જંબુસર તાલુકાના કાવી ગામમાં પશું ચોર ગેંગ સક્રિય
જંબુસર તાલુકાના કાવી ગામમાં પશું ચોર ગેંગ સક્રિયવહેલી સવારે ૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધીનો બનાવએક બકરીના નાના નાના ૩ બચ્ચાઓ મુકી દોરડું કાપી લઇ ગયાંકહેવાય છે ને કે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે હવે પશુઓ પણ સુરક્ષિત નથી. ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં પુનઃ એક વાર પશુ તસ્કર ટોળકી સક્રિય બની હોય તેમ ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે મોડીરાત્રીએ બાંધવામાં આવેલા પશુઓ પશુ ચોàª
- જંબુસર તાલુકાના કાવી ગામમાં પશું ચોર ગેંગ સક્રિય
- વહેલી સવારે ૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધીનો બનાવ
- એક બકરીના નાના નાના ૩ બચ્ચાઓ મુકી દોરડું કાપી લઇ ગયાં
કહેવાય છે ને કે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે હવે પશુઓ પણ સુરક્ષિત નથી. ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં પુનઃ એક વાર પશુ તસ્કર ટોળકી સક્રિય બની હોય તેમ ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે મોડીરાત્રીએ બાંધવામાં આવેલા પશુઓ પશુ ચોર તસ્કરી કરી જતા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે ત્રણ બચ્ચા સહિત ૧૦થી વધુ બકરાઓની ચોરી થતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે
પશુ ચોર ટોળકી પણ બેફામ બની રહી છે
ભરૂચ જિલ્લામાં હવે પશુ ચોર ટોળકી પણ બેફામ બની રહી છે. ઘર આંગણે બાંધવામાં આવતા પશુઓ પણ હવે સુરક્ષિત નથી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના મોટા ચકલા વિસ્તારમાં પોતાના ઘર આંગણે જ પશુપાલકે બકરા ખીલે બાંધ્યા હતા જેમાં ૧૦થી વધુ બકરા અને બકરીઓની ચોરી થઈ છે.
પશુપાલકો માંગ કરી રહ્યા છે
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં બકરા ચોરીની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે પોલીસ પણ નાઇટ પેટ્રોલિંગમાં રહી બકરા ચોરી કરતી ટોળકીને ઝડપી પાડે તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે કારણ કે બકરા ચોરી પાછળ તેના બચ્ચાઓ પણ હવે નિરાધાર બન્યા છે.
બકરી ઇદ પૂર્વે ચોરી
દર વર્ષે બકરી ઈદનો તહેવાર આવવાનો હોય તે પૂર્વે જ ઘર આંગણે બાંધવામાં આવેલા બકરાઓની ચોરી થતી હોવાની ફરિયાદો સામે આવતી હોય છે ત્યારે આગામી દિવસો એટલે કે બે મહિના પછી બકરા ઈદ આવવાની છે અને તે પૂર્વે જ ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં બકરા ચોર ટોળકી સક્રિય થઈ ગઈ હોય અને ૧૦થી વધુ બકરાની ચોરી થતા ફરી એકવાર પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement