ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજાશે, સી.આર પાટીલે આપ્યા સંકેત
ગુજરાત ઇલેકેશનને લઇને ચોતરફ રાજ્યભરમાં રાજકારણ ગરમાયેલું છે. ભાજપ, કોંગ્રેસ , આપ સહિત તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાડી રહ્યાં છે. પરંતું હજુ સુધી ચૂંટણી માટે ચોક્કસ તારીખ સામે આવી નથી. ગુજરાત ઇલેક્શન ક્યારે યોજાશે તે અંગે અનેક અટકળ સેવાઇ રહ્યી છે.ત્યારે ભાજપ પ્રદેશ્ધ્યક્ષનું નિવેદન આજે સામે આવ્યું છે. ગુજરાતમાં ચૂંટણી નવેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે- સી.આર.પાટીલઆજે ગુજરા
Advertisement
ગુજરાત ઇલેકેશનને લઇને ચોતરફ રાજ્યભરમાં રાજકારણ ગરમાયેલું છે. ભાજપ, કોંગ્રેસ , આપ સહિત તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાડી રહ્યાં છે. પરંતું હજુ સુધી ચૂંટણી માટે ચોક્કસ તારીખ સામે આવી નથી. ગુજરાત ઇલેક્શન ક્યારે યોજાશે તે અંગે અનેક અટકળ સેવાઇ રહ્યી છે.ત્યારે ભાજપ પ્રદેશ્ધ્યક્ષનું નિવેદન આજે સામે આવ્યું છે.
ગુજરાતમાં ચૂંટણી નવેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે- સી.આર.પાટીલ
આજે ગુજરાત ઇલેક્શનને લઇને આણંદમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષનું મોટું નિવેદન સામે આવ્યું છે. સી.આર.પાટીલે આણંદમાં આ મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી નવેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે, જે રે તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણીની તારીખ જાહેર કરવાની મને સત્તા નથી, જો કે તેમણે આ બાબતે સ્પષ્ટતા નથી આપી આ સાથે તેમણે આ નિવેદનને પોતાનો અમગત અભિપ્રાય ગણાવ્યો અને કહ્યું કે મને કોઇએ આ બાબતે કહ્યું નથી, આ મારું માનવું છે , સી.આર.પાટીલે આપેલ આ નિવેદનને ચૂંટણીને લઇને મજબૂત સંકેત માની શકાય .
ચૂંટણીપંચ તમામ પક્ષ સાથે વનટુ વન મીટીંગ કરી રહ્યું છે
સાથે જ ગુજરાત ઇલેક્શને લઇને રાજ્યમાં ચૂંચણીપંચની ગતિવિધિઓ પણ તેજ થઇ છે. હાલમાં જ કેન્દ્રીય ચૂંટણી પંચનો બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ચૂંટણીપંચ તમામ પક્ષ સાથે વનટુ વન મીટીંગ કરી રહ્યું છે, ત્યારે આજે ભાજપ પ્રતિનિધિઓની ચૂંટણી પંચ સાથે બેઠક પૂર્ણ કરી છે. હાલમાં ચૂંચણીપંચ ગુજરાતમાં નિષ્પક્ષ ચૂંટણીને લઇને તેમજ યોગ્ય આયોજન સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ મીટીંગોનો પણ ધમધમાટ છે. આજની આ મીટીંગમાં ભાજપ પ્રતિનિધિઓએ પણ તમામ નિયમોને અનુસરીને યોગ્ય આયોજન બાબતે વિવિધ મુદ્દે ચૂંટણી પંચને રજૂઆત પણ કરી હતી.
ચૂંટણીના દિવસે શ્રમિકો માટે રજાનો અમલ થાય તે માટે રજૂઆત
જેમાં દિવ્યાંગ-વડીલો માટે રજિસ્ટ્રેશન વહેલું કરવા રજૂઆત કરાઇ છે, સાથે જ 1 હજારથી વધુ મતદાર વાળા મથકોની અલગ વ્યવસ્થા કરવી, સાથે જ ઘણીવાર શ્રમિકો પોતાના કામ કાજના કારણે વોટ આપાવા આવી શકતા નથી તેનાથી તેમને મોટું નુકાશન થાય છે, તેથી ભાજપ પ્રતિનિધિઓ દ્વારા શ્રમિકો માટે રજાનો અમલ થાય તે માટે રજૂઆત કરાઇ છે. આ મીટીંગમાં ભાજપના 3 સભ્યોના પ્રતિનિધિ મંડળ તરીકે ગોરધન ઝડફિયા,પરિન્દુ ભગત અને રાજુ ઐયરએ ચૂંચણીપંચના અધિકારીઓ સાથે આ તમામ મુદ્દે મીટીંગ કરી હતી.
ગુજરાત કોંગ્રસ પણ વહેલાં ઇલેક્શન માટે તૈયાર
સાથે જ ગુજરાત કોંગ્રેસ તરફથી દીપક બાબરિયા પ્રતિનિધિ તરફ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંચણીપંચ સાથે બેઠક પૂર્ણ થઇ છે. ચૂંટણી કમિશન સાથે બેઠકમાં કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં જો વહેલી ચૂંટણી આવે છે તો ગુજરાત કોંગ્રેસ તૈયાર છે. આના પરથી લીગી રહ્યું છે. કે ગુજરાતમાં ચૂંટણી વહેલી યોજાશે.