Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ એકસપ્રેસ હાઇવે પર 108 એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસુતી

૧૦૮ એમ્બ્યુલન્સ (  Ambulance) વાન ખરેખર અનેક દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહી છે. ખાસ કરીને પ્રસુતિની પીડા ઉપડતી મહિલાઓને ૧૦૮ વાનમાં જ સફળતાપુર્વક ડીલીવરી કરાવીને માતા અને બાળકનો જીવ બચાવી રહ્યા છે. આવો જ એક બનાવ આજે બપોરના સુમારે એક્સપ્રેસ હાઈવે (Express Highway) પર આવેલા આણંદ તરફ જવાના રસ્તા ઉપર બન્યો હતો. જ્યાં ટીમે મહિલાની સફળ પ્રસુતિ કરાવીને તેણી અને નવજાત બાળકી એમ બન્નેનો જીવ બચાવીને વધુ સા
અમદાવાદ એકસપ્રેસ હાઇવે પર 108 એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસુતી
૧૦૮ એમ્બ્યુલન્સ (  Ambulance) વાન ખરેખર અનેક દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહી છે. ખાસ કરીને પ્રસુતિની પીડા ઉપડતી મહિલાઓને ૧૦૮ વાનમાં જ સફળતાપુર્વક ડીલીવરી કરાવીને માતા અને બાળકનો જીવ બચાવી રહ્યા છે. આવો જ એક બનાવ આજે બપોરના સુમારે એક્સપ્રેસ હાઈવે (Express Highway) પર આવેલા આણંદ તરફ જવાના રસ્તા ઉપર બન્યો હતો. જ્યાં ટીમે મહિલાની સફળ પ્રસુતિ કરાવીને તેણી અને નવજાત બાળકી એમ બન્નેનો જીવ બચાવીને વધુ સારવાર માટે આણંદની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
ઇકો કારના ચાલકે કર્યો ફોન 
પ્રાપ્ત વિગતો અનુસાર ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને આજે બપોરના સુમારે એક ઈકો કારના ચાલક શૈલેષભાઈએ ફોન કરીને અમે મહિલાને પ્રસુતિ માટે આણંદ લઈ જઈ રહ્યા છે પરંતુ મહિલાની હાલત બગડી ગઈ છે અને રસ્તામાં જ તેણી બાળકને જન્મ આપી દેશે તેમ લાગી રહ્યું છે જેથી તાકીદે મદદે આવો, અમે થોડી વારમાં જ એક્સપ્રેસ-વે વટાવીને આણંદ તરફ પહોચીએ છીએ. આ મેસેજ મળતા જ ચીખોદરા ખાતે ફરજ બજાવી રહેલા ૧૦૮ના ઈએમટી પ્રદિપસિંહ પરમાર તેમજ પાયલોટ ફારૂકભાઈ મલેક તુરંત જ એક્સપ્રેસ હાઈવે પર પહોંચીને આણંદ તરફ નીકળવાના રસ્તે ઉભા થઈ ગયા હતા અને ઈકો કારની આવવાની રાહ જોવા લાગ્યા હતા. 

108માં જ કરાવી પ્રસુતી
દરમ્યાન ઈકો કાર આવી પહોંચતા જ તેમણે મહિલા નયનાબેન સુનિલભાઈ બારૈયાને તપાસતાં તુરંત જ ડીલીવરી કરવી પડે તેવી સ્થિતિ હતી. જેથી મહિલાને ૧૦૮ની ગાડીમાં લઈને ડીલીવરી કરાવી હતી. જો કે બાળક અધુરા માસે જન્મ્યુ હોય ઉંધુ જન્મ્યુ હતુ. જન્મ સમયે જ બાળકીના ધબકારા ખુબ જ ઓછા હોવાનું જાણવા મળ્યું હતુ.

આણંદ હોસ્પિટલમાં લઇ જવાયા
ટીમે તપાસ કરતા બાળક બગાડનું પાણી પી ગયેલાનું ઉજાગર થવા પામ્યું હતુ. જેથી પ્રદિપસિંહે તુરંત જ અમદાવાદ ૧૦૮ના હેડ ઓફિસર ડો. કૃષ્નાબેનની સાથે વાતચીત કરીને તેમની સલાહ લઈને બાળકના મોં વાટેથી સક્સન મશીન દ્વારા બગાડનું પાણી બહાર કાઢવામાં આવ્યું હતુ. ત્યારબાદ સીપીઆર અને બીવીએમ વડે શ્વાસ આપીને બાળકીને ભાનમા લાવી જીવ બચાવી લીધો હતો. ત્યારબાદ સફળતાપુર્વક બન્નેને આણંદની સિવિલ હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરી દેવામાં આવ્યા હતા. આમ, ૧૦૮ની ઈમરજન્સી સેવા દ્વારા વધુ એક પ્રસુતા અને તેના બાળકનો જીવ બચી જવા પામ્યો હતો. ૧૦૮ની ટીમના જણાવ્યા અનુસાર જો સમયસર ડીલીવરી કરાવવામાં આવી ના હોત તો, કાંઈક અજુગતુ બનવાનું પુરેપુરી શક્યતા હતા. જેવો જ ઈમરજન્સી કોલ મળ્યો એ સાથે અમે તમામ તૈયારીઓ સાથે એક્સપ્રેસ હાઈવે ઉપર પહોચી ગયા હતા અને જેવી જ ઈકો કાર દર્દીને લઈને આવી એ સાથે જ સારવાર ચાલુ કરી દીધી હતી અને ૧૦૮માં જ સફળતાપુર્વક ડીલીવરી કરાવી હતી.
અમદાવાદથી શટલ ઈકોમાં આણંદ આવતા હતા
૧૦૮ની ટીમના જણાવ્યા અનુસાર દંપત્તિ મુળ દાહોદ જિલ્લાનું છે, પરંતુ હાલમાં આણંદ રહે છે અને કોઈ કામ અર્થે અમદાવાદ ગયું હતુ, ત્યાંથી અન્ય મુસાફરોની સાથે અમદાવાદ-વડોદરા શટલ ઈકો કારમાં આણંદ આવવા નીકળ્યું હતુ. દરમ્યાન રસ્તામાં જ મહિલાને ૮ માસ બાદ પ્રસુતિની પીડા ઉપડી હતી. જેને લઈને ઈકો કારના ચાલકે તુરંત જ ૧૦૮માં ફોન કરીને મદદ માંગી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.