Nadiad News: પ્રજાના કામમાં પારદર્શકતાનો ફિયાસ્કો, નડિયાદની કલેક્ટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા અરજદારને ધરમનાં ધક્કા
- નડિયાદ કલેક્ટર કચેરીમાં હોબાળો
- અધિકારી દ્વારા ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ
- 25 દિવસથી ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ
ગત રોજ ભાજપનાં જ મંત્રીઓ દ્વારા વિધાનસભા ગૃહમાં અધિકારીઓ દ્વારા પ્રોટોકોલ જાળવતા ન હોવા મુદ્દે બળાપો કાઢ્યો હતો. જે બાદ આજે નડિયાદ કલેક્ટર કચેરીમાં મહિલાને જન્મનાં દાખલા માટે ધક્કા ખવડાવવામાં આવતા હોઈ આખરે કંટાળી મહિલાએ કલેક્ટર કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. મહિલાએ હોબાળો કરતા મહિલા પોલીસ દ્વારા તાત્કાલીક તેમને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એક જન્મનાં દાખલા માટે 25 દિવસથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, તે 20 કિલોમીટર દૂર લાંભવેલથી આવે છે. અધિકારી દ્વારા દરરોજ અલગ અલગ બહાના બતાવી મહિલાને વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. નડિયાદ કલેક્ટર કચેરી (Nadiad Collector office) માં પ્રજાના કામમાં પારદર્શકતાની મોટી વાતો કરતો પરપોટો ફૂટી જવા પામ્યો હતો.
આ પણ વાંચોઃ Health Workers Strike : આરોગ્યકર્મીઓની હડતાલ અંગે સરકારનું મોટું એક્શન!
જન્મનાં દાખલાનાં પ્રમાણપત્ર માટે ધક્કા ખાઈ રહી છુંઃ (શીતલ મિસ્ત્રી, અરજદાર)
આ સમગ્ર મામલે અરજદાર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, નગરપાલિકા ખાતે જતા ત્યાંથી એવું કહેવામાં આવ્યું હતું કે રજીસ્ટ્રર ફાટી ગયેલ છે. જેથી રેકોર્ડ નથી. જે બાદ તેઓ દ્વારા સેવા સદનમાં જવા જણાવ્યું હતું. જે બાદ સેવા સદન (Nadiad Collector office) માં ગઈ હતી જ્યાં માંગેલ તમામ ડોક્યુમેન્ટ આપ્યા બાદ મને એવું કહેવામાં આવ્યું કે હજુ તમે નગરપાલિકામાં જાઓ. હું પાછી નગરપાલિકા કેવી રીતે જાઉ. આજે મને 46 વર્ષ થયા ત્યારે આટલો જૂનો દાખલો સર્ટીફીકેટ પર જ મળે. જન્મનાં દાખલાનાં પ્રમાણપત્ર માટે હું છેલ્લા 25 દિવસથી ધક્કા ખાઈ રહી છું.
આ પણ વાંચોઃ Gujarat: UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવાઇ
સાક્ષીનું આધારકાર્ડ લઈને આવવા જણાવ્યુંઃ(ભૂમિકાબેન, રેવન્યુ તલાટી)
આ મામલે રેવન્યુ અધિકારી ભૂમિકાબેને જણાવ્યું હતું કે, અરજદાર દ્વારા લઈને આવવામાં આવેલ સાક્ષી નડિયાદ સીટીનાં હોવાનું જણાવતા મે લઈ લીધું હતું. જે બાદ મે સાક્ષીનાં કાગળીયા ચેક કરતા નડીયાદ સીટી ન હતું. જે બાદ મે સાક્ષીનું આધારકાર્ડ લઈને આવવા જણાવ્યું હતું. જે બાદ તેમને નોટીસ આપી દઉ. તેમજ સાક્ષીનું નડિયાદ સીટીનું આધારકાર્ડ લઈ આવો એટલે કામ પુરૂ થઈ જાય.
આ પણ વાંચોઃ VADODARA : બુટલેગરના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝરવાળી થઇ