Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મકરસંક્રાતિના તહેવાર નિમીતે બજારોમાં ચીકી-ખજૂરનું ધૂમ વેચાણ

પોરબંદર શહેરમાં મકરસંક્રાતિના તહેવાર નિમીતે બજારોમાં ચીકીની વિવિધ આઇટમો તથા ખજુર વગેરે આઇટમોનું વેચાણ જોવા મળી રહ્યું છે. બજારોમાં હાલ તો કોઇ ખાસ્સી ઘરાકી જોવા મળતી નથી, તો ચીકીની વિવિધ આઇટમોમાં કિલોના વેચાણમાં 10 થી 20 રૂપિયા ભાવ વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓને મકરસંક્રાતિ પૂર્વે સારા વેચાણીની આશા છે. પરંતુ હાલ તો બજારોમાં ખજુર, ચીકીની વિવિધ આઇટમો તલ-બી ની લાડુળી, મમરાના લાડવ
મકરસંક્રાતિના તહેવાર નિમીતે બજારોમાં ચીકી ખજૂરનું  ધૂમ વેચાણ
પોરબંદર શહેરમાં મકરસંક્રાતિના તહેવાર નિમીતે બજારોમાં ચીકીની વિવિધ આઇટમો તથા ખજુર વગેરે આઇટમોનું વેચાણ જોવા મળી રહ્યું છે. બજારોમાં હાલ તો કોઇ ખાસ્સી ઘરાકી જોવા મળતી નથી, તો ચીકીની વિવિધ આઇટમોમાં કિલોના વેચાણમાં 10 થી 20 રૂપિયા ભાવ વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓને મકરસંક્રાતિ પૂર્વે સારા વેચાણીની આશા છે. પરંતુ હાલ તો બજારોમાં ખજુર, ચીકીની વિવિધ આઇટમો તલ-બી ની લાડુળી, મમરાના લાડવા, માંડવીપાક જેવી અનેક આઇટમો જોવા મળી રહી છે.
 
ચીકીની વિવિધ આઇટમોનું વેચાણ થઇ રહ્યુ છે
14મી જાન્યુઆરીએ મકરસંક્રાતિનો તહેવાર આવી રહ્યો છે, તહેવાર પૂર્વે બજારોમાં અવનવી નાની-મોટી પતંગો તેમજ ચીકીની વિવિધ આઇટમોનું વેચાણ થઇ રહ્યુ છે. ઉતરાણના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોરબંદરની બજારમાં પતંગ-દોરા તેમજ ચીકી,ખજુર જેવી વિવિધ ખાદ્ય આઇટમોમાં હાલ તો કોઇ ખાસ ઘરાકી જોવા મળતી નથી, પરંતુ પોરબંદરના વેપારીઓને આશા છે કે છેલ્લા દિવસોમાં સારી એવી ઘરાકી નિકળશે અને બાળકો, યુવાનો સહિત શહેરીજનો આવનારી મકરસંક્રાતિના તહેવારને ભારે ઉલ્લાસભેર ઉજવશે તેવું બજારના વેપારીઓ કહી રહ્યા છે. મકરસંક્રાતિને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બજારોમાં જાત-જાતની ચીકીની આઇટમો જોવા મળી રહી છે. ઉતરાણના દિવસે ધાબા ઉપર પરિવારો સાથે ચીકી તેમજ બીજા નાસ્તા કરવાની મજા કંઇક અલગ જ હોય છે, તો ઘણા લોકો ઘરમાં જ ચીકીની વિવિધ આઇટમો બનાવતા હોય છે, જેમાં ખાસ કરીને તલ,માંડવીના બી તથા ગોળ મિશ્રિત લાડુળી મહિલાઓ બનાવે છે. બંગળી બજારના વેપારીએ જણાવ્યા મુજબ માંડવી-પાક કિલોનો ૧૪૦ થી લઇ ૧૮૦ તથા તલપાક ૨૦૦, મમરાના લાડુના પેકેટના ૧૦, લાડુળી(તલ) કિ.૨૫૦, બીની લાડુળી ૨૦૦ રૂપિયા જેવો ભાવ જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે ૧૦ થી ૨૦ રૂપીયા કિલોએ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હાલ તો બજારોમાં ચીકીની વિવિધ આઇટમોનું સાધારણ વેચાણ જોવા મળી રહ્યું છે, પરંતુ વેપારીઓને આશા છે કે ઉતરાણ પૂર્વે બજારોમાં સારી એવી ઘરાકી જોવા મળશે.


છેલ્લા ૩ વર્ષના સમયગાળામાં ખજૂરની માગમાં ઘટાડો !
પોરબંદરની બજારોમાં મકરસંક્રાતિ પૂર્વે ચીકીની વિવિધ આઇટમોનું વેચાણ થઇ રહ્યુ છે, પરંતુ ખજુરની ઘરાકીમાં પણ સાધારણ જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ પોરબંદરમાં ઇરાન-ઇરાક, યુએઇ માંથી ખજુર આવે છે, જેમાં લાલ-કાળા એમ ૫ થી ૭ જાતના ખજુરોનું વેચાણ થાય છે. પરંતુ મહત્વની વાત એ છે કે છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં ખજુરનું વેચાણ સામાન્ય જોવા મળી રહ્યુ છે. જેના લીધે વેપારીઓ પણ મુંજવણમાં મૂકાયા છે. વેપારીઓને પૂછતા તેઓએ એમ કહ્યુ હતુ કે ખજુરનું વેચાણ છેલ્લા ૩ વર્ષથી સાધારણ જેવું રહ્યુ છે. ખજુરનું વેચાણ શું કામ ઓછું થઇ રહ્યું છે તેનું સચોટ કારણ જાણવા મળતું નથી. પોરબંદર શહેરમાં ૫ થી ૬ હોલસેલ તથા રીટેલર વેપારીઓ છે. મકરસંક્રાતિનો તહેવાર નજીક છે પરંતુ ખજુરની બજારમાં કોઇ તેજી જોવા મળતી નથી, જેના લીધે વેપારીઓમાં નિરાશા જોવા મળી
Advertisement
Tags :
Advertisement

.