Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાંતાના ખાઈવાડ ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત એસટી બસ સેવા શરુ

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની વાત કરવામાં આવે તો આ જિલ્લો સરહદી જિલ્લા તરીકે ઓળખ ધરાવે છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો તરીકે ઓળખ ધરાવે છે. દાંતા તાલુકામાં નાના મોટા 200 કરતાં વધુ ગામો આવેલા છે. દાંતા તાલુકામાં આવેલા બાળકો ભણી શકે તે માટે ગામડાઓ સુધી પ્રાથમિક શાળાઓ પણ બનાવવામાં આવી છે. દાંતા તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારોમા
દાંતાના ખાઈવાડ ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત એસટી બસ સેવા શરુ
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની વાત કરવામાં આવે તો આ જિલ્લો સરહદી જિલ્લા તરીકે ઓળખ ધરાવે છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો તરીકે ઓળખ ધરાવે છે. દાંતા તાલુકામાં નાના મોટા 200 કરતાં વધુ ગામો આવેલા છે. દાંતા તાલુકામાં આવેલા બાળકો ભણી શકે તે માટે ગામડાઓ સુધી પ્રાથમિક શાળાઓ પણ બનાવવામાં આવી છે. દાંતા તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં રહેતા લોકો અભ્યાસ માટે શાળાએ જતા હોય છે અને પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરીને માધ્યમિક શિક્ષણ માટે નજીકમાં આવેલા મોટા ગામોમાં અપડાઉન કરવા જતા હોય છે.દાંતા તાલુકામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા વિવિધ ગામો સુધી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે ત્યારે આઝાદી બાદ પ્રથમ વખત દાંતા તાલુકાના ખાઈવાડ ગામે એસટી બસ સેવા આજથી શરૂ કરાઈ છે. 

આઝાદી ના આટલા વર્ષો વીતી ગયા બાદ પણ ક્યારેય કોઈ બસ સેવા મળી નથી
અંબાજીના એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણે જણાવ્યું કે થોડા દિવસ અગાઉ અંબાજી ડેપો દ્વારા સંચાલીત અંબાજી - હડોલ (ના) ડ્રાઈવર દ્વારા મને જણાવેલ કે હાલ જે ટ્રીપ દાંતા - કાસમપુરા સંચાલિત થાય છે, તે કાસમપુરા થી 1.5 કિમી આગળ ખાઈવાડ ગામ છે જયાં લગભગ 22 વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓ છે પરંતુ આઝાદી ના આટલા વર્ષો વીતી ગયા બાદ પણ ક્યારેય કોઈ બસ સેવા મળી નથી અને તે સેવા આપવાપાત્ર છે. આ બાબત ની ખાત્રી કરવા રૂબરૂ સર્વે કરતા ગ્રામજનો, સરપંચ વગેરે પાસેથી વાત ની સત્યતા જાણી આશ્ચર્ય થયું કે આટલો સારો રોડ અને અંદાજે 800 થી 1000 ની વસ્તી હોવા છતાં બસ સેવા નથી!  વિભાગીય નિયામકના અભિગમને અગ્રેસર કરી આજે આ બસ ને 1.5 કિમિ લંબાવી આપી છે.

લોકોએ  ઢોલ- નગારા સાથે સન્માન અને સ્વાગતનો કાર્યક્રમ કર્યો
ગામમાં એસ.ટી.બસ સેવા શરુ થતાં ગ્રામજનોએ એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કર્યું હતું અને  બસનું સ્વાગત કર્યું. લોકોએ  ઢોલ- નગારા સાથે એક અદભુત સન્માન અને સ્વાગતનો કાર્યક્રમ કર્યો 

એસટી બસ સેવા શરૂ થતા ગામમાં ઉત્સવનો માહોલ
અંબાજી એસટી ડેપોના અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓના મહેનતથી આઝાદી બાદ પ્રથમ વખત ખાયવાડ ગામે એસટી બસ આવતા ગામથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી અને ગામ લોકોમાં પણ ભારે ખુશી જોવા મળી હતી. તાલુકો પહાડી અને અંતરિયાળ વિસ્તાર હોવાથી અમુક ગામો સુધી બસો આવતી હતી, અને જે ગામ સુધી બસ ન આવતી તે ગામના બાળકો ચાલીને જે સ્થળે બસ આવે ત્યાં સુધી જતા હતા એટલે તેમનો સમય બગડતો હતો આ બાબતની ગંભીરતા સમજીને અંબાજી એસટી વિભાગ દ્વારા તાત્કાલિક આજથી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી, આ બાબતને લઈને ગ્રામજનોમાં ભારે ખુશી જોવા મળી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.