ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Valsad: ઝાડી ઝાંખરામાંથી ત્રણથી પાંચ મહિનાનું નવજાત શિશુ મળી આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

Valsad: વલસાડના ધરમપુર રોડ પર બોદલાઈ ગામ નજીક આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. નવજાત બાળકી નહીં પરંતુ છોકરો ત્યજેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
08:18 PM Nov 08, 2024 IST | VIMAL PRAJAPATI
Valsad
  1. વલસાડ ધરમપુર રોડ પર બોદલાઈ ગામ નજીકની ઘટના
  2. ત્રણથી પાંચ મહિનાના નવજાત બાળક ઝાડી ઝાંખરામાં થી મલી આવ્યું
  3. નવજાત બાળકી નહીં પરંતુ નવજાત છોકરો ત્યજેલી હાલતમાં મળતા ચકચાર

Valsad:જમાનો અત્યારે અપરાધી કાર્યોમાં હદ વટાવી રહ્યું છે. વલસાડમાં ઝાડી ઝાંખરામાંથી નવજાત શિશુ મળી આવ્યું છે. વલસાડના ધરમપુર રોડ પર બોદલાઈ ગામ નજીક આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. નવજાત બાળકી નહીં પરંતુ છોકરો ત્યજેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે અત્યારે સમગ્ર પંથકમાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. આખરે કોણ અહીં નવજાત બાળકને મૂકી ગયું?

આ પણ વાંચો: Bhavnagar: ડૉક્ટર સાથે બની Honey Trap ની ઘટના, નગ્ન વીડિયો બનાવી માંગ્યા અધધ રૂપિયા

શા માટે એક માતાને પોતાના બાળકને ત્યજવું પડ્યું?

નોંધનીય છે કે, બાઈક ચાલકને બાળકના રડવાનો અવાજ આવતા હકીકત બહાર આવી છે. અત્યારે પોલીસની દેખરેખમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે. બાળકના વાલી વારસને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. આખરે શા માટે માતા-પિતાએ પોતાના નવજાત બાળકને ત્યજી દીધું? આ મામલે અનેક પ્રકારની અટકળો વર્તાઈ રહીં છે પરંતુ સાચી વાત તો પોલીસ તપાસ કરે ત્યાર બાદ જ બહાર આવશે.

આ પણ વાંચો: બનાસકાંઠાને લાંછન લગાડતી ઘટના, અંબાજી નજીક 15 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ

પોલીસ તપાસ બાદ જ સમગ્ર વિગતો સામે આવશે

વલસાડના ધરમપુર રોડ પર આ ઘટના બની છે. આ તો ઠીક છે એક રાહદારીને બાળકના રડવાનો અવાજ સંભળાયો બાકી જો કોઈને જાણ ના થઈ હોત તો માસૂમ બાળકનું મોત પણ થઈ ગયું હોત! ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે લોકોએ અનેક પ્રકારની ચર્ચા આરંભી છે. એક જનેતાએ શા માટે પોતાના બાળકને ત્યજવું પડ્યું? આમાં બાળકની માતા જવાબદાર હશે કે પછી પિતા? ચર્ચા તો અનેક પ્રકારની થઈ રહીં છે પરંતુ સાચી હકીકત સામે આવી નથી. પોલીસ સમગ્ર મામલે સઘન તપાસ હાથ કરે ત્યારે સમગ્ર વિવતો જાણવા મળશે.

આ પણ વાંચો: CR પાટીલનાં કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું - કલમ 370 હટાવ્યા બાદ..!

Tags :
GujaratGujarati NewsLatest Gujarati Newsnewborn baby in Valsadnewborn childValsadvalsad newsVimal Prajapati
Next Article