Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નખત્રાણામાં વૃદ્ધ મહિલાના ઘરમાં 32 લાખની ચોરી, જીવનભરની કમાણી તસ્કરો ચોરી ગયા

પશ્ચિમ કચ્છના નખત્રાણામાં એકલા રહેતા વૃદ્ધ ઊંઘતા રહ્યા હતા તે સમયે ચોર 32 લાખના દાગીના ચોરી જતા મામલો પોલિસ મથકે પહોંચ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ નખત્રાણાના પ્રાચી નગર-2માં હીરાબેન રણછોડગીરી ગોસ્વામીના મકાનમાં ચોરીની ઘટના બનવા પામી હતી. વૃદ્ધ બહેન 70 વર્ષના છે. શુક્રવારની રાત્રે 12.30થી  સવારે 5 વાગ્યા વચ્ચે બનાવ બનવા પામ્યો હતો.કુલ 32 લાખની ચોરીવૃદ્ધ મહિલા પોતે એકલા રહેતા હતા 9 મહિનà
નખત્રાણામાં વૃદ્ધ મહિલાના ઘરમાં 32 લાખની ચોરી  જીવનભરની કમાણી તસ્કરો ચોરી ગયા
પશ્ચિમ કચ્છના નખત્રાણામાં એકલા રહેતા વૃદ્ધ ઊંઘતા રહ્યા હતા તે સમયે ચોર 32 લાખના દાગીના ચોરી જતા મામલો પોલિસ મથકે પહોંચ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ નખત્રાણાના પ્રાચી નગર-2માં હીરાબેન રણછોડગીરી ગોસ્વામીના મકાનમાં ચોરીની ઘટના બનવા પામી હતી. વૃદ્ધ બહેન 70 વર્ષના છે. શુક્રવારની રાત્રે 12.30થી  સવારે 5 વાગ્યા વચ્ચે બનાવ બનવા પામ્યો હતો.
કુલ 32 લાખની ચોરી
વૃદ્ધ મહિલા પોતે એકલા રહેતા હતા 9 મહિના પહેલા તેમના પતિ નું અવસાન થયું હતું. પતિની કમાણી પલભર ચોર લઈ ગયા હતા. નખત્રાણા પોલીસ સાથે એલ.સી.બી.અન્ય ટિમો તપાસમાં જોડાઈ હતી. 57 તોલા સોનાના દાગીના 500 ગ્રામ ચાંદી અને રોકડા 2.50 લાખ રોકડા મળી 32 લાખની ચોરી થવા પામી હતી.
રાત્રે 12.30થી  સવારે પાંચ વાગ્યા વચ્ચે બનાવ
પ્રાથમિક તપાસમાં વૃદ્ધ મહિલા રાત્રે 12.30 વાગે બાથરૂમ માટે ઉઠે છે ત્યારે બધું બરાબર હતું સવારે 5 વાગે જુવેછે  તો દરવાજો  ખુલો હતો. મુખ્ય દરવાજા ની માત્ર ઉપર ની કડી હતી જે તૂટેલી હતી. સોનાના દાગીનામાં 8 બગડીથી લઈને હાર, વીંટી, ભગવાનની મૂર્તિ વગેરે ચોરો ચોરી ગયા છે. તપાસ નખત્રાણાના પી.આઈ. ઠુમર ચલાવી રહ્યા છે.
પોલીસ તપાસ શરૂ
પોલીસે આ બનાવમાં આસપાસના વિસ્તારમાં કેમેરા લાગ્યા છે કે  કેમ તેના ફૂટેજ મેળવી રહી છે. વૃદ્ધ મહિલા પાસે કોણ આવતું હતું તેમજ તેના નજીકના વ્યક્તિઓ,પાડોશી કોણ કોણ છે તેની વિગત તપાસવામાં આવી રહી છે. 32 લાખ જેટલી માંતબર રકમની ચોરી એ ખૂબ જ ગંભીર કહી શકાય, હાલમાં શિયાળો ચાલી રહ્યો છે આ સમયે કડકડતી ઠંડીનો લાભ લઈને તસ્કરો પણ સક્રિય બન્યા છે એક પછી એક ચોરીની ઘટના ચિંતાજનક બાબત છે.
રાત્ર  પેટ્રોલિંગ વધે તેવી માંગ
પ્રાચીનગર વિસ્તારમાં 32 લાખની ઘટના એ રહેવાસીઓની ઊંઘ હરામ કરી મૂકી છે,આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સધન બનાવાય તે જરૂરી છે આજે મહિલાના પતિએ રાખેલી 32 લાખની જીવનભરની કમાણી તસ્કરો પલકવારમાં લઈને પલાયન થઈ ગયા હતા. આ વૃદ્ધ  મહિલા ચોરીની ઘટનાના પગલે આશુ રોકી સકાયા ન હતા, સ્થાનિક લોકોના કહેવા મુજબ પોલીસ દ્વારા સત્વરે આ બનાવમાં ભેદ ઉકેલવા માટે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. સાથે સાથે ફરી આ વિસ્તારમાં બનાવ ન બને તે માટે ખાસ દયાન આપવાની જવાબદારી પોલીસ તંત્રની છે,કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા વિસ્તાર આજે વસ્તીની દ્રષ્ટિએ વિકસી રહ્યો છે સોસાયટીઓ પણ બની રહી છે આવી પરિસ્થિતિમાં પેટ્રોલિંગ વધુ કડક બનાવવું જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.