જેતલસર નજીક સોરઠ હોટલના કર્મચારીઓ અને એસટીના ડ્રાઈવર-કંડક્ટર વચ્ચે મારામારી
રાજકોટ એસ.ટી. ડિવિઝનની દીવ રૂટની એસટી (ST) બસના ડ્રાઈવર-કંડક્ટર અને જેતપુરના જેતલસર નજીક આવેલ સોરઠ હોટેલના કર્મચારીઓ વચ્ચે પૈસાની બાબતે મારામારી થયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મારામારી મામલે તાલુકા પોલીસ(police) તપાસ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ-દીવ રૂટની એસટી બસના ડ્રાઈવર દ્વારા જેતપુરના જેતલસર નજીક આવેલી સોરઠ હોટલ ખાતે ચા-નાસ્તા તેમજ જમવા માટે હોલ્ટ કરવામાં આવ્યો
Advertisement
રાજકોટ એસ.ટી. ડિવિઝનની દીવ રૂટની એસટી (ST) બસના ડ્રાઈવર-કંડક્ટર અને જેતપુરના જેતલસર નજીક આવેલ સોરઠ હોટેલના કર્મચારીઓ વચ્ચે પૈસાની બાબતે મારામારી થયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મારામારી મામલે તાલુકા પોલીસ(police) તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ-દીવ રૂટની એસટી બસના ડ્રાઈવર દ્વારા જેતપુરના જેતલસર નજીક આવેલી સોરઠ હોટલ ખાતે ચા-નાસ્તા તેમજ જમવા માટે હોલ્ટ કરવામાં આવ્યો હતો. જો કે રાજકોટ એસટીના ટેન્ડરની જોગવાઈ મુજબ, હોટલ સંચાલકોએ 240 રૂપિયા એસટીને ચૂકવવાના હોય છે. જે પૈસા લેવા માટે કંડક્ટર ગયા, ત્યારે હોટલના કર્મચારીઓ સાથે માથાકૂટ થઈ હતી.જે પછી હોટલ સંચાલક અને હોટલ કર્મચારીઓએ ડ્રાઇવર કંડકટરને માર માર્યો હતો. સામે તરફેથી પણ મારામારી થઇ હતી.એસટી બસના ડ્રાઇવરે પોલીસને જાણ કરી હતી.
તે પછી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે જુનાગઢની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા જ જેતપુર તાલુકા પોલીસનો સ્ટાફ ઇજાગ્રસ્તોના નિવેદન લેવા જુનાગઢ હોસ્પિટલે પહોેંચ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.