Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવાળીમાં થયેલી કરોડો રૂપિયાની લૂંટના ગુનાનો ભેદ છેક હવે ઉકેલાયો

ચાંદખેડામાં ધનતેરસના દિવસે જવેલર્સના માલિકને બંધક બનાવીને 1.53 કરોડની લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી ઘરેણાં વેચવા અમદાવાદ આવ્યા હતા અને ત્યારે ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) તેમને ઝડપી લીધા. ક્રાઇમ બ્રાન્ચે 1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પણ પરંતુ હજુ 50 લાખનો મુદામાલ નહિ મળી આવતા શોધખોળ શરૂ કરવામાં આવી છે.ધનતેરસના દિવસે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયોચાંદખેડા ધનતે
દિવાળીમાં થયેલી કરોડો રૂપિયાની લૂંટના ગુનાનો ભેદ છેક હવે ઉકેલાયો
ચાંદખેડામાં ધનતેરસના દિવસે જવેલર્સના માલિકને બંધક બનાવીને 1.53 કરોડની લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી ઘરેણાં વેચવા અમદાવાદ આવ્યા હતા અને ત્યારે ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) તેમને ઝડપી લીધા. ક્રાઇમ બ્રાન્ચે 1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પણ પરંતુ હજુ 50 લાખનો મુદામાલ નહિ મળી આવતા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ધનતેરસના દિવસે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
ચાંદખેડા ધનતેરસના દિવસે અંજલી જ્વેલર્સમાં થયેલી રૂપિયા 1.53 કરોડની નોકર લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ત્રણ આરોપીની ધરપકડ કરીને રૂ. 1.8 કરોડનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીમાં સુરેન્દ્રસિંહ ઉર્ફે સુનિલ ઝાલા, ચિરાગ નાયક અને જેન્તીજી ઉર્ફેદ જેડી ઝાલેરાએ ધનતેરસના દિવસે જ કરોડો રૂપિયાની લૂંટ (Robbery) કરીને ફરાર થઈ ગયા હતા.
માલિકને સ્ટ્રોંગરૂમમાં બંધ કરી આચરી લૂંટ
આરોપીઓએ અંજલી જ્વેલર્સના માલિક સ્ટ્રોંગ રૂમમાં બંધક બનાવી લૂંટને અંજામ આપ્યું હતું. બનાસકાંઠાના રહેવાસી એવા આ લુંટારા બે મહિના બાદ લૂંટ કરેલા દાગીના વેચવા માટે અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા સુરેન્દ્ર અને ચિરાગની ધરપકડ કરી હતી આરોપીઓના દસ દિવસના રિમાન્ડ દરમિયાન મુખ્ય સૂત્રધાર જયંતિ હોવાનું ખૂલતા ક્રાઈમ બ્રાન્ચ છે ત્રીજા આરોપીની પણ ધરપકડ કરીને લૂંટના મુદ્દા માલ જપ્ત કર્યો હતો.
ગુનાહિત ઈતિહાસ
પકડાયેલા આરોપીમાં જયંતિ ઉર્ફે જેડી અને સુરેન્દ્રસિંહ ઝાલાનો ગુનાહિત ઇતિહાસ છે. જેન્તી બનાસકાંઠાના ઠરા વિસ્તારમાં જૈનમ શાહ નામના બાળકના અપહરણ અને હત્યા કેસમાં સાત વર્ષ સુધી પાલનપુર જેલમાં સજા ભોગવી હતી. જ્યારે સુરેન્દ્રસિંહ પણ થરા વિસ્તારમાં હર્ષદ પટેલ નામના વ્યક્તિના હત્યા કેસમાં બે વર્ષ સુધી પાલનપુર જેલમાં સજા ભોગવી હતી.
જેલમાં મિત્રતા
જેલમાં જયંતિ અને સુરેન્દ્રસિંહ વચ્ચે મિત્રતા થઈ હતી. જેલમાંથી છૂટ્યા બાદ સુરેન્દ્ર અમદાવાદ (Ahmedabad) આવી ગયો હતો અને જ્વેલર્સમાં કામ કરતો હતો. પૈસાની જરૂરીયાત પૂરી કરવા જયંતિ, સુરેન્દ્ર અને ચિરાગએ લૂંટ કરવા માટેનું ષડયંત્ર રચ્યું અને ધનતેરસના દિવસે જ્વેલર્સના માલિકને બંધક બનાવીને લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા ક્રાઇમ બ્રાન્ચે છે આરોપીની ધરપકડ કરીને થરાના ભદ્રેવાડી ગામમાં પાસેથી લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાકીનો મુદ્દામાલ રિકવર કરવા શોધખોળ
ચાંદખેડામાં જ્વેલર્સમાં લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ આરોપી સુરેન્દ્રનગર અને ચિરાગના દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આ બંને આરોપીઓને સેન્ટ્રલ જેલ મોકલ્યા છે જ્યારે મુખ્ય આરોપી જયંતિ ઉર્ફે જેડી ના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ લૂંટ કેસમાં હજુ 50 લાખનો મુદ્દા માલ નહીં મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે મુદ્દામાલની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે આરોપીઓએ લૂંટના પૈસાથી આઈ ફોન પણ ખરીદયો હતો. જેને પણ પોલીસે જપ્ત કર્યો છે.
Advertisement
Tags :
Advertisement

.