અંબાજી મંદિરમાં લગ્ન કંકોત્રી ચઢાવનાર નવદંપતીને મા અંબાના આશીર્વાદ રૂપે શુભેચ્છા કીટ આપવામાં આવી
અહેવાલ---શક્તિસિંહ રાજપુત, અંબાજી
યાત્રાધામ અંબાજી ખાતે વર્ષે સવા કરોડથી વધુ માઇ ભક્તો દર્શનાર્થે પધારે છે. અંબાજી ખાતેની સુખ સુવિધાઓમાં વધારો થતાં યાત્રાળુઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો રહે છે. માના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પોતાના ઘરે કોઈ શુભ પ્રસંગ કે લગ્ન પ્રસંગ હોય તો માતાજીને પોતાના પ્રસંગમાં આમંત્રણ આપવા સૌથી પહેલી કંકોત્રી માતાજીના ભંડારમાં પધરાવતા હોય છે.
શ્રદ્ધાળુઓ ભક્તિભાવ પૂર્વક માં જગદંબાના ચરણોમાં પોતાના ઘરના શુભ પ્રસંગોએ માં જગદંબાને આમંત્રિત કરે છે. અંબાજી ગુજરાત અને દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે અને આ ધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આજે અંબાજીના ભગાભાઈ પટેલ પોતાની પુત્રીના લગ્ન 12 મેના રોજ હોઈ તેમને લગ્નની પહેલી પત્રિકા અંબાજી મંદિરમાં ટેમ્પલ ઇન્સ્પેક્ટરને આપી હતી અને અંબાજી મંદિર દ્વારા તેમને કીટ આપવામાં આવી હતી આ કીટની તેમને અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરાઈ હતી.
માતાજીને અર્પણ કરાયેલ લગ્નપત્રિકાને ટ્રસ્ટ ધ્વારા અંબાજી મંદિર પાછળ ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી ખાતે રૂબરૂમાં સ્વીકારવામાં આવે છે. રૂબરૂમાં આપેલ કંકોત્રીની અંબાજી મંદિર ખાતે નોધણી કરવાની શરૂઆત આજથી કરવામાં આવી છે. માં જગદંબાના શુભાશિષ રૂપે અંબાજી ટ્રસ્ટ ધ્વારા માતાજીના આશીર્વાદ યાત્રાળુઓને પ્રાપ્ત થાય તે હેતુથી શુભેચ્છા કીટ આપવામાં આવી. આજે અંબાજીના ભગાભાઇ પટેલે પોતાની પુત્રીના લગ્ન પ્રસંગે અંબાજી મંદિર ખાતે પત્રીકા આપી હતી.
અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા પત્રિકા સામે કીટ આપવામાં આવી હતી. આ કીટમાં નવદંપતીને આશીર્વાદ રૂપ માતાજીને ચડાવેલ કંકુ, રક્ષા પોટલી, પ્રસાદ, માતાજીનું સ્મૃતિચિન્હનો સમાવેશ કરવામાં આવેલ છે. જગદજનની માં જગદંબા શ્રદ્ધાળુઓના માંગલિક શુભ પ્રસંગે સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય અર્પે તેવી અભ્યર્થના દેવસ્થાન ટ્રસ્ટ ધ્વારા પાઠવવાની શરૂઆત આજથી કરાઇ છે આ શુભેચ્છા કીટ માતાજીના આશીર્વાદ રૂપે તા.01-05-2023 થી માઈ ભક્તોને ઉપલબ્ધ થઈ છે. આમ પ્રથમ કીટ ભગાભાઈ પટેલને મળી હતી.