Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ પાલિકાનો સપાટો, હરિહર કોમ્પ્લેક્સમાં 280થી વધુ દુકાનો સીલ

ભરૂચના હરિહર કોમ્પ્લેક્સમાં 280થી વધુ દુકાનો સીલફાયર એનઓસી માટે નોટિસ આપ્યા છતાં ફાયર સુવિધા ન થતાં નગરપાલિકા દ્વારા સીલ કરાઇઝાડેશ્વરના હરિહર કોમ્પલેક્ષમાં દુકાનો સહિત ટ્યુશન ક્લાસીસો સીલ કરવામાં આવતા લોકોમાં રોષરાત્રિના સમયે વેપારીઓએ દુકાન બંધ કરતા જ નગરપાલિકાએ ત્રાટકી બંધ થઈ રહેલા શટરોને સીલ માર્યા..ફાયર એનઓસી વિના સીલ મારવામાં આવતા વેપારીઓનો મેળાવડો જામ્યો..હરિહર કોમ્à
ભરૂચ પાલિકાનો સપાટો  હરિહર કોમ્પ્લેક્સમાં 280થી વધુ દુકાનો સીલ
  • ભરૂચના હરિહર કોમ્પ્લેક્સમાં 280થી વધુ દુકાનો સીલ
  • ફાયર એનઓસી માટે નોટિસ આપ્યા છતાં ફાયર સુવિધા ન થતાં નગરપાલિકા દ્વારા સીલ કરાઇ
  • ઝાડેશ્વરના હરિહર કોમ્પલેક્ષમાં દુકાનો સહિત ટ્યુશન ક્લાસીસો સીલ કરવામાં આવતા લોકોમાં રોષ
  • રાત્રિના સમયે વેપારીઓએ દુકાન બંધ કરતા જ નગરપાલિકાએ ત્રાટકી બંધ થઈ રહેલા શટરોને સીલ માર્યા..
  • ફાયર એનઓસી વિના સીલ મારવામાં આવતા વેપારીઓનો મેળાવડો જામ્યો..
  • હરિહર કોમ્પ્લેક્સની દુકાનોના વેપારીઓને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાના વેપારીઓના આક્ષેપ..
ભરૂચ નગરપાલિકા (Bharuch Municipality) દ્વારા ફાયર એનઓસી (Fire NOC) વિનાના શોપિંગ સેન્ટરોની દુકાનોને સીલ મારવાનો સીલસીલો યથાવત રહ્યો છે. ગત મોડી રાત્રીએ વેપારીઓએ પોતાની દુકાન રાબેતા મુજબ બંધ કરતાની સાથે જ ભરૂચ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે પહોંચી સીલ મારવાની કામગીરી કરતા વેપારીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને નોટીસ આપવા છતાં પણ ફાયર એનઓસી ન હોવાના કારણે સીલ મારવામાં આવી રહ્યો હોવાની ઘટનાના પગલે વેપારીઓનો મેળાવડો જામ્યો હતો.
 ફાયર એનઓસી વિનાના શોપિંગ સેન્ટરમાં સીલની કાર્યવાહી
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા હરીહર કોમ્પ્લેક્સમાં ગતરાત્રિના સમયે વેપારીઓ પોતાની દુકાનોને રાબેતા મુજબ બંધ કરી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન જ અચાનક નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ આવી પહોંચી હતી અને બંધ દુકાનના શટરો ઉપર સીલ મારવાની કામગીરી કરી હતી જેના પગલે શોપિંગ સેન્ટરના વેપારીઓમાં પણ કુતુહલ સર્જાયું હતું.વેપારીઓની દુકાનને સીલ મારવાની કામગીરી કરી રહેલા અધિકારીઓને વેપારીઓએ સીલ કેમ મારો છો તેમ કહેતા આ શોપિંગ સેન્ટરના વેપારીઓને વારંવાર નોટિસો ફાયર એનઓસી માટે આપવામાં આવી છે છતાં પણ ફાયર એનઓસી લેવામાં આવી નથી અને ફાયર એનઓસી વિનાના શોપિંગ સેન્ટરમાં હરિહર શોપિંગ સેન્ટર નો સમાવેશ હોવાના કારણે શોપિંગ સેન્ટરમાં રહેલી 280 દુકાનોને સીલ મારવામાં આવી રહ્યા છે .

5 કલાકમાં 280 દુકાનો સીલ 
 આ શોપિંગ સેન્ટરમાં કેટલાક ખાનગી ટ્યુશન ક્લાસીસો છે તેમાં ફાયર એનઓસી છે પરંતુ સંપૂર્ણ શોપિંગ સેન્ટર ફાયર એનઓસી વિનાનું હોવાના કારણે ફાયર એનઓસી વાળા ટ્યુશન ક્લાસીસોને પણ બંધ રાખવાનો આદેશ અપાયો છે જ્યાં સુધી શોપિંગ સેન્ટરમાં ફાયર એનઓસી નહીં આવે ત્યાં સુધી શોપિંગ સેન્ટરની દુકાનો ખોલવામાં નહીં આવે તેમ અધિકારીઓએ જણાવતા 280 વેપારીઓએ રસ્તા ઉપર ઉતરી આવી સીલની કામગીરી કરી રહેલા અધિકારીઓ સાથે ઘર્ષણ કર્યું હતું પરંતુ છતાં પણ અધિકારીઓએ 280 દુકાનોને પાંચ કલાકમાં જ સીલ મારી દીધા હતા.

વેપારીઓમાં આક્રોષ
હરિહર શોપિંગ સેન્ટરની દુકાનોને સીલ મારવામાં આવતા એક મહિલા વેપારી રડી પડી હતી અને રોજગારી છીનવાઈ ગઈ હોવાનો આક્ષેપ તેણીએ કર્યો હતો. એક જ શોપિંગ સેન્ટરની 280 દુકાનોને સીલ મારવામાં આવતા વેપારીઓએ પણ નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા. માત્ર હરિહર કોમ્પલેક્ષની દુકાનોને સીલ મારવામાં આવતું હોય અને એક ટાર્ગેટ બનાવીને ખોટી રીતે હેરાનગતિ કરવા માટે વેપારીઓને પરેશાન કરવા અને તેમની રોજગારી છીનવાઇ જાય તેવા કૃત્યો કરી વેપારીઓની દુકાનોની સીલ મારવામાં આવી હોવાના આક્ષેપ એક વેપારીએ કર્યા હતા

ફાયર સેફ્ટીના સાધનો ન હોવાના કારણે સીલ
હરિયર શોપિંગ સેન્ટરના સંપૂર્ણ શોપિંગ સેન્ટર અને દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. નગરપાલિકાના ફાયર સુપ્રિટેન્ડેન્ટ ચિરાગદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ શોપિંગ સેન્ટરના લોકોને ચાર થી પાંચ વખત ફાયર એનઓસી માટે નોટિસ આપવામાં આવી છે પરંતુ ફાયર એનઓસી ન લેતા હોય અને ફાયર સેફ્ટીના સાધનો ન હોવાના કારણે સુરત ફાયર ઝોનમાંથી શોપિંગ સેન્ટરને સીલ મારવાનું હુકમ થયો હોવાના કારણે સંપૂર્ણ શોપિંગ સેન્ટરની 280 દુકાન સાથે ટ્યુશન ક્લાસીસોને પણ બંધ કરવામાં આવ્યા છે
વાલીઓમાં પણ રોષ 
આ દુકાનો સાથે પાંચથી સાત ખાનગી ટ્યુશન ક્લાસીસો પણ બંધ કરાવવામાં આવ્યા છે. માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા છે અને તેવા સમયમાં નગરપાલિકાએ ટ્યુશન ક્લાસીસો બંધ કરાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા હોવાના આક્ષેપો પણ ટ્યુશન ક્લાસીસના શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓએ કર્યા છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.