Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોડર્ન સ્કૂલોની વાત કરતી AAP પર મોટો ખુલાસો, જાણો ઈલેક્શનની તમામ અપડેટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી છે રાજકિય પક્ષોએ કમરકસી લીધી છે. આક્ષેપ પ્રતિઆક્ષેપો અને નેતાઓની નિવેદનબાજીઓ વચ્ચે રાજ્યની રાજનીતિનો પારો ગરમ છે. વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકિય પક્ષો એડીચોટીનું જોર લગાવે છે ત્યારે ઈલેક્શનની તમામ અપડેટ ગુજરાત ફર્સ્ટ પર મેળવો.NDMC કાઉન્સિલની મિટીંગમાંથી કેમ ભાગ્યા કેજરીવાલ?દિલ્હીમાં મોડર્ન સ્કૂલોની વાત કરતી આમ આà
મોડર્ન સ્કૂલોની વાત કરતી aap પર મોટો ખુલાસો  જાણો ઈલેક્શનની તમામ અપડેટ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી છે રાજકિય પક્ષોએ કમરકસી લીધી છે. આક્ષેપ પ્રતિઆક્ષેપો અને નેતાઓની નિવેદનબાજીઓ વચ્ચે રાજ્યની રાજનીતિનો પારો ગરમ છે. વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકિય પક્ષો એડીચોટીનું જોર લગાવે છે ત્યારે ઈલેક્શનની તમામ અપડેટ ગુજરાત ફર્સ્ટ પર મેળવો.
NDMC કાઉન્સિલની મિટીંગમાંથી કેમ ભાગ્યા કેજરીવાલ?
દિલ્હીમાં મોડર્ન સ્કૂલોની વાત કરતી આમ આદમી પાર્ટી (AAP) પર મોટો ખુલાસો સામે આવ્યો છે. NDMC કાઉન્સિલની મિટીંગમાંથી કેમ ભાગ્યા કેજરીવાલ? કેજરીવાલ પર આરટીઆઇમાં થયો મોટો ખુલાસો થયો છે. 2015 થી 2022 સુધીમાં કેજરીવાલે એક પણ શાળાની મુલાકાત લીધી નથી. શિક્ષક, છાત્ર અને વાલીઓ સાથે કોઇ જ મિટીંગ થઈ નથી. તેમજ RTI થકી સવાલ ઉભા થયાં છે કે, ધારાસભ્ય ફંડમાંથી સ્કૂલોનો કોઇ જ વિકાસ કેમ નહી.
પાર્ટી ટીકીટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ: વિજય સુવાળા
વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના નેતા વિજય સુવાળાનું ચૂંટણી લડવાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. બાયડ ખાતે નવરાત્રી કાર્યક્રમ બાદ તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, પાર્ટી ટીકીટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ. ભાજપનો વિકાસ અને મારી લોક ચાહના મતમાં કન્વર્ટ થશે. પાર્ટી જ્યાંથી ટીકીટ આપે ત્યાં થી ચૂંટણી લડીશ.
રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનીયા અંબાજી
રાજસ્થાન ભાજપના અધ્યક્ષ અંબાજી મંદિર પહોંચ્યાં હતા. ભાજપના અધ્યક્ષ સતીશ પુનીયાએ મા અંબના દર્શન કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગમન પછી સૈનિકોની તાકાતમાં વધારો થયો છે. દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષામાં પણ વધારો થયો છે.
સુરત :વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસના નેતાઓ દેખાયા
સુરતમાં ચૂંટણી ટાણે જ કોંગ્રેસ નેતાઓ હવે બહાર નીકળ્યા છે. કોંગ્રેસે સુરતમાં હત્યા અને ચોરીના બનાવ મામલે કલેક્ટરને આવેદન આપ્યું છે. આવેદન દરમિયાન માત્ર ગણ્યા-ગાંઠ્યા જ નેતાઓ દેખાયા,  છેલ્લા 5 વર્ષથી ચૂપ બેસી રહેનારા હવે વિરોધ કરવા નીકળ્યા. જૂથવાદ વચ્ચે કોંગ્રેસના માત્ર 20 જેટલા નેતાઓ જ દેખાયા. આટલા સમય બાદ હવે કોંગ્રેસને પ્રજાના પ્રશ્નો દેખાયા.
રાજકોટ જેતપુર ધારાસભ્ય લલિત વસોયા બેનરમાંથી ગાયબ
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટવાના એંધાણ દેખાય રહ્યાં છે. રાજકોટમાં કોંગ્રેસની યાત્રાના બેનરમાં લલિત વસોયા ગાયબ થતાં અનેક તર્ક-વિતર્ક. અનેક વખત ભાજપ નેતાઓ સાથે જોવા મળ્યા હતા વસોયા ત્યારે કોંગ્રેસના બેનરમાંથી ગાયબ થતા ચર્ચા તેજ બની છે.
ગુજરાત ફર્સ્ટ દ્વારા દર્શાવાયેલ અહેવાલને લાગી મહોર
મહીસાગરમાં કોંગ્રેસને વધુ એક ઝટકો પડ્યો છે. અગાઉ પણ જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ રાજીનામું  આપ્યું હતું. છેલ્લા કેટલાંય સમયથી નારાજ મહીસાગર જિલ્લા ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે રાજીનામું  આપ્યું. પાર્ટીને વફાદાર હોવા છત્તા તેઓને સાઈડ લાઈન કરવામાં આવ્યા હતા. હવે તેઓ પોતાના તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને આપમાં જોડાશે. 
કોંગ્રેસનો ગઢ ગણાતી બાલાસિનોર વિધાનસભામાં મોટો ઝટકો ગણાઈ રહ્યો છે.
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું ટીકિટ પર નિવેદન
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના ચાલું ધારાસભ્યો રિપિટ થશે કે નહિં તે મુદ્દે નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ હંમેશા નો રિપીટ થિયરીમાં માને છે, કોંગ્રેસ પક્ષ કોઈ ખાસ કારણ હોય તો જ ટિકિટ કાપે છે. હજુ અમારે તમામ ટિકિટ ના દાવેદારોને સાંભળવાના છે, રાહુલ ગાંધી પણ સતત ભારત જોડો યાત્રાના પ્રવાસે છે. જેના કારણે લિસ્ટ જાહેર કરવામાં મોડું થયું છે.
Tags :
Advertisement

.

×