Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લલિત વસોયાએ AAPનો વિરોધ કરવા જતાં કરી દીધી ભાજપની તરફેણ, બાદમાં કરી આ સ્પષ્ટતા, જુઓ વિડીયો

ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) ફરી પોતાના નિવેદનને કારણ ચર્ચામાં આવ્યા છે. તેઓએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને આપજો તેમ કહેતા અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે. જોકે તેમણે ભાજપમાં જવાની વાતનો ઈનકાર કર્યો હતો પણ આવી રીતે સ્ટેજ પર લલિત વસોયાએ ભાજપને મત આપવાની વાત કરતા તેઓ ભાજપમાં જશે તે ચર્ચાએ જોર પકડ્યું હતું.સંકલ્પ યાત્રામાં લલિત વસોયાનું નિવેદનકોંગ્
લલિત વસોયાએ aapનો વિરોધ કરવા જતાં કરી દીધી ભાજપની તરફેણ  બાદમાં કરી આ સ્પષ્ટતા  જુઓ વિડીયો
ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) ફરી પોતાના નિવેદનને કારણ ચર્ચામાં આવ્યા છે. તેઓએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને આપજો તેમ કહેતા અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે. જોકે તેમણે ભાજપમાં જવાની વાતનો ઈનકાર કર્યો હતો પણ આવી રીતે સ્ટેજ પર લલિત વસોયાએ ભાજપને મત આપવાની વાત કરતા તેઓ ભાજપમાં જશે તે ચર્ચાએ જોર પકડ્યું હતું.
સંકલ્પ યાત્રામાં લલિત વસોયાનું નિવેદન
કોંગ્રેસ (Congress) સમગ્ર રાજ્યમાં પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢી રહી છે. જે ધોરાજી-ઉપલેટા મતવિસ્તારમાં પહોંચી હતી. આ પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આપડા વિસ્તારમાં કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું મંચ પરથી કહું છું કે આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો.
ભાજપના (BJP) ધારાસભ્યો અને સાંસદ સભ્યોને મળવાના કારણે પણ અનેક વખત લલિત વસોયા ચર્ચામાં આવી ચુક્યા છે ત્યારે તેમના આ નિવેદનેથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. જોકે કોંગ્રેસ નેતાએ પોતાની ભાજપમાં જોડાવવાની વાતનો ઈનકાર કરી દીધો હતો.
સ્પષ્ટતા
બાદમાં આ મામલે લલિત વસોયાએ (Lalit Vasoya) સ્પષ્ટતા કરી હતી કે, આજે પરિવર્તન યાત્રા દરમિયાન કોંગ્રેસ પાર્ટી અને મારો પ્રચાર કરતા મેં સ્પષ્ટપણે કહ્યું છે કે, ધોરાજી-ઉપલેટાની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો મને સીધી રીતે પહોંચી શકે તેમ નથી મને હરાવી શકે તેમ નથી તેથી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ આમ આદમી પાર્ટીને (AAP) ધોરાજી (Dhoraji) વિસ્તારમાં ચૂંટણી લડવા માટે લઈ આવ્યા છે. આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પૈસે, ભારતીય જનતા પાર્ટીના કહેવાતા લોકોના ઈશારે પર જે કામ કરી રહ્યાં છે, મારા મતો તોડવાનું કામ કરી રહ્યાં છે મતદારોને છેતરી રહ્યાં છે અને એટલા માટે મેં મતદારોને અપીલ કરી હતી કે આ છેતરામણી પાર્ટી આમ આદમી પાર્ટીને મત આપવા કરતા તો કટાક્ષમાં કીધું કે, આના કરતા તો ભારતીય જનતા પાર્ટીને મત દઈ દેવા સારા.
Advertisement
Tags :
Advertisement

.