Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AAP-કોંગ્રેસ પડકાર નથી, પણ હળવાશમાં નહીં લેવાય: પુરષોત્તમ રૂપાલા

ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષશ્રી જેપી નડ્ડા બુધવારે ગુજરાતના મહેસાણા પહોંચ્યા હતા. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાના પ્રચારને વેગ આપવા માટે રાજ્યમાં પાંચ અલગ-અલગ સ્થળોએથી 'ગૌરવ યાત્રાઓ' કાઢવાની છે. જે પહેલા જેપી નડ્ડાએ ગૌરવ યાત્રાને લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, આ ગૌરવ à
aap કોંગ્રેસ પડકાર નથી  પણ હળવાશમાં નહીં લેવાય  પુરષોત્તમ રૂપાલા
ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષશ્રી જેપી નડ્ડા બુધવારે ગુજરાતના મહેસાણા પહોંચ્યા હતા. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાના પ્રચારને વેગ આપવા માટે રાજ્યમાં પાંચ અલગ-અલગ સ્થળોએથી "ગૌરવ યાત્રાઓ" કાઢવાની છે. જે પહેલા જેપી નડ્ડાએ ગૌરવ યાત્રાને લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, આ ગૌરવ યાત્રા કોઈ ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા નથી, આ ગૌરવ યાત્રા માત્ર ગુજરાતની ગૌરવ યાત્રા નથી, આ ગૌરવ યાત્રા ભારતને ગૌરવ અપાવનારી ગૌરવ યાત્રા છે. ગુજરાત ગૌરવ યાત્રા રાજ્યની જનતા સુધી પહોંચે તે પહેલા ગુજરાત ફર્સ્ટની ટીમે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાના આ યાત્રાને લઇને શું વિચાર છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. 
Advertisement

અલગ-અલગ વિસ્તારમાં ગુજરાત ગૌરવ યાત્રા 
રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઇને ભાજપની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. વળી આ ચૂંટણીના પ્રચારને પ્રાણ આપવા આજથી રાજ્યમાં અલગ-અલગ વિસ્તારમાં ગુજરાત ગૌરવ યાત્રાની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી,નડ્ડા દ્વારા ગ્રીન સિગ્નલ આપી શરૂઆત કરાઇ છે. આ યાત્રામાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ પોતાની હાજરી આપવાના છે. ત્યારે આ યાત્રાની શરૂઆતમાં ગુજરાત ફર્સ્ટની ટીમે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ યાત્રાને લઇને અને ખાસ કરીને ભાજપની વિરોધી પાર્ટીઓને લઇને ગુજરાત ફર્સ્ટને પોતાના વિચારો જણાવ્યા હતા. 
શું કહ્યું કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા?
દરમિયાન ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે, જે રીતે તમે કહ્યું કે, મૌસમ ખીલી છે અને જે ઉભો પાક છે તેને લણવા માટે અલગ-અલગ જીવાતો આવશે, કીટકો આવશે તો આ કોના તરફ ઈસારો હતો. જેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, એક વાત સ્પષ્ટ છે કે જે લોકોનો ગુજરાતના જાહેર જીવન સાથે કોઇ નાતો ના હોય તેવા પરિબળો ગુજરાતની ગાદી હળફવાની વાર્તાઓ ગુજરાતમાં આવીને કહે તો ગુજરાતની જનતાને ઈશારામાં સમજાવવામાં તેવો મારો પ્રયત્ન હતો. આ પછી જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, ભરોસાની ભાજપ સરકાર, 27 વર્ષથી ભરોસો સરકાર પર અને ભાજપ પક્ષ પર છે અને હજી પણ આગળ વધશે તે પ્રકારનો આપનો કેટલો ભરોસો? જેના જવાબમાં તેમણે કહ્યું કે, મને આ વાત પર સંપૂર્ણ વિશ્વાસ છે ગુજરાતની શાણી જનતા ઉપર, ગુજરાતના કેળવાયેવા મતદારો ઉપર કે તેઓ ભાજપની તરફેણમાં પ્રચંડ મતદાન કરશે. તેઓ જાણે છે, તેઓએ જોયુ છે, તેઓએ અનુભવ્યું છે. આઝાદી પછીના ગુજરાતને અનુભવ્યું છે. ભાજપના શાસન પછીના ગુજરાતને પણ અનુભવ્યું છે. એટલે આ જનતાને વધુ સમજાવવાની જરૂર નથી. માત્ર થોડી સજાગ કરવા માટેની જરૂર છે તે મને લાગે છે કે યાત્રાના મારફતે ભાજપ યોગ્ય રીતે કરી શકશે. 
ભાજપ માટે પડકાર AAP કે કોંગ્રેસ? 
કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાને જ્યારે પુછવામાં આવ્યું કે, તમે રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ બન્નેમાંથી કોને માનો છો? જેના જવાબમાં તેમણે કહ્યું કે, મારી દ્રષ્ટીએ તો પડકાર બેમાંથી એક પણ નથી. પણ ચૂંટણી છે એટલે ચૂંટણીમાં કોઇને પણ હળવાશથી ન લેવા જોઇએ, ચૂંટણી ચૂંટણીની રીતે ગંભીરતાથી લડવી જોઇએ. તેની તૈયારીરૂપે આ યાત્રા ગણી શકાય.  
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યા કોંગ્રેસ પર શાંબ્દિક પ્રહાર
આજે મહેસાણામાં બોલતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. નડ્ડાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે વર્ષો સુધી શું કર્યું? ભાઈઓને એકબીજા સામે ઉભા કર્યા. એકબીજાની સામેના વિસ્તારો અને જ્યાં પાણીની જરૂર હતી ત્યાં પાણી પૂરું પાડવામાં આવતું નથી. વિકાસની જે યાત્રા હાથ ધરવાની હતી તે અટવાઈ ગઈ, ભટકાઈ ગઈ. નડ્ડાએ કહ્યું કે હવે કોંગ્રેસ પોતે જ અટવાઈ ગઈ છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. વિવિધ પક્ષોના નેતાઓ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. અગાઉ તેમની મુલાકાતમાં PM મોદીએ કહ્યું હતું કે, ગુજરાતના લોકો તેમની જાતિ અને રાજકીય પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના છેલ્લા બે દાયકાથી તેમના આશીર્વાદ આપી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ જમીન શોધ પ્રવાસે ગુજરાતની મુલાકાતે છે.
Advertisement
Tags :
Advertisement

.