Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નાકરાવાડી સાઈટ ખાતે મેયર સહિતના પદાધિકારીઓ સ્થળની મુલાકાત કરી

ગુજરાત રાજ્ય સરકારશ્રીની વેસ્ટ ટુ એનર્જી પોલોસી 2016  અન્વયે રાજકોટ (Rajkot)મહાનગરપાલિકા (RMC)દ્વારા નાકરાવાડી ખાતે પી.પી.પી.ના ધોરણે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની(Waste to Energy) કામગીરી ચાલી રહેલ છે. આ પ્રોજેકટની સ્થળ મુલાકાત લેતા મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર તથા ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ કામગીરીની સમીક્ષા કરી હતી. ઘન કચરાના નિકાલ કરવા આયોજનના ભાગરૂપે વેસ્ટ ટુ એનર્જી પ્લાન પી.પી.પી.ના ધોરણે અમદાવાદà
નાકરાવાડી સાઈટ ખાતે મેયર સહિતના પદાધિકારીઓ સ્થળની મુલાકાત કરી
ગુજરાત રાજ્ય સરકારશ્રીની વેસ્ટ ટુ એનર્જી પોલોસી 2016  અન્વયે રાજકોટ (Rajkot)મહાનગરપાલિકા (RMC)દ્વારા નાકરાવાડી ખાતે પી.પી.પી.ના ધોરણે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની(Waste to Energy) કામગીરી ચાલી રહેલ છે. આ પ્રોજેકટની સ્થળ મુલાકાત લેતા મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર તથા ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ કામગીરીની સમીક્ષા કરી હતી. 
ઘન કચરાના નિકાલ કરવા આયોજનના ભાગરૂપે વેસ્ટ ટુ એનર્જી પ્લાન પી.પી.પી.ના ધોરણે અમદાવાદની એબેલોન ક્લીન એનર્જી પ્રા.લિ.ને કામગીરી આપવામાં આવેલ છે. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ રૂ.251  કરોડ જેટલો થનાર છે. નાકરાવાડી ગામમાં ચાલી રહેલ આ કામગીરી પૂર્ણ થયા બાદ નીચેની વિગતે પ્લાન્ટ કાર્યરત થશે.  
  • ઘન કચરાને નિકાલ કરવાની કેપેસિટી: 1000  ટન પ્રતિ દિવસ કચરો નિકાલ કરશે
  • ક્ષેત્રફળ: અંદાજે ૨૫ એકર ફાળવેલ છે જેમાંથી ૧૫ એકરમાં પ્લાન્ટ નિર્માણ કાર્ય ચાલુ છે
  • એનર્જી પ્રોડક્શન કેપેસીટી: 14.9  મેગા વોટ પર અવર
  • હાલનું સ્ટેટસ: અંદાજીત 55% થી વધુ સિવીલ કામ થઈ ગયેલ છે
  • ફાયદા: (૧) શહેરમાંથી ઉત્પન્ન થતા ઘન કચરાના નિકાલની વ્યવસ્થા સુદ્રઢ થશે
  • (૨) ઘન કચરાના નિકાલથી વિજ શક્તિનું ઉત્પાદન થશે
  • (૩) જુના ડમ્પ થયેલા ઘન કચરાનો નિકાલ પણ કરવામાં આવશે
 
 
આ પ્લાન્ટમાં ખુલ્લી જગ્યામાં 14 ,000 થી વધુ વૃક્ષો વાવામમાં આવનાર છે. જે પૈકી હાલમાં, 12,000  જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આ ઉપરાંત 6700 ચો.મી. એરીયા રમત ગમત માટે રાખવામાં આવી છે. જેમાં ફૂટબોલ, વોલીબોલ, ખો-ખો, ક્રિકેટ વગેરે રમતો રમી શકાય તેવું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આ પ્લાન્ટની મુલાકાતે આવનારા લોકો માટે 700  સ્ક્વેર મીટરમાં કાફે પોઈન્ટ કરવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અધ્યતન બની રહેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની જાણકારી, પર્યાવરણ અને સ્વચ્છતાની જાગૃતિ માટે માહિતી અને મુલાકાત માટે આયોજન કરાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.