ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Dediapada: ‘અમારું પણ પુષ્પા-3 આવવાનું જ છે’ ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા તેવર

Dediapada: ધારાસભ્ય સામે અંકલેશ્વર જીઆઈડીસી અને રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાત કરી છે
05:59 PM Dec 12, 2024 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Special conversation With Chaitar vasava
  1. 'પુષ્પા' ફિલ્મની સ્ટાઈલમાં ચૈતર વસાવાનો આકરો અંદાજ
  2. અમારું પણ પુષ્પા-3 આવવાનું જ છેઃ ચૈતર વસાવા
  3. ભ્રષ્ટ અધિકારીઓનો ઉધડો કાઢીશું:ચૈતર વસાવા
  4. ઘરે રિટાયર્ડ થઈ બેઠા હશે તો પણ ઉધડો કાઢીશું:ચૈતર વસાવા

Special conversation With Chaitar vasava: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પર 24 કલાકમાં બે ફરિયાદો થઈ હોવાનું અત્યાપે ચર્ચાઈ રહ્યું છે. ધારાસભ્ય સામે અંકલેશ્વર જીઆઈડીસી અને રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાત કરી છે. નોંધનીય છે કે, ‘પુષ્પા’ જેવી ફિલ્મી સ્ટાઈલમાં ચૈતર વસાવાનો આકરો અંદાજ જેવા મળ્યો છે. તેમણે કહ્યું કે, ‘સરકાર બદલાતી રહેશે, ચૈતર વસાવા ઝુકેગા નહીં’.

આ પણ વાંચો: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આદિજાતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનાં નાણા પણ ચાઉં કર્યા!

ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાત

ચૈતર વસાવાએ કહ્યું કે, અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના પી.એસ.આઇ જે ફરિયાદી બન્યા છે તેની પોલીસ ચોકીની બાજુમાં વિદેશી દારૂ વેચાતો હોવાના વીડિયો કોર્ટમાં રજુ કરવામાં આવશે. ‘પુષ્પા રાજ 2’ બાદ ‘પુષ્પા 3’ આવવાનું છે અને એટલે જ ચૈતર પણ જુકેગા નહીં.’ વધુમાં કહ્યું કે, ‘ભરૂચ નર્મદા જિલ્લામાં દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર સમર્થકો સાથે જનતા રેડ કરાશે’.

આ પણ વાંચો: Gir Somnath: ઇકો ઝોનનો મામલો ગરમાયો, વિરોધ માટે ગીર પંથકમાં યોજાઈ રહી છે ખાટલા બેઠક

ચૈતર વસાવા સામે 24 કલાકમાં 2 ફરિયાદ નોંધાઈ છે

ચૈતર વસાવાએ કહ્યું છે કે અમે ભ્રષ્ટ અધિકારીઓનો ઉધડો કાઢીશું. એટલું જ નહીં પરંતુ ઘરે રિટાયર્ડ થઈ બેઠા હશે તો પણ ઉધડો કાઢીશું. ગોરા અંગ્રેજો પણ પદયાત્રાની પરવાનગી આપતા હતા. જો કે, અમે આ અંગ્રેજોથી અમે દબાવાના નથી. આવી રીતે તેમણે પોતાનું આકરો અંદાજ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં પરંતુ જે ફરિયાદી બન્યા છે તેની પોલીસ ચોકીની બાજુમાં જ દારૂ વેચાય છે તેના વીડિયો અંગે પણ કહ્યું કે અમે આ મામલે કોર્ટમાં જવાના જ છીએ. નોંધનીય છે કે, ચૈતર વસાવા સામે અંકલેશ્વર GIDC, રાજપારડીમાં થઈ છે ફરિયાદ

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

Tags :
Chaitar Vasava Special conversationDediapada MLA Chaitar VasavaGujarat FirstGujarati Top NewsMLA Chaitar VasavaNarmada Dediapada MLATop Gujarati News