Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara: નઘરોળ, નિર્લજ્જ અને નપાણિયા તંત્રની વધુ એક લાલિયાવાડી! વહીવટી તંત્રની ઘોર બેદરકારી

પૂરના સમયે લોકો ભૂખ્યા-તરસ્યા રહ્યાને ફૂડ પેકેટ પડ્યા રહ્યાં પૂરગ્રસ્તને પહોંચાડવાના ફૂડ પેકેડ વિતરણ વિના જ પડ્યા રહ્યાં પૂરગ્રસ્તોની મદદ કરવાના સરકારના આદેશને ઘોળીને પી ગયુ તંત્ર Vadodara: ગુજરાતની સ્થિતિ ભારે વરસાદની કારણે બગડેલી જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં...
05:53 PM Sep 04, 2024 IST | VIMAL PRAJAPATI
vadodara administration
  1. પૂરના સમયે લોકો ભૂખ્યા-તરસ્યા રહ્યાને ફૂડ પેકેટ પડ્યા રહ્યાં
  2. પૂરગ્રસ્તને પહોંચાડવાના ફૂડ પેકેડ વિતરણ વિના જ પડ્યા રહ્યાં
  3. પૂરગ્રસ્તોની મદદ કરવાના સરકારના આદેશને ઘોળીને પી ગયુ તંત્ર

Vadodara: ગુજરાતની સ્થિતિ ભારે વરસાદની કારણે બગડેલી જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારે વરસાદના કારણે વડોદરા શહેર આખું પાણીમાં ગરકાવ હોવાની તસ્વીરો સામે આવી હતી. આ દરમિયાન સત્તા પક્ષના અને વિપક્ષના બંન્ને નેતાઓને વડોદરા (Vadodara) વાસીઓ ખરીખોટી સંભળાવી હતી. આ દરમિયાન શહેરના પાણીમાં ફસાયેલા લોકો માટે જે ફૂડ પેકેટ વહેચવાના હતા પરંતુ તેમાં લાલિયાવાડી સામે આવી છે.

આ પણ વાંચો: Gujarat: ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થઈ, હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આપી આગાહી

સૂકા ચેવડા, પાણીની બોટલનો સર્કિટ હાઉસમાં સંગ્રહ કર્યો પરંતુ...

વધારે વિગતે વાત કરવામાં આવે તો પૂરના સમયે લોકો ભૂખ્યા-તરસ્યા રહ્યાને ફૂડ પેકેટ પડ્યા રહ્યાં હોવાની તસ્વીરો સામે આવી છે. નોંધનીય છે કે, પૂરગ્રસ્તને પહોંચાડવાના ફૂડ પેકેડ વિતરણ વિના જ પડ્યા રહ્યાં છે, આખરે આટલી બેદરકારી શા માટે? શું તંત્રને લોકોની કે તેમના જીવની કોઈ જ પરવા નથી? કે પછી અધિકારીઓ માત્ર સરકારી પગાર લેવા માટે ઓફિસોમાં ખુરશીઓ તોડે છે? શા માટે પૂરગ્રસ્તોની મદદ કરવાના સરકારના આદેશને ઘોળીને પી ગયુ તંત્ર?

આ પણ વાંચો: VADODARA : શિક્ષકોએ મેળવેલ પુરસ્કારની ધનરાશી બાળકોના પાઠ્યપુસ્તકો માટે વાપરશે

શું કરી રહ્યા હતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા?

સામે આવેલી તસ્વીરો પ્રમાણે વાત કરવામાં આવે તો, સૂકા ચેવડા, પાણીની બોટલનો સર્કિટ હાઉસમાં સંગ્રહ કરી રાખ્યો પરંતુ લોકો સુધી પહોંચાડવાનો કોઈ પાસે સમય ના રહ્યો! શહેરમાં પાણી ભરાતા લોકો પાણી અને ભોજન વિના રહ્યા અને અહીં ફૂડ પેકેટ સર્કિટ હાઉસમાં સેવા આપતા રહ્યા! નોંધનીય છે કે, વડોદરા (Vadodara) તંત્રના અણઘડ વહીવટ સામે ઉઠ્યા અનેક સવાલ થઈ રહ્યાં છે. આખરે આ દરમિયાન શું કરી રહ્યા હતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા? શું અધિકારીઓની આ ફરજ નથી આવતી કે આવા સમયે લોકોને પૂરતી મદદ પહોંચાડવામાં આવે?

આ પણ વાંચો: Rajkot : સ્કૂલેથી સાઇકલ પર ઘરે જઈ રહેલા 12 વર્ષીય માસૂમ બાળક માટે કાળ બની ટ્રક

Tags :
Food PacketGujarati NewsLatest Gujarati NewsVadodaravadodara administrationvadodara Food PacketVadodara NewsVimal Prajapati
Next Article