Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોના સામે લડવા બાળ યોદ્ધા સજ્જ, કોવિડના નિયમોનું પાલન શરુ

વિશ્વમાં ઘણા દેશોમાં ફરી એક વાર કોરોના (Corona)એ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ સરકાર હરકતમાં આવી ગઇ છે. સરકારે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિત જરુરી તકેદારી દાખવવા અપીલ કરી છે. રાજ્યભરની શાળાઓ (School)માં પણ હવે કોરોના સામે લડવાની તૈયારી જોવા મળી રહી છે. શાળાઓમાં બાળકો અને શિક્ષકોએ માસ્ક પહેરાવાની સાથે કોરોનાના નિયમોનું કડકપણે પાલન શરુ કર્યું છે. રાજ્ય સરકારની
કોરોના સામે લડવા બાળ યોદ્ધા સજ્જ  કોવિડના નિયમોનું પાલન શરુ
વિશ્વમાં ઘણા દેશોમાં ફરી એક વાર કોરોના (Corona)એ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ સરકાર હરકતમાં આવી ગઇ છે. સરકારે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિત જરુરી તકેદારી દાખવવા અપીલ કરી છે. રાજ્યભરની શાળાઓ (School)માં પણ હવે કોરોના સામે લડવાની તૈયારી જોવા મળી રહી છે. શાળાઓમાં બાળકો અને શિક્ષકોએ માસ્ક પહેરાવાની સાથે કોરોનાના નિયમોનું કડકપણે પાલન શરુ કર્યું છે. રાજ્ય સરકારની સુચના બાદ શાળાઓમાં બાળકોનું ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે. 
અમદાવાદની સ્કૂલોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન
અમદાવાદની ઘણી શાળાઓમાં બાળકો અને શિક્ષકો માસ્ક પહેરીને શાળાએ આવી રહ્યા છે. બાળકોને હેન્ડ સેનેટાઇઝ કરવા જણાવાઇ રહ્યું છે અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવા પ્રયાસ કરાઇ રહ્યા છે. અમદાવાદની ચાણક્યપુરી ખાતેની સુમતિ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવાયુ છે. આ ઉપરાંત  સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સાથે સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

સુરતી શાળાઓમાં પણ સતર્કતા
સુરતની શાળાઓમાં કોરોનાને લઈ સતર્કતા જોવા મળી રહી છે.  બાળકોને શાળામાં માસ્ક પહેરીને આવવા સૂચના અપાઇ છે.  શાળાઓમાં વર્ગ ખંડમાં સેનિટાઈઝેશન કામગીરી કરવાની સાથે વાલીઓને કોવિડ ગાઈડલાઈન પાલનની સૂચના પણ આપવામાં આવી છે.  કોરોના મહામારીનું પુનરાવર્તન ટાળવા સ્કૂલોમાં તૈયારી  શરુ કરાઇ છે. એક બેન્ચ પર ત્રણની જગ્યા એ બે બાળકો બેસાડવાનું શરુ કરાયુ છે. 
વડોદરામાં પણ વિદ્યાર્થીઓ કોવિડ સામે લડવા સજ્જ
ઉપરાંત  વડોદરામાં ઘણી સ્કુલોમાં માસ્ક પહેરવાનો સ્વૈચ્છિક નિર્ણય કરવામાં આવ્યો છે અને શાળાઓમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો દ્વારા માસ્ક પહેરવાનું શરુ કરાયુ છે. વડોદરાના હરણી વિસ્તારની અંબે સ્કુલ દ્વારા સરકારની ગાઇડલાઇન અનુસરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાળામાં હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની સાથે  સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાઇ રહ્યું છે.


રાજકોટમાં પણ વિદ્યાર્થીઓ માસ્ક સાથે જોવા મળ્યા 
આ સાથે રાજકોટની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ સ્વયંભૂ માસ્ક પહેરીને શાળામાં આવતા જોવા મળી રહ્યા છે.  શાળા દ્વારા બે દિવસ પહેલા જ વિદ્યાર્થીઓને માસ્ક પહેરી આવવા માટે સૂચના અપાઇ છે. હાલ તમામ વિદ્યાર્થી માસ્ક પહેરીને શાળામાં આવી રહ્યા છે. 
(ઇનપુટ--હાર્દી ભટ્ટ્, અમદાવાદ, રાબિયા સાલેહ-સુરત, અમિત ઠાકોર, વડોદરા, રહિમ લાખાણી-રાજકોટ) 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.