Morbi : SMC ની રેડ બાદ PSI અને ઈન્ચાર્જ ASI સસ્પેન્ડ, પોલીસ બેડામાં હડકંપ!
- Morbi માં SMC ની રેડ બાદ 2 પોલીસ અધિકારી સસ્પેન્ડ
- સનાળા ગામે દારૂના અડ્ડા પર SMC એ દરોડા પાડ્યા હતા
- 1000 જેટલી દારૂની પેટીઓ સાથે ટ્રેલર ઝડપ્યું હતું
- PSI એ.વી. પાતળીયા, ઈન્ચાર્જ ASI પી.બી. ઝાલા સામે કાર્યવાહી
મોરબીમાં (Morbi) SMC ની ટીમની રેડ બાદ બે પોલીસ અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર, પીએસઆઈ સહિત 2 પોલીસકર્મીઓને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઈકાલે સનાળા ગામે SMC ની ટીમે રેડ પાડી હતી. એક કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયા મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
આ પણ વાંચો - BZ Group Scam : કૌભાંડીને આશરો આપનારને જેલ મુક્તિ, જાણો ભૂપેન્દ્રસિંહ ઝાલાની અરજીનું શું થયું ?
Morbi માં SMC ની રેડ બાદ 2 પોલીસ અધિકારી સસ્પેન્ડ
મોરબીમાંથી (Morbi) મોટા સમાચાર આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની રેડ બાદ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PSI એ.વી. પાતળીયા અને ઈન્ચાર્જ ASI પી.બી. ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા આવ્યા છે. માહિતી અનુસાર, બાતમીનાં આધારે SMC દ્વારા ગઈકાલે સનાળા ગામે આવેલા દારૂનાં અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન, ગોડાઉનમાંથી દારૂનું કટિંગ થતું હતું.
આ પણ વાંચો - Sthanik Swaraj Election : વિવિધ જિલ્લાઓમાં BJP ની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, વાંચો વિગત
1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
આ કાર્યવાહીમાં SMC ની ટીમે 1000 જેટલી દારૂની પેટીઓ સાથે ટ્રેલર ઝડપ્યું હતું. સાથે જ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. SMC ની આ કાર્યવાહી બાદ જવાબદાર સ્થાનિક PSI એ.વી.પાતળીયા અને ઈન્ચાર્જ ASI પી.બી.ઝાલા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી છે. નોંધનીય છે કે, મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ સ્થળે SMC ની ટીમો દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Amreli Letterkand : ત્રણેય આરોપી જેલ મુક્ત, બહાર આવીને સૌથી પહેલા કહી આ વાત!