Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતની 56 ટકા વસતીએ જન્મ બાદ માત્ર ભાજપનું જ શાસન જોયુ છે, જાણો રોચક માહિતી

ભાજપની 182માંથી 156 બેઠકો જીતકોંગ્રેસ 17,AAP 5 બેઠકમાં સમેટાઈગુજરાતના 22 જિલ્લા કોંગ્રેસ મુક્ત16 જિલ્લામાં ભાજપની ક્લીન સ્વીપAAPના 128 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત58 ટકા વસતીએ જન્મ બાદ માત્ર ભાજપનું શાસન જોયું10 વર્ષ બાદ ફરી 15 મહિલા ધારાસભ્યો જીતીપટેલોની 61 પૈકી 55 સીટો ભાજપને મળીગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે.  ભાજપે 182માંથી 156 બેઠકો પર જીત મેળવી છે. આ ચૂંટણીમાં જી
ગુજરાતની 56 ટકા વસતીએ જન્મ બાદ માત્ર ભાજપનું જ શાસન જોયુ છે  જાણો રોચક માહિતી
Advertisement
  • ભાજપની 182માંથી 156 બેઠકો જીત
  • કોંગ્રેસ 17,AAP 5 બેઠકમાં સમેટાઈ
  • ગુજરાતના 22 જિલ્લા કોંગ્રેસ મુક્ત
  • 16 જિલ્લામાં ભાજપની ક્લીન સ્વીપ
  • AAPના 128 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત
  • 58 ટકા વસતીએ જન્મ બાદ માત્ર ભાજપનું શાસન જોયું
  • 10 વર્ષ બાદ ફરી 15 મહિલા ધારાસભ્યો જીતી
  • પટેલોની 61 પૈકી 55 સીટો ભાજપને મળી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે.  ભાજપે 182માંથી 156 બેઠકો પર જીત મેળવી છે. આ ચૂંટણીમાં જીત મેળવવાના મોટા મોટા દાવા કરનારી કોંગ્રેસ 17 બેઠકો અને AAP 5 બેઠકમાં સમેટાઈ છે. આ ચૂંટણીમાં ભાજપે રચેલા ઇતિહાસનું વિશ્લેષણ કરીએ તો અનેક રોચક માહિતીઓ જાણવા મળી છે. 
22 જીલ્લા કોંગ્રેસ મુક્ત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં  ગુજરાતના 22 જિલ્લા કોંગ્રેસ મુક્ત બન્યા છે. ચૂંટણીમાં 16 જિલ્લામાં ભાજપની ક્લીન સ્વીપ જોવા મળી છે. સત્તા મેળવનાના સપના જોનારી AAPના 128 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઇ છે જ્યારે  33 બેઠક પર AAP બીજા ક્રમે રહ્યું છે. 
ભાજપના 10 નેતા 1 લાખથી વધુ મતથી જીત્યા
સૌથી મહત્વની વાત તો એ છે કે વર્ષોથી ગુજરાતમાં શાસન કરનારી કોંગ્રેસના 44 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત પણ જપ્ત થઇ છે. પીએમ મોદીનો જાદુ એટલી હદ સુધી ગુજરાતની જનતામાં છવાયો છે કે  ભાજપના 10 નેતા 1 લાખથી વધુની લીડે જીત્યા છે જ્યારે  41 નેતા 50 હજારથી વધુની લીડે જીત્યા છે. ખુદ  CM ભૂપેન્દ્રભાઈ પટેલ 1.92 લાખના મતેથી જીત્યા છે. 
કોંગ્રેસે વિપક્ષનો દરજ્જો ગુમાવ્યો
બીજી તરફ આ વખતની ગુજરાતની ચૂંટણીમાં અનેક રેકોર્ડ સર્જાયા છે.  કોંગ્રેસે વિપક્ષનો દરજ્જો પણ ગુમાવ્યો છે અને તેને વિપક્ષ માટે જરુરી 19 બેઠકો પણ મળી શકી નથી. ઇતિહાસમાં પહેલી વખત ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે. 42 વર્ષમાં પ્રથમ વખત ભાજપને આટલા બધા સૌથી વધુ મત મળ્યા છે.
PMશ્રી મોદીની જીતનો સ્ટ્રાઈક રેટ 56 ટકા
આ ચૂંટણીમાં PMશ્રી મોદીની જીતનો સ્ટ્રાઈક રેટ 56 ટકા રહ્યો છે. ભૂતકાળમાં કોંગ્રેસના વડાપ્રધાન  ઈન્દિરા ગાંધીનો 52 ટકા સ્ટ્રાઈક રેટનો રેકોર્ડ તૂટ્યો છે અને ભાજપે દેશમાં છઠ્ઠી સૌથી મોટી જીતનો રેકોર્ડ તોડ્યો છે.  સતત સાતમી ચૂંટણી જીતનાર ભાજપ પ્રથમ રાષ્ટ્રીય પાર્ટી બની છે. ભાજપે ગુજરાતમાં  પશ્ચિમ બંગાળના લેફ્ટની બરોબરી કરી છે. છેલ્લા 27 વર્ષથી ભાજપે ગુજરાતમાં  શાસન કર્યું છે અને તેથી કહી શકાય કે  58 ટકા વસતીએ જન્મ બાદ માત્ર ભાજપનું શાસન જોયું છે. 
આ વખતની ચૂંટણીમાં 10 વર્ષ બાદ ફરી 15 મહિલા ધારાસભ્યો જીતી છે અને  પટેલોની 61 પૈકી 55 સીટો ભાજપને મળી છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×