદ ભારત કે અત્યાર સુધીના ભારતવર્ષમાં તેમની ઉપસ્થિતિમાં આ પ્રકારે બોલીને હિંદુ સમાજનું અપમાન નથી કર્યું, હિંદુ સમાજ પર થૂંકવાનું પાપ કર્યું છે. મહેરબાની કરીને હું વિનંતિ નથી કરતો પણ દેશ અને ગુજરાતની ચેતવણી આપું છું. સહિષ્ણ હિંદૂ સમાજની અગ્નિપરિક્ષા લેવાનું બંધ કરો. આ હિંદૂ સમાજ સહિષ્ણુતામા માને છે.  અને તેની પરીક્ષા વધારે લેશો તો સહન નહી કરી શકો.

દાખલો બેસે એવી કાર્યવાહી કરો
તેમણે કહ્યું, કેજરીવાલ (Arvind Kejriwal) એન્ડ કંપની અસલી ચહેરો, નાટક મંડળીનો ચહેરો સમાજ સામે ખુલો પડ્યો છે. આ નાટક એન્ડ કંપની મને જે માહિતી છે ત્યાં સુધી આ મામલે અત્યાર સુધી ન તો કોઈ બોલ્યું છે ન તો કોઈ એક્શન લીધાં છે અને સમગ્ર ભારતવર્ષ ઈચ્છે છે, અહીં ગુજરાતની ધરતી છે. આ સંતો મહંતો અને ભગવાનની ભૂમિ છે. આ ભારતની ભૂમિ પરથી કહુ છું. એક્શન પુરતુ નથી.
તેમણે કહ્યું, તમે ભૂતકાળમાં પણ ગીતાજી વિશે, હનુમાનજી વિશે, તમે ભૂતકાળની અંદર ધ કશ્મીર ફાઈલ્સમાં પંડીતો વિશે, તાહિર હુસૈન રમખાણોમાં સંડોવાયેલા છે. ટૂકડે-ટૂકડે ગેંગ, CAAની અંદર દિલ્હીને બાનમાં લીધું તેમને સપોર્ટ કરવાનું પાપ પણ તમે કર્યું છે. તમારા આચરણમાં આ વસ્તુ છે. વ્યવહાર અલગ બતાવો છે. ચાવવાના અને બતાવવાના દાંત તમારા ખુલ્લા પડ્યા છે. માત્ર કાર્યવાહી નહી સખ્તમાં સખ્ત ફોજદારી ગુન્હા લાગૂ પડે તેવો દાખલો જો તમારામાં હિંમત હોય તો બેસાડો, તમારા મંત્રીઓ કૌભાંડો કરીને આજે જેલમાં છે.
આ યોજનાપૂર્વકનું વોટબેંક માટેનું ષડ્યંત્ર
તેમણે કહ્યું, તમે બધુ ભુલવાડીને જનતાજનાર્દન ભોળી પ્રજાને અલગ અલગ વાતોમાં છેતરીને ભોળા બનીને લાગણીમાં લેવાનું પાપ કર્યું છે ત્યારે આજે તમારૂ કૃત્ય સમગ્ર દેશ અને દુનિયાએ જોયું છે. સમગ્ર ભારત ભક્તિભાવ વાળું રાષ્ટ્ર છે. તેમની આ ચેષ્ટા હું કેજરીવાલ એન્ડ કંપનીની આલ્યા માલ્યા જમાલ્યાની ટોળીને કહેવા માંગુ છું. ક્યાં તમારા મોઢા છુપાઈ ગયા છે, ક્યાં સંતાઈ ગયા છો. કંઈ જાહેર જીવન અને સેવા કરવા નિકળ્યા છો કોની સેવા કરવા માંગો છો?
તેમણે કહ્યું, જનતા જનાર્દનને જેના પર વિશ્વાસ અને આસ્થા છે તેના પર જાહેરમાં મંત્રીશ્રીઓ ત્યાં હાજર હોય અને કાર્યક્રમ પુરો ન થાય ત્યાં સુધી જાય પણ નહી, મિત્રો એવી પણ હિંમત ના ચાલે કે તે જગ્યા પર માઈક લઈને અટકાવી શકાય? એક ષડ્યંત્રનો ભાગ ગણું છું. ભાજપ માને છે આ યોજનાપૂર્વકનું ષડ્યંત્ર છે, વોટ બેંકની રાજનીતિ (Politics) માટેનું ષડ્યંત્ર છે અને હિંદૂ (Hindu) સમાજ જે પ્રકારે સહિષ્ણુંતાથી રહે છે તેનો લાભ લેવાના પેંતરા છે. તેમને કદાચ એવું હશે.
જનતાની લાગણી સાથે રમવાનું બંધ કરો, નહી તો પરિણામ માટે તૈયાર રહો
આ સમાજને ગમે તે કહી શકાય હું કેજરીવાલ (Arvind Kejriwal) એન્ડ કંપનીને ગુજરાતની આલ્યા માલ્યા જમાલ્યાની ટોળીને તેમની સાથે ભોળવાયેલા લોકોને પણ વિનંતી કરૂ છું કે ઓળખજો. કોઈ અન્ય ધર્મસંપ્રદાય માટે તમારા હિંમત હોય તો તમે બોલીને બતાવો. તમારામાં કેટલી ત્રેવડ  અને હિંમત છે તે ખબર પડે, પણ હિંદૂ સમાજ શાંતિથી રહેવા માટે ટેવાયેલો છે. તેના માટે બોલો છો? હિંમત હોય તો બોલો અન્ય ધર્મ સંપ્રદાય માટે, કેવી રીતે જીવી શકો છો તેનું પણ ભાન ના રહેવા દે. આ  ગુજરાત છે મહેરબાની કરીને દેશ અને ગુજરાતની જનતાની લાગણી સાથે રમવાનું બંધ કરો અને નહી તો તેનું પરિણામ ભોગવવા માટેની તૈયારી રાખો.
Advertisement
Tags :
Advertisement

.