બોટાદ PM નરેન્દ્ર મોદીનું સંબોધન, આ વખતે વિપક્ષના ડબ્બા ગુલ થઇ જશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)નો સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે વડાપ્રધાનશ્રી બોટાદમાં જનસભાને સંબોધન કરી રહ્યા છે વડાપ્રધાનશ્રીએ જણાવ્યુ કે એક દિવસમાં હું જ્યાં પણ ગયો છુ. ત્યા લોકોનો ઉત્સાહ જોઇને જ લાગે છે કે ગુજરાતની જનતાએ ભાજપને અભુતપૂર્વ વિજય અપાવવાનું નક્કી કર્યુ છે.આ બોટાદ તેનું જીવતુ જાગતુ સાક્ષી છે. જનતાએ ચૂંટણી પરિણામો નક્કી કરી દીધા છે.
પહેલા ચૂંટણીનો મુદ્દો ગોટાળાઓ અંગે હતો, હવે વિકાસ અંગે: PM મોદી
પહેલા ચૂંટણીના મુદ્દાઓમાં કોણે કેટલા ગોટાળાઓ કર્યા તેનાથી છાપાઓ ભરેલા રહેતા હતા. કોણે કેટલા કરોડોનું કરી નાખ્યુ તે મુદ્દો રહેતો. જો કે ભાજપ જ્યારથી ગુજરાતમાં આવી છે. ત્યારથી ચૂંટણીનો મુદ્દો ગોટાળાનો નહીં વિકાસનો મુદ્દો હોય છે. રાજનીતિમાં વિકાસનો મુદ્દો લાવવાનું કામ ભાજપે કર્યુ છે.
સાયકલ નહોંતી બનતી, તે જ ગુજરાતમાં હવે વિમાન બનવાના છે: PM
વડાપ્રધાને કહ્યુ કે, એ દિવસ દુર નથી જ્યારે વલભીપુર ધંધુકા, ધોલેરા, બોટાદ, ભાવનગર આ આખો પટ્ટો ઉદ્યોગોની દ્રષ્ટિએ સૌથી ધમધમતો હશે.આ એ ભૂમિ છે જ્યાં તમારા પાડોશમાં જ વિમાન બનવાના છે. જે ગુજરાતમાં સાયકલ નહોંતી બનતી, તે જ ગુજરાતમાં હવે વિમાન બનવાના છે. ગુજરાતના યુવાનોનું ભવિષ્ય કેટલુ ઉજ્જવળ છે તેનું આ ઉદાહરણ છે.
લોકોની અપેક્ષા પર અમે ખરા ઉતાર્યા ;વડાપ્રધાશ્રી
તેમણે કહ્યું કે, લોકોની અપેક્ષા પર અમે ખરા ઉતાર્યા છે, એટલે આજે લોકો વધુ માંગી રહ્યાં છે. ભુપેન્દ્ર પટેલની સરકાર નવી નીતિઓ પર સતત કામ કરી રહી છે. ભાજપ જે સંકલ્પ લે છે, એને પૂર્ણ કરીને જ રહે છે. અગાઉ પાણીની સમસ્યા હતી, ત્યારે ત્યારે એક કહેવત હતી કે, દીકરીને બંદુકે દેજો પણ ધંધુકે ન દેજો. આ ચૂંટણી 5 વર્ષ માટેની નથી, આગામી 25 વર્ષ કેવા હશે એ નક્કી કરનારી છે. હું તમને એક કામ સોંપું છું. ભૂતકાળમાં ન થયું હોય એવું વધુ મતદાન કરાવજો. દરેક બુથમાંથી મહત્તમ મતદાન કરવાનું છે. બહારથી આવેલા લોકો ફક્ત નકારાત્મકતા ફેલાવે છે. ગુજરાતના વિકાસને અટકાવનાર, ગુજરાતને ગાળો દેનાર ન જાકારો આપવાનો છે.
કોંગ્રેસને વિકાસની પરિભાષાની જ ખબર નથી : મોદી
PM મોદીની અમરેલીમાં જનસભા દરમિયાન જણાવ્યું હતું કે, અમરેલીમાં છેલ્લા 4 થી 5 વર્ષથી સારો વરસાદ હોવા છતાં ગુજરાતને પાણીદાર બનાવવા પાઈપલાઈનથી પાણી પહોચાડવા સહીત સિંચાઈ યોજનાઓ માટે કામો કર્યા છે. ભૂતકાળમાં પાણી માટે અમરેલી વલખા મારતુ હતું. જેને લઇને હાલ સિચાઈની પુષ્કળ સુવિધા ઊભી કરાઇ છે. લોકો ગામડે પછા આવવાનુ પસંદ કરતા ન હતા ત્યારે સરકારે ગામડાઑમાં સુવિધા ઊભી કરાવી ગામડાઓને બચાવી લીધા હોવાનું PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વધૂમાં કોંગ્રેસનો એક માણસ તમારું ભલું નહીં કરી શકે, તમારો વોટ શું કામ બગાડો છો તેમ કહીને મોદીએ કોંગ્રેસને વિકાસની પરિભાષાની જ ખબર ન હોવાનું જણાવી લોકોને કોંગ્રેસ પાસે અપેક્ષા ન રાખવાનું કહ્યું હતું.
20 વર્ષમાં અમરેલીમાં મોટા પાયે બદલાવ આવ્યા
સિંચાઇની સુવિધાને લઇને ખેડૂતો હવે ત્રણ-ત્રણ પાક લઇ રહ્યો છે. જેના પરિણામે ગુજરાતમાં શાકભાજી, ફળોનુ ઉત્પાદન વધ્યુ છે. એટલું જ નહિ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી સારી કમાણી રોળી રહ્યા છે. ઉપરાંત જાફરાબાદની બાજરી દુનિયામાં આવતા વર્ષે ડંકો વગાડશે. તેમ પણ અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું. વધુમાં PM મોદીએ વધુમાં કહ્યું જતું કે છેલ્લા 20 વર્ષમાં અમરેલીમાં મોટા પાયે બદલાવ આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરના ઉધોગમાં અમરેલીનો સમાવેશ થઇ રહ્યો છે.
upaet..