Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બહુચરાજીના યુવાને ઉત્તરાયણ બાદ રસ્તે પડેલી 600 કિલો દોરી ખરીદી

બહુચરાજીના એક યુવાનનો અનોખો જીવદયા પ્રેમછેલ્લા 10 વર્ષથી ઉત્તરાયણ કરવાનું ટાળ્યું5 વર્ષથી ઘાયલ અબોલ જીવને રેસ્ક્યુ કરી બચાવવા કર્યો પ્રયાસવિપુલ શાહ નામના નવયુવાને અન્ય યુવાનોને આપી પ્રેરણાબહુચરાજીના આ યુવાને ઉત્તરાયણ બાદ રસ્તામાં પડેલ 600 કિલો  દોરી ખરીદીરૂ 6 લાખની 600 કિલો દોરી યુવાને લોકો પાસેથી અબોલ જીવ બચાવવા ખરીદીઉત્તરાયણ બાદ 20 જાન્યુઆરી સુધી દોરી એકત્રિત કરી1 કિલોના 1000 રૂàª
બહુચરાજીના યુવાને ઉત્તરાયણ બાદ રસ્તે પડેલી 600 કિલો દોરી ખરીદી
  • બહુચરાજીના એક યુવાનનો અનોખો જીવદયા પ્રેમ
  • છેલ્લા 10 વર્ષથી ઉત્તરાયણ કરવાનું ટાળ્યું
  • 5 વર્ષથી ઘાયલ અબોલ જીવને રેસ્ક્યુ કરી બચાવવા કર્યો પ્રયાસ
  • વિપુલ શાહ નામના નવયુવાને અન્ય યુવાનોને આપી પ્રેરણા
  • બહુચરાજીના આ યુવાને ઉત્તરાયણ બાદ રસ્તામાં પડેલ 600 કિલો  દોરી ખરીદી
  • રૂ 6 લાખની 600 કિલો દોરી યુવાને લોકો પાસેથી અબોલ જીવ બચાવવા ખરીદી
  • ઉત્તરાયણ બાદ 20 જાન્યુઆરી સુધી દોરી એકત્રિત કરી
  • 1 કિલોના 1000 રૂપિયા આપી યુવાને દોરી ખરીદી
  • 600 કિલો દોરીમાં 90 ટાકા ચાઈનીઝ દોરી
  • તંત્ર દ્વારા કડક કાર્યવાહી છતાં ચાઈનીઝ દોરીનો વધુ ઉપયોગ રહ્યો
  • યુવાનની અપીલ અબોલ જીવો માટે આગળ આવવું જોઈએ
ક્ષણિક મજા કોઈ માટે સજા બની જતી હોય છે ત્યારે લોકોમાં જાગૃતતા હોવી ખૂબ જરૂરી છે. બસ.. આજ ભાવના સાથે મહેસાણા (Mehsana)બહુચરાજી ના એક નવ યુવાને ઉત્તરાયણ (Uttarayan) બાદ  રસ્તામાં રખડતી 600 કિલો દોરી ખરીદી ઉમદા કાર્ય કર્યું છે.

યુવાને 6 લાખ રૂપિયા ની 600 કિલો દોરી સ્થાનિક લોકો પાસેથી ખરીદી ઉત્તમ જીવદયાનું કાર્ય કર્યું 
તંત્ર ચાઈનીઝ દોરી સામે એક્શન મોડમાં ચોક્કસથી જોવા મળ્યું પણ પતંગબાજો ગમે એમ કરી મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરી મેળવી તેનો જીવતા જાગતો પુરાવો બહુચરાજીમાં જોવા મળ્યો. બહુચરાજી ના એક જીવદયા પ્રેમી યુવાને રૂ 1000 પ્રતિ કિલો દોરી ખરીદવાની જાહેરાત કરતા મોટી સંખ્યામાં લોકોએ દોરી એકત્રિત કરી. આ યુવાને 6 લાખ રૂપિયા ની 600 કિલો દોરી સ્થાનિક લોકો પાસેથી ખરીદી ઉત્તમ જીવદયાનું કાર્ય કર્યું છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે એકત્રિત થયેલી 600 કિલો દોરીમાં 90 ટાકા ચાઈનીઝ દોરી જોવા મળી રહી છે. આ યુવાને છેલ્લા 10 વર્ષ થી ઉત્તરાયણમાં પક્ષીઓને નુકશાન થતું જોઈ પતંગ ચાગાવવાનું પણ બંધ કરી દીધું છે. અને છેલ્લા 5 વર્ષથી દોરીથી દયનિય રીતે ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી સેવા પણ કરવાનું ઉત્તમ આયોજન કર્યું હતું. 

સતત 5 દિવસ રૂપિયા ચૂકવી દોરી એકત્રિત કરવાનું ચાલુ રાખ્યું
આ 5 વર્ષમાં આ યુવાનને એવો વિચાર આવ્યો કે જે પક્ષીઓ ને બચાવવા જ હોય તો લાપરવાહ પતંગબાજો જે ચાઇના દોરી વાપરે છે બાદમાં જે દોરી કોઈ ઝાડ પર લટકેલી કે રસ્તામાં પડેલી હોય તેવી દોરીનો જો યોગ્ય નિકાલ કરવામાં આવે તો જ પરિણામ મળી શકે છે. આથી આ યુવકે ઉત્તરાયણ થી શરૂ કરી 20 જાન્યુઆરી એમ સતત 5 દિવસ દોરી રૂપિયા ચૂકવી એકત્રિત કરવાનું ચાલુ રાખ્યું. અને 6 લાખની 600 કિલો દોરી ખરીદી એકત્રિત કરી અને હવે તેનો યોગ્ય નિકાલ પણ કરવાનું કાર્ય કરશે. 

 આવક લોકો પણ પક્ષીઓના ચણ માં વાપરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.
બહુચરાજીના આ યુવાનની આ પહેલ ને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને લોકો આ મુહિમનેને બિરદાવી રહ્યા છે. તો બીજી તરફ લોકો પણ સેવા કરવાના હેતુ થી પોતાની સોસાયટીમાં અને આજુબાજુની સોસાયટીમાં દોરી એકત્રિત કરી અહીં 1000 રૂ કિલો દોરી આ યુવાન વિપુલ શાહ ને આપી તેમાંથી થતી આવક લોકો પણ પક્ષીઓના ચણ માં વાપરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.
સૂઝબુઝ સાથે પુણ્યનું કામ
આ યુવાન તો પોતાની સૂઝબુઝ સાથે પુણ્યનું કામ કરી રહ્યા છે પણ લોકો એ પણ જાગૃત થઈ રસ્તામાં રખડતી કે કોઈ ઝાડ ઓર લટકતી દોરી એકત્રિત કરી તેનો જાતે જ નાશ કરવો જોઈએ અને ચાઇનીઝની દોરી વાપરવી ના જોઈએ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.