Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Navsari શહેર થયું જળબંબાકાર, પૂર્ણા નદીની સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો

Navsari: નવસારીમાં વરસાદે ભારે કહેર વર્તાવ્યો છે. મળતી વિગતો પ્રમાણે અહીં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain) થઈ રહ્યો છે, જેના કારણે અત્યારે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, અત્યારે નવસારી શહેર જળબંબાકાર થયું છે. એટલું...
navsari શહેર થયું જળબંબાકાર  પૂર્ણા નદીની સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો

Navsari: નવસારીમાં વરસાદે ભારે કહેર વર્તાવ્યો છે. મળતી વિગતો પ્રમાણે અહીં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain) થઈ રહ્યો છે, જેના કારણે અત્યારે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, અત્યારે નવસારી શહેર જળબંબાકાર થયું છે. એટલું જ નહીં નવસારી (Navsari) શહેરના રિંગરોડના મછીમાર્કેટ ખાતે પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે સાથે સુરત નવસારી સ્ટેટ હાઇવેને અત્યારે અવર જવર માટે બંધ કરાયો છે. ભારે વરસાદને પગલે અત્યારે પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

Advertisement

શહેરના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા

નવાસારી (Navsari) જિલ્લામાં અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદે અત્યારે શહેરમાં ભારે તારાજી સર્જી છે. જેના લીધે નિચાણવાળા વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે. નોંધનીય છે કે, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અત્યારે ત્યાના લોકોને ઉપરના વિસ્તારમાં લઈ જવા માટે તંત્ર દ્વારા કામગારી હાથ ધરી દેવામાં આવી છે. ભારે વરસાદને લઈને અત્યારે નવસાની વહીવટી તંત્ર સત્વરે એલર્ટ થઈ ગયું છે. આ સાથે સાથે તકેદારીના ભાગરૂપે કોઈ જાનહાની કે દુર્ઘટના ના સર્જાય તેના માટે પોલીસ દ્વારા સુરત-નવસારી હોઈવેને બંધ કરી દેવામાં આવ્યો છે.

ભારે વરસાદે નવસારી શહેરને કર્યું પાણી-પાણી

અત્યારે પૂર્ણા નદીએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણ શહેરમાં પણ પાણી આવી ગયા છે. નવસારી સાથે સાથે ઉપરવાસમાં ભારે વરસાદ થતા નદીના પાણીમાં વધારે થયો હોય તેવું લાગી રહ્યું છે. જો કે, અત્યારે વરસાદ ઓછો થતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. મળતી જાણકારી પ્રમાણે અત્યારે આખું નવસારી શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેના કારણ શહેરના લોકોને ભારે હાલાકી પડી રહીં છે. જો કે, તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં ચાંદીપુરાનો કહેર, રાજકોટમાં એક 11 વર્ષીય બાળકીનું નીપજ્યું મોત

આ પણ વાંચો: Gujarat: ક્યાં કેટલો વરસ્યો વરસાદ? ક્યાંક ધોરમાર તો ક્યાંક મેઘાએ કર્યા છે રિસામણા!

આ પણ વાંચો: Bharuchથી દહેજ શ્રમિકોને લઇને જતી બસને નડ્યો અકસ્માત, કર્મચારીઓ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા

Tags :
Advertisement

.