Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહેસાણાના ડાગરવા ગામમાં અનોખી લોકર સુવિધા, આ વાંચીને તમે થઇ જશો આશ્ચર્યચક્તિ

ડાગરવા ગ્રામ પંચાયતની અનોખી પહેલખેડૂતોને દવા મુકવા માટે ગામમાં ઉભી કરી લોકર સુવિધાખેતરમાં વપરાતી દવાનો દૂરપયોગ અટકાવવા નિર્ણયઅગાઉ ગામમાં ઝેરી દવા પી લઇ આપઘાતની બની હતી ઘટનાગામમાં લોકર સુવિધા ઉભી કરતા અગમ્ય બનાવો અટકાવવામાં મળી સફળતાવિના મૂલ્યે ખેડૂતો માટે ઉભી કરાઇ લોકર સુવિધાઅંદાજે 162 જેટલા દવા મુકવા બનાવ્યા લોકરઆપણે આપણા મૂલ્યવાન સોના ચાંદીના દાગીના સાચવવા માટે બેંકમાàª
મહેસાણાના ડાગરવા ગામમાં અનોખી લોકર સુવિધા  આ વાંચીને તમે થઇ જશો આશ્ચર્યચક્તિ
  • ડાગરવા ગ્રામ પંચાયતની અનોખી પહેલ
  • ખેડૂતોને દવા મુકવા માટે ગામમાં ઉભી કરી લોકર સુવિધા
  • ખેતરમાં વપરાતી દવાનો દૂરપયોગ અટકાવવા નિર્ણય
  • અગાઉ ગામમાં ઝેરી દવા પી લઇ આપઘાતની બની હતી ઘટના
  • ગામમાં લોકર સુવિધા ઉભી કરતા અગમ્ય બનાવો અટકાવવામાં મળી સફળતા
  • વિના મૂલ્યે ખેડૂતો માટે ઉભી કરાઇ લોકર સુવિધા
  • અંદાજે 162 જેટલા દવા મુકવા બનાવ્યા લોકર
આપણે આપણા મૂલ્યવાન સોના ચાંદીના દાગીના સાચવવા માટે બેંકમાં લોકર રાખતા હોઈ એ છીએ ત્યારે મહેસાણા (Mehsana) જિલ્લાના કડી તાલુકાના ડાંગરવા ગામમાં જંતુનાશક દવા ( Pesticides) લોકર (Locker)માં રાખવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. આ વાત જાણીને તમને નવાઈ તો લાગી હશે જ આવો જાણીએ વધુ માહિતી અમારા આ વિષેશ અહેવાલમાં..

ડાંગરવા ગામમાં લોકરની સુવિધા ઉભી કરવામાં આવી
આપણે આપણા મૂલ્યવાન  દર દાગીનાની સેફટી  માટે વિશ્વાસ પાત્ર બેંકના લોકર બુક કરાવતા હોઈ એ છીએ આ બાબત સામાન્ય છે પણ તમને જાણી ને નવાઈ લાગશે કે ખેડૂતો માટે ખેતીમાં ઉપયોગી જંતુનાશક દવા રાખવા માટે કડી તાલુકાના ડાંગરવા ગામમાં લોકરની સુવિધા ઉભી કરવામાં આવી છે. આજે ચિંતાનો પ્રશ્ન એજ છે કે કુદરતી આફત વચ્ચે ખેડૂતો પોતાનો જીવ ટૂંકાવી દે છે.  એક રિસર્ચ માં ખેડૂતો પોતાન ખેતરમાં ઉપયોગ માં લેવાતી જંતુનાશ દવાનો ઉપયોગ કરીને જીવ ટૂંકાવે છે અને રહી જતું હોય તેમ આ દવા તેમના પરિવારમાં ગેર સમજથી કોઈ બાળક પી ન જાય તેનો ભય ખેડૂતોને ચોક્કસ રહે છે.

 સામુહીક જંતુનાશક સંગ્રહ કેન્દ્રની વ્યવસ્થા
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના 7 હજારની વસ્તી ધરાવતા ડાંગરવા ગામે આગવી પહેલ અને નવતર અભિગમ અપનાવ્યો છે. ગામે ખેડૂતોને એક નવી રાહ ચીંધી છે જેમાં ખાનગી સામાજિક સંસ્થા અને ડાંગરવા ગ્રામ પંચાયતના સહયોગથી ગામમાં સામુહીક જંતુનાશક સંગ્રહ કેન્દ્રના નામે એક જગ્યા પર આ લોકરો મુકવામાં આવ્યા છે. અને ખેડૂત પોતાના ખેતરમાં ઉપયોગમાં લેવાતી દવાનો ઉપયોગ બાદ ખેડૂતો પોતાની જંતુનાશક દવાઓ આ લોકરમાં મૂકી રાખે છે. અને ખેતરમાં ડાયરેક્ટ તેનો ઉપયોગ કરે છે. લોકરની ચાવી ખેડૂતો પોતાની પાસે જ રાખે છે.જેની નોંધ એક મસ્ટરમાં પડે છે જેમાં એક વ્યક્તિની નિમણુંક કરવામાં આવી છે.

અઘટિત બનાવ અટકાવવા 162 લોકર બનાવાયા
મહત્વનું છે કે ગામમાં અગાઉ બે યુવાનો દ્વારા જંતુનાશક દવા પીને આપઘાતની ઘટના ઘટી હતી. ત્યારે ગામમાં ફરી આવી કોઇ ઘટના ન બને તે માટે આગળ આવી અને ખાનગી એન.જીઓ ના પ્રયાસ થકી 162 જેટલા લોકર અહીં રાખવામાં આવ્યા છે. જેમાં 111 જેટલા લોકર હાલમાં ભરાઈ ગયા છે અને ખેડૂતો આ નવતર અભિગમ ને આવકારી રહ્યા છે.
ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા 
આમ તો આપે બેંકમાં આવા તોતિંગ લોકર જોયા હશે અને તેમાં મોટી રકમ ભરીને દાગીના મુકવા માટે આ લોકરોનો ઉપયોગ કરી જાણ્યો હશે પરંતુ આ લોકર કોઈ ના જીવ બચાવી શકે તે માટેના પ્રયાસ આ ગામ દ્વારા કરવામાં આવ્યા છે જેમાં જગતનો તાત જંતુનાશક દવાઓ મુકી શકે તે માટે આ લોકર ને તૈયાર કર્યા છે જાણી ને નવાઈ લાગશે પણ આ ગામે એક નવો ચીલો ચાતર્યો છે જેમાં આ લોકરમાં દાગીના નહીં પણ દવા મુકવામાં આવે છે અને કડી તાલુકાના ડાંગરવા ગામમાં જંતુનાશક દવાઓ મુકવા માટે સ્પેશિયલ લોકરમાં ચાવી સહીત ના લોક તૈયાર કર્યા છે જેનો ઉપયોગ ખેડૂતો આજે હોસે હોસે કરે છે.
આપઘાતની સમસ્યાને નિવારી શકાય 
ક્ષણિક વારનો ગુસ્સો જીવલેણ સાબિત થતો હોય છે ત્યારે ડાંગરવા ગામની આ લોકરની સુવિધા અને  આ પહેલ જો અન્ય ગામોમાં ઉભી કરવામાં તો આપઘાતની ઘટના ચોક્કસથી નિવારી શકાય છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.