Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

108ની નિ:શુલ્ક સેવા લાખો લોકો માટે બની સંજીવની, વર્ષ 2022માં 12.72 લાખ લોકોને આપી સેવા

રાજ્ય સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા વર્ષ-૨૦૨૨ માં લાખો લોકો માટે સેવાનું માધ્યમ સાબિત થઇ છે. ગત વર્ષે ૩૬૫ દિવસમાં ૧૨ લાખ ૭૨ હજાર ૩૪૩ લોકોએ ૧૦૮ એમ્બ્યુન્લસ  સેવા હેઠળ સ્વાસ્થ્ય સેવાનો લાભ મેળવ્યો છે. પ્રતિ દિન ૩૪૮૫ અને પ્રતિ ક્લાક ૧૪૫ જેટલા કોલ્સ એટેન્ડ કરીને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સ્વાસ્થ્ય સેવા પહોંચતી કરવામાં આવી છે. 1  લાખ 20 હજાર 723  પીડિત દર્દીઓને આકસ્મિક સેવા આપી વધુમાં આ ૧૨ મ
108ની નિ શુલ્ક સેવા લાખો લોકો માટે બની સંજીવની  વર્ષ 2022માં 12 72 લાખ લોકોને આપી સેવા
રાજ્ય સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા વર્ષ-૨૦૨૨ માં લાખો લોકો માટે સેવાનું માધ્યમ સાબિત થઇ છે. ગત વર્ષે ૩૬૫ દિવસમાં ૧૨ લાખ ૭૨ હજાર ૩૪૩ લોકોએ ૧૦૮ એમ્બ્યુન્લસ  સેવા હેઠળ સ્વાસ્થ્ય સેવાનો લાભ મેળવ્યો છે. પ્રતિ દિન ૩૪૮૫ અને પ્રતિ ક્લાક ૧૪૫ જેટલા કોલ્સ એટેન્ડ કરીને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સ્વાસ્થ્ય સેવા પહોંચતી કરવામાં આવી છે. 
1  લાખ 20 હજાર 723  પીડિત દર્દીઓને આકસ્મિક સેવા આપી 
વધુમાં આ ૧૨ મહિના અને ૩૬૫ દિવસમાં રાજ્યના ૧  લાખ ૨૦ હજાર ૭૨૩ પીડિત દર્દીઓને આકસ્મિક સેવા પહોંચાડીને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ખરા અર્થમાં સંજીવની સાબિત થઇને દર્દીઓને નવજીવન આપવામાં સફળ રહી છે. રાજ્યમાં હાલ ૮૦૦ જેટલી ૧૦૮ એમ્બુલન્સ દિવસ – રાત રાઉન્ડ ધ ક્લોક જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં કાર્યરત છે. ગત્ વર્ષે અટેન્ડ કરેલા કુલ કોલ્સમાં ૧૦૮ એમ્બ્યુલન્સનો સરેરાશ રિસપોન્સ ટાઇમ ૧૭ મીનિટ અને ૧૦ સેકન્ડ જેટલો ત્વરિત રહ્યો છે. 
વર્ષ દરમ્યાન ૪,૪૨,૧૪૦ કોલ્સ સગર્ભા બહેનોની પ્રસુતિ માટે આવ્યા 
વર્ષ ૨૦૨૨ માં ૧૦૮ એબ્યુલન્સમાં આવેલા ઇમરજન્સી કોલ્સની વિગતો જોઇએ તો, ૪,૪૨,૧૪૦ કોલ્સ સગર્ભા બહેનોની પ્રસુતિ માટે હોસ્પિટલ પહોંચાડવા ૧,૩૮,૫૨૦ કોલ્સ પેટમાં દુખાવાની તકલીફની ફરિયાદના,  ૧,૪૫,૦૫૩ માર્ગ અકસ્માતની  ઇમરજન્સી અને ૧,૧૯,૦૧૨ અન્ય પ્રકારના અકસ્માતની ઇમરજન્સી ના કૉલ, ૭૩,૮૦૭ જેટલા કોલ્સ શ્વાસ લેવામાં પડેલી તકલીફ ૫૫,૬૦૬ કોલ્સ હ્રદયરોગ સંબંધિત ઇમરજન્સી ,  ૪૯,૧૬૫ જેટલા કોલ્સ ભારે તાવની ફરિયાદ, ૧૫,૯૨૧  કોલ્સ ડાયાબેટીક પ્રોબ્લમ્સ, ૧૧,૦૬૮ કોલ્સ ગંભીર કુપોષણની સમસ્યા સંબધિત,૧૦,૧૧૮ સ્ટ્રોક સંબંઘિત તકલીફ, ૪,૪૭૪ માથામાં દુખાવાની તકલીફ, ૧,૮૯૯ ગંભીર પ્રકારના અકસ્માત, ૧૭૨૮ એલર્જી રીએક્સનની ફરિયાદ,૧૭૩૫ માનસિક રોગ સંબંધિત ફરિયાદ, ૩૪૫૦ કોરોના સંબંધિત અને ૧,૪૨,૪૭૧ જેટલા કોલ્સ અન્ય પ્રકારની તકલીફ ધરાવતા કોલ્સ એટેન્ડ કરીને ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી છે. વધુમાં જોઇએ તો રાજ્યની ૧૦,૦૬૫ જેટલી સગર્ભા બહેનોની પ્રસુતિ પણ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સ્થિતિમાં કરવામાં આવી છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના હસ્તે થયો હતો સેવાનો પ્રારંભ 
અત્રે ઉલ્લેખનીય છે કે,તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશીતાના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં વર્ષ ૨૦૦૭ માં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલના  માર્ગદર્શન હેઠળ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો રીસપોન્સ ટાઇમ ઝડપી બન્યો છે. આજે ૧૦૮ની નિ:શુલ્ક સેવા લાખો લોકો માટે સંજીવની સમાન સાબિત થઇ રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.