Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી નોંધાવશે, દાદાનું શક્તિ પ્રદર્શન જોવા મળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Elections 2022) માહોલ પુર બહારમાં જામ્યો છે. ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP)સહિતની રાજકિય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને ચૂંટણીના રણ મેદાનમાં ઉતારી દીધાં છે. આ ચૂંટણીમાં નવા ચહેરાઓની સાથે દિગ્ગજો પણ મેદાનમાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે અને આજે તેઓ ઉમેદવારી નોંધાવશે. આ સાથે જ તેમનું શક્તિ પà«
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી નોંધાવશે  દાદાનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Elections 2022) માહોલ પુર બહારમાં જામ્યો છે. ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP)સહિતની રાજકિય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને ચૂંટણીના રણ મેદાનમાં ઉતારી દીધાં છે. આ ચૂંટણીમાં નવા ચહેરાઓની સાથે દિગ્ગજો પણ મેદાનમાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે અને આજે તેઓ ઉમેદવારી નોંધાવશે. આ સાથે જ તેમનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળશે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ પણ ઉપસ્થિત રહેશે.
ભવ્ય કેસરિયા રેલી
ઘાટલોડિયા (Ghatlodia) વિધાનસભા બેઠક માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉમેદવારીપત્ર ભરવા જશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) સાથે ફોર્મ ભવા જશે ઘાટલોડિયા પ્રભાત ચોકથી કાર્યકરો સાથે ઘાટલોડિયા મામલતદાર કચેરી ખાતે જશે. આજે સવારે 11 કલાકે વીર ડેરી પ્રભાત ચોકથી ભવ્ય કેસરિયા રેલી નિકળશે. બાદમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન કરી તેઓ ઉમેદવારી નોંધાવવા જશે.

દાદાનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
ભવ્ય વિરાટ રેલી વીર ડેરીથી નિકળી, પ્રભાત ચોક, ચાણક્યપુરી બ્રીજ, ડમરૂ સર્કલ, કારગીલ ચાર રસ્તા થઈ સોલા ભાગવત મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્ણ થશે. સવારે ભવ્ય કેસરિયા રેલી બાદ તેઓ ઘાટલોડિયા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે ત્યાર બાદ બપોરે 12 કલાકે મુખ્યમંત્રીશ્રી પ્રાંત ઓફિસ ઘાટલોડિયા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા જશે. ઉમેદવારી નોંધાવવાની સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું (Bhupendra Patel) વિરાટ શક્તિ પ્રદર્શન પણ જોવા મળશે. રાજ્યની હાઈપ્રોફાઈલ બેઠકોમાંની એક ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર સૌની નજર છે.
અત્યાર સુધીમાં નોંધાયેલી ઉમેદવારી
અમદાવાદ (Ahmedabad) શહેર અને જિલ્લાની મળી કુલ 21 બેઠકો પર 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા તેમાં બે અપક્ષ ઉમેદવારો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપરાંત સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોએ પણ તેમની ઉમેદવારી નોંધાવી તેમની હાજરી પૂરાવવા પૂરતા ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.