ભુજની કચ્છી લેવા પટેલ નર્સિંગ ઈન્સ્ટિટ્યુટની આત્મહત્યા મામલે તેના સહપાઠીઓમાં ઉગ્ર રોષ, લગાવ્યા આ ગંભીર આરોપ
ભુજની કચ્છી લેવા પટેલ નર્સિંગ ઈન્સ્ટિટ્યુટ ખાતે અભ્યાસ કરતા મૂળ અમરાપર, ખડીરના વિદ્યાર્થી દેવામ ગણેશભાઈ વરચંદે ગત તા. 29 ડિસેમ્બરના પોતાના શરીરે પેટ્રોલ છાંટી દઈ આત્મદાહ કરી લીધો હતો. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જયાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.à
ભુજની કચ્છી લેવા પટેલ નર્સિંગ ઈન્સ્ટિટ્યુટ ખાતે અભ્યાસ કરતા મૂળ અમરાપર, ખડીરના વિદ્યાર્થી દેવામ ગણેશભાઈ વરચંદે ગત તા. 29 ડિસેમ્બરના પોતાના શરીરે પેટ્રોલ છાંટી દઈ આત્મદાહ કરી લીધો હતો. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જયાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.
વિદ્યાર્થીઓમાં રોષ
દેવરામના મોત બાદ ભુજની નર્સિંગ કોલેજના તેના સહપાઠીઓમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો. કોલેજના છાત્રોએ જણાવ્યું હતું કે, હતભાગી દેવરામને કોલેજના આચાર્ય અને એક પ્રાધ્યાપીકા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. આચાર્યએ પોતાની ઓફિસમાં બોલાવી તેને માનસિક ત્રાસ આપતા હતાશામાં દેવરાજે પોતાના શરીરે આગ ચાંપી દીધી હતી.
જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ
આજે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના સૂરજ શિક્ષણધામ પરિસરની બહાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. સહપાઠીઓએ દેવરામ વરચંદને આત્મહત્યા માટે મજબૂર કરનાર અને અસહ્ય માનસિક ત્રાસ આપનાર કોલેજના આચાર્ય અને એક પ્રાધ્યાવિકા વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા અને કોલેજમાંથી બરતરફ કરી દેવા માંગ કરી હતી.
આચાર્ય અને પ્રાધ્યાપીકાના ત્રાસથી આપઘાત
કોલેજના છાત્રો દ્વારા સમગ્ર મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. ABVPના ભુજ અને નખત્રાણાના સંયોજક ભુપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોલેજના છાત્રો દ્વારા આ મામલે ABVP દ્વારા મધ્યસ્થીની માંગણી કરવામાં આવી હતી. કોલેજના છાત્રોના જણાવ્યા અનુસાર કોલેજના આચાર્ય અને પ્રાધ્યાપીકા દ્વારા આપવામાં આવેલા માનસિક ત્રાસના પગલે ખડીરના આહિર છાત્રએ આત્મહત્યા કરી લીધી હતી.
કોલેજ સંચાલકોનો બચાવ
જયારે કોલેજ સંચાલકોએ સમગ્ર બનાવ અંગત કારણોસર બન્યો હોવાનું જણાવ્યું છે. ત્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર મામલામાં ખરાઈ કરી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. જો સહપાઠીઓની રજૂઆતમાં તથ્ય જણાશે તો આ મામલે દોષિતો સામે કાર્યવાહી કરવા માટે લડત ચલાવવામાં આવશે.
વિદ્યાર્થીઓએ લેક્ચરનો બહિષ્કાર કર્યો
હતભાગી યુવાને ગત 29મી ડિસેમ્બરે આત્મદાહ કર્યા બાદ સહપાઠીઓમાં રોષ ફેલાયો હતો અને કોલેજના છાત્રોએ લેક્ચરનો બહિષ્કાર કર્યો હતો. યુવાનના મોત બાદ વિરોધ ઉગ્ર બન્યો હતો. લેવા પટેલ નર્સિંગ ઈન્સ્ટિટ્યુટના છાત્રો દ્વારા કરવામાં આવેલ ઉગ્ર વિરોધ પ્રદર્શનથી કચ્છના વિદ્યાર્થી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ટ્રસ્ટી ગોપાલભાઈ ગોરસિયાના જણાવ્યા પ્રમાણે ઘટનામાં જે પણ તથ્ય હશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો - અંજારમાં હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવ્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો, આ કારણે થઈ હતી હત્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement