Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપની બાકી રહેલી 16 વિધાનસભાની સીટોને લઈને પેચ ફસાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ પહેલા તમામ પક્ષ કોને ટિકિટ આપવી અને કોને બાકાત રાખવા તે પેચમાં ફસાઇ ગઇ છે. કોંગ્રેસ માટે ટિકિટ ફાળવણી પડકારજનક છે તો બીજી તરફ બળવાખોરો ભાજપ માટે પણ પડકાર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભાજપ (BJP) ને હજુ 16 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરવાના છે. ત્યારે હવે સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે. આ બેઠકો પર કà«
ભાજપની બાકી રહેલી 16 વિધાનસભાની સીટોને લઈને પેચ ફસાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ પહેલા તમામ પક્ષ કોને ટિકિટ આપવી અને કોને બાકાત રાખવા તે પેચમાં ફસાઇ ગઇ છે. કોંગ્રેસ માટે ટિકિટ ફાળવણી પડકારજનક છે તો બીજી તરફ બળવાખોરો ભાજપ માટે પણ પડકાર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભાજપ (BJP) ને હજુ 16 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરવાના છે. ત્યારે હવે સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે. આ બેઠકો પર કોને ટિકિટ આપવી અને કોને પડતા મુકવા ભાજપ માટે હાલમાં ગળામાં ફસાયેલી હડ્ડી બરાબર બન્યું છે. 
16 બેઠકો પર ઉમેદવારો કોણ?
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 15મી વિધાનસભા માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જ્યારે તેનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ કે ગુજરાત સરકારનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ ભાજપની જીત થાય તેવા પૂરા પ્રયત્નો હાલમાં કરવામાં આવી રહ્યા છે. ભાજપે અત્યાર સુધીમાં કુલ 166 બેઠકો પર પોતાના ઉમેદાવારો જાહેર કર્યા છે અને હવે 16 બેઠકો પર ઉમેદવારો કોણ તે અંગે વિચારણાઓ ચાલી રહી છે. જોકે, આ તમામ 16 બેઠકો બીજા તબક્કાના મતદાન સાથે જોડાયેલી છે. ઉમેદવાર, જ્ઞાતિગત ગણિત, સ્થાનિક વિરોધ અને યોગ્ય ઉમેદવાર પસંદગીને લઈને 16 બેઠકો પર હજુ સુધી નામ જાહેર થયા નથી. 
ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવાનાં બાકી તેવી વિધાનસભા સીટો
1.રાધનપુર
2. પાટણ
3. ખેરાલુ
4.હિંમતનગર
5.ગાંધીનગર ઉત્તર 
6.ગાંધીનગર દક્ષિણ
7.માણસા
8. કલોલ
9.વટવા
10.પેટલાદ
11.મહેમદબાદ
12.ઝાલોદ
13.ગરબાડા
14 સયાજીગંજ
15.માંજલપુર
16 પાવી જેતપુર
આ બેઠકો પર સંભવિત ઉમેદવારો
મહત્વનું છે કે, ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની ચર્ચાઓ બાદ ખૂબ જ વિરોધ થઇ રહ્યો છે. સૌથી નવાઇની વાત એ છે કે, અહીં વિરોધ ભાજપના જ આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાધનપુર બેઠક પર નામ જાહેર ન થતા અલ્પેશ ઠાકરના નામ પર અટકળો હજુ ચાલી જ રહી છે. મહત્વનું છે કે, ગાંધીનગર ઉત્તર બેઠક પર પૂર્વ મેયર રિટા પટેલના નામની ચર્ચાઓ થઇ રહી છે. વળી આ ઉપરાંત ગાંધીનગર ઉત્તર માટે રૂપાલના નીતિન પટેલના નામે પણ ચર્ચાઓ થઇ રહી છે. કલોલ બેઠક ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ બળદેવજી ઠાકોરને ટિકિટ આપવાની ચર્ચા થઇ રહી છે. કલોલમાં કોંગ્રેસના બળદેવજી ઠાકોર Vs ભાજપના બળદેવજી ઠાકોરનો જંગ થઈ શકે છે. વળી કલોલ પર અલ્પેશ ઠાકોરને પણ ભાજપ મેદાને ઉતારી શકે છે. માણસા બેઠક પર અમિત ચૌધરીના નામની ચર્ચા થઇ રહી છે. વળી જો જ્ઞાતિગત સમીકરણોના કારણે અમિત ચૌધરીને ડ્રોપ કરાય તો તેમના સ્થાને જે એસ પટેલ અને ડી ડી પટેલના નામ પણ ચર્ચાઇ રહ્યા છે. મહેમદાવાદ પર પૂર્વ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણના નામ પર ચર્ચા થઇ રહી છે. પાટણ બેઠક પર પૂર્વ મહામંત્રી કે સી પટેલ અને રણછોડ રબારીની પ્રબળ શક્યતાઓ છે. ઉપરાંત અમદાવાદની વટવા બેઠક પર અમદાવાદના જ એક વર્તમાન પાટીદાર ધારાસભ્ય જેમને પોતાની વિધાનસભા પરથી રિપીટ નથી કરાયા તેમને ટીકીટ આપવાની ચર્ચા થઇ રહી છે. 
અસંતુષ્ટ નેતાઓનો બળવાનો સંકેત
ટિકિટ ન મળવાથી નારાજ પક્ષના એક બેઠક અને ચાર પૂર્વ ધારાસભ્યોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ધમકી આપી છે. ભાજપના અન્ય કેટલાક અસંતુષ્ટ નેતાઓએ પણ બળવાના સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું છે કે, તેઓ તેમના સમર્થકો સાથે ચર્ચા કરીને આગળનું પગલું લેશે. દરમિયાન ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાએ શુક્રવારે નાંદોદ (અનુસૂચિત જનજાતિ અનામત) બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સત્તા પર 
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. ગુજરાતમાં વર્ષ 1992માં પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જે 1960માં મહારાષ્ટ્રથી અલગ થયા બાદ અસ્તિત્વમાં આવી હતી. કોંગ્રેસ ત્યારથી લઈને 1995 સુધી રાજ્યમાં સત્તામાં રહી, પરંતુ ભાજપ 1995ની ચૂંટણી જીતીને સત્તામાં આવી અને હજુ પણ સત્તામાં છે.
ગુજરાતમાં આ વખતે ત્રિકોણીય હરીફાઈ?
અહીંની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો થઈ રહ્યો છે, પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પણ તનતોડ મહેનત કરી રહી છે. તેથી આ વખતે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. પંજાબની તર્જ પર આમ આદમી પાર્ટી ગુર્જતમાં પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે અને અહીં પણ પંજાબની જેમ ચૂંટણીની રણનીતિ બનાવી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.