Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવી વિધાનસભામાં 143 કરોડપતિ ધારાસભ્યો, જાણો કેટલીક નવી વાતો

નવી વિધાનસભામાં 143 કરોડપતિ ધારાસભ્યોનવા 182 ધારાસભ્યોની કુલ સંપત્તિ 3 હજાર કરોડથી વધુભાજપના 129,કોંગ્રેસના 13,AAP ના 1 કરોડપતિ ધારાસભ્યનવા ચૂંટાયેલામાં 40 સભ્યો ગુનાહિત ઈતિહાસવાળાભાજપના 27,કોંગ્રેસના 8,AAP ના 2 સભ્ય સામે ગુનાસૌથી વધુ ભાજપના હાર્દિક પટેલ સામે 22થી વધુ કેસનવા ચૂંટાયેલામાં 93 સભ્ય ગ્રેજ્યુએટથી વધુ ભણેલાગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પરિણામો આવી ગયા છે અને જેમાં ભાજપે ક
નવી વિધાનસભામાં 143 કરોડપતિ ધારાસભ્યો  જાણો કેટલીક નવી વાતો
  • નવી વિધાનસભામાં 143 કરોડપતિ ધારાસભ્યો
  • નવા 182 ધારાસભ્યોની કુલ સંપત્તિ 3 હજાર કરોડથી વધુ
  • ભાજપના 129,કોંગ્રેસના 13,AAP ના 1 કરોડપતિ ધારાસભ્ય
  • નવા ચૂંટાયેલામાં 40 સભ્યો ગુનાહિત ઈતિહાસવાળા
  • ભાજપના 27,કોંગ્રેસના 8,AAP ના 2 સભ્ય સામે ગુના
  • સૌથી વધુ ભાજપના હાર્દિક પટેલ સામે 22થી વધુ કેસ
  • નવા ચૂંટાયેલામાં 93 સભ્ય ગ્રેજ્યુએટથી વધુ ભણેલા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પરિણામો આવી ગયા છે અને જેમાં ભાજપે કલ્પના બહારની બેઠકો જીતીને સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આ પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવે તો અનેક રસપ્રદ તારણો જાણી શકાય તેમ છે. 
143 કરોડપતિ ધારાસભ્યો ચૂંટાયા 
તારણો મુજબ નવી વિધાનસભામાં 143 કરોડપતિ ધારાસભ્યો ચૂંટાયા છે અને નવા 182 ધારાસભ્યોની કુલ સંપત્તિ 3 હજાર કરોડથી વધુ છે. સૌથી વધુ માણસાના જયંતિભાઈ પટેલની 661 કરોડ સંપત્તિ છે. ભાજપના 129 અને કોંગ્રેસના 13 તથા AAPના 1 કરોડપતિ ધારાસભ્ય છે. 
 
93 સભ્ય ગ્રેજ્યુએટ
નવા ચૂંટાયેલામાં 93 સભ્ય ગ્રેજ્યુએટથી વધુ ભણેલા છે. ધોરણ-11,12 ભણેલા 39 અને ધો-1થી 10 ભણેલા 50 ધારાસભ્યો છે.  93 ગ્રેજ્યુએટમાંથી 80 ભાજપના,10 કોંગ્રેસના સભ્ય છે. 
40 સભ્યો ગુનાહિત ઈતિહાસવાળા
નવા ચૂંટાયેલામાં 40 સભ્યો ગુનાહિત ઈતિહાસવાળા છે. ભાજપના 27,કોંગ્રેસના 8,AAP ના 2 સભ્ય સામે ગુના છે. સૌથી વધુ ભાજપના હાર્દિક પટેલ સામે 22થી વધુ કેસ છે. 

30 વર્ષથી ઓછી ઉમરના 2 સભ્ય ભાજપમાંથી ચૂંટાયા
30 વર્ષથી ઓછી ઉમરના 2 સભ્ય ભાજપમાંથી ચૂંટાયા છે. જ્યારે 61 વર્ષથી ઉપરના સભ્યોની સંખ્યા 50 અને ભાજપના 47 છે. 131 સભ્યો 31થી 60 વયજૂથના છે જેમાં ભાજપના 107 સભ્યો છે. સૌથી નાની વયના હાર્દિક પટેલ છે જ્યારે 76 વર્ષના યોગેશ પટેલ છે. 

ચૂંટણીમાં 15 મહિલા ધારાસભ્યો જીત્યા
ચૂંટણીમાં 15 મહિલા ધારાસભ્યો જીતી છે. કુલ 138 મહિલાઓ ચૂંટણી મેદાનમાં હતી જેમાં ભાજપમાંથી 17 મહિલા મેદાને હતી અને તેમાંથી14 જીતી છે.જ્યારે કોંગ્રેસમાંથી 14 મહિલા મેદાને હતી અને 1 જીતી હતી. 14મી વિધાનસભામાં કુલ 13 મહિલા ધારાસભ્ય હતા.

ભાજપના માત્ર 7 ધારાસભ્ય ચૂંટણીમાં હાર્યા
વિધાનસભા ચૂંટણીમાં કેટલાક નેતાઓએ ચોંકાવ્યા છે.  AAPના CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી હાર્યા છે જ્યારે  ભાજપ સરકારના 20માંથી 19 મંત્રીઓ જીત્યા છે. જ્યારે માત્ર કાંકરેજ બેઠક પર મંત્રી કિર્તીસિંહ વાઘેલા હાર્યા છે.  સૌથી વધુ કોંગ્રેસના 57 પૈકી 40 ધારાસભ્ય હાર્યા છે. જ્યારે  ભાજપના માત્ર 7 ધારાસભ્ય ચૂંટણીમાં હાર્યા છે.  આ ચૂંટણીમાં 138 પૈકી 15 મહિલાઓની જીત થઇ છે જેમાં  સૌથી વૃદ્ધ 76 વર્ષના યોગેશ પટેલ માંજલપુરથી જીત્યા છે. 61 વર્ષથી ઉપરના કુલ 50 ઉમેદવારોની થઈ જીત થઇ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.