Navsari : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું- એક સમયે નવસારી ઘસાતું હતું પરંતુ, મનપા બન્યા બાદ..!
- Navsari મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ
- અંદાજિત 14.94 કરોડનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
- મનપા બન્યા બાદ હવે મુખ્ય શહેર બનશે તેવો મારો વાયદો : CR પાટીલ
Navsari : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ (CR Patil in Navsari) આજે નવસારીની મુલાકાતે છે. દરમિયાન, તેમણે NMC દ્વારા અંદાજિત 14.94 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું છે. ઉપરાંત, તેમનાં હસ્તે નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઈટનું લોન્ચિંગ પણ કરાયું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સફાઈ કામદારોનાં સન્માન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.
અંદાજિત 14.94 કરોડનાં વિકાસકાર્યોનું સી.આર.પાટીલનાં હસ્તે ખાતમુહૂર્ત-લોકાર્પણ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ એક વાર ફરી નવસારીની મુલાકાતે (CR Patil in Navsari) છે. આજે તેમણે નવસારીનાં લોકોને કરોડોનાં વિકાસકામોની ભેટ આપી છે. NMC દ્વારા અંદાજિત 14.94 કરોડનાં વિકાસકાર્યોનું સી.આર.પાટીલનાં હસ્તે ખાતમુહૂર્ત-લોકાર્પણ થયું છે. સાથે જ નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઈટનું લોન્ચિંગ પણ થયું છે. અંદાજિત 1.5 કરોડનાં રેન વોટર હાર્વેસ્ટિંગ (Rainwater Harvesting) કાર્યોનું ખાતમુર્હૂત પણ થયું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સફાઈ કામદારોનું સન્માન કરાશે. આ કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું કે, એક સમય હતો નવસારી ઘસાતું જતું હતું. પરંતુ, મનપા અને પીએમ મિત્રા પાર્ક બન્યા બાદ હવે મુખ્ય શહેર બનશે તેવો મારો વાયદો છે.
આ પણ વાંચો - Aravalli : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 282 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નાગરિકોને મળશે આ સુવિધા
369 જેટલા ગામડાઓમાંથી વર્ષો જૂનો કચરો ઉપાડ્યો છે : CR પાટીલ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે વધુમાં કહ્યું કે, એક સમયે નવસારી શહેર અને જિલ્લામાં ગંદકી ખૂબ હતી. PM નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendrabhai Modi) એકવાર ટકોર પણ કરી હતી. ત્યાર બાદથી 369 જેટલા ગામડાઓમાંથી વર્ષો જૂનો કચરો ઉપાડ્યો છે. કચરો ઉપાડીને નાનામાં નાના ગામડામાંથી ગંદકી દૂર કરાઈ છે. કલેક્ટર અને DDO એ પણ સારી મહેનત કરી છે. સી.આર. પાટીલે આગળ કહ્યું કે, બધાને એવું છે કે રસ્તા પહોળા થવા જોઇએ પરંતુ, દબાણ કરેલો ઓટલો ન તૂટવો જોઇએ, આવી માનસિકતા છે. તેમણે કહ્યું કે, દિવ્યાંગો માટે ના સૌથી મોટો કાર્યક્રમ આપણા નવસારીમાં (Navsari) થયો હતો. એક કાર્યક્રમમાં ત્રણ રેકોર્ડ થયા એવું નવસારી છે.
આ પણ વાંચો - Sanand : ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાનાં 108 કુંડીનાં મહાયજ્ઞનું આયોજન, વાંચો વિગત
'ગાંધીજીએ જે પણ સત્યાગ્રહ કે આંદોલન કર્યા તેમાં કાયદો નહોતો તોડ્યો'
તેમણે આગળ કહ્યું કે, ગાંધીજીએ જે પણ સત્યાગ્રહ કે આંદોલન કર્યા તેમાં કાયદો નહોતો તોડ્યો. દાંડી એક ઐતિહાસિક સ્થળ છે. મોદી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ 150 કરોડ રૂપિયા એને ડેવલપ કરાયું છે. આવનારા દિવસોમાં એ માર્ગ પણ મોટો કરીશું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે વધુમાં જણાવ્યું કે, રૈન વોટર હાર્વેસ્ટિંગનાં 12 લાખથી વધુ સ્ટ્રક્ચર પૂરા થયા છે. આવનારી પેઢી માટે પાણી બચાવવું જોઈએ.
આ પણ વાંચો - Valsad : વલસાડમાં રાષ્ટ્રગીતનાં અપમાન મુદ્દે BJP નેતાનાં કોંગ્રેસ પર આકરા પ્રહાર