Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે દરિયાપુરની પોળમાં કરી ઉત્તરાયણની ઉજવણી

રાજ્યભરમાં ઉત્તરાયણનો પર્વ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઇ રહ્યો છે. સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના દરિયાપુરની નવા તળિયા પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સીએમ ભુપેન્દ્રભાઇ પટેલના આગમનથી કાર્યકરોમાં પણ જોશ જોવા મળ્યો હતો. સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે મકરસંક્રાંતિ પર્વની સૌ નાગરિકોને શુભેચ્‍છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ સૂર્ય નારાયણનો ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્‍સવ સૌના વિકાસ માટ
સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે દરિયાપુરની પોળમાં કરી ઉત્તરાયણની ઉજવણી
રાજ્યભરમાં ઉત્તરાયણનો પર્વ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઇ રહ્યો છે. સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના દરિયાપુરની નવા તળિયા પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સીએમ ભુપેન્દ્રભાઇ પટેલના આગમનથી કાર્યકરોમાં પણ જોશ જોવા મળ્યો હતો. સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે મકરસંક્રાંતિ પર્વની સૌ નાગરિકોને શુભેચ્‍છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ સૂર્ય નારાયણનો ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્‍સવ સૌના વિકાસ માટેની ઉર્ધ્વગતિનો ઉત્‍સવ બની રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી..  તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે  પતંગ ઉડ્ડયનનું આ પર્વ  સમાજમા સૌના સાથ સૌના વિકાસના ધ્યેય સાથે સંવાદિતા-ભાઇચારા અને પરસ્પર પ્રેમનું પ્રતિક બની રહેશે. 
ગાંધીનગરના મેયરે ઉત્તરાયણ પર્વની ઉજવણી પાલજ ગામમાં કરી. પાલેજ ગામ ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નંબર 4માં આવે છે. મેયર હિતેશ મકવાણાએ તેમની પત્ની અને ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી રોમાં માણેક અને વોર્ડ 4ના કોર્પોરેટર અને ગ્રામજનો સાથે ઉજવણી કરી હતી. ઉજવણી પહેલા જરૂરિયાતમંદ લોકોને પતંગનું વિતરણ કર્યું હતું.
બીજી તરફ ગ્રામજનોએ ગુલાબની પાંદડીઓથી રોમા માણેક અને હિતેશ મકવાણાનું કર્યું સ્વાગત કર્યું હતું. ગુજરાતના રાજકારણના આકાશમાં ભાજપનો પતંગ ઉચોને ઉચો જ ચગતો રહેશે અને ભાજપ પોતાના કામનું મૂલ્યાંકન કરશે તેવો વિશ્વાસ હિતેશ મકવાણાએ વ્યક્ત કર્યો. તો તેમના પત્ની રોમા માણેકે પતિ મેયર બન્યા હોવાથી સમય ઓછો આપે છે જેના કારણે મીઠો ઝઘડો થતો હોવાનું જણાવતા પોતે રાજકારણમાં નહિ આવે માત્ર પતિને સાથ આપશે તેવું જણાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.