Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi: મંત્રી પ્રફુલ પાનસેરિયએ અસરગ્રસ્ત વિસ્તારોની કરી મુલાકાત

પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયએ મીડિયાને માહિતી આપી માહિતી 17 લોકો પૈકી ૮ લોકોને બચાવી લેવાયા હતા અને 9 લોકો ગુમ રાજ્ય સરકાર દ્વારા તમામ મૃતકોને ચાર ચાર લાખની સહાય Morbi: મોરબી (Morbi)જિલ્લાને પણ મેઘરાજા(Maharaja)એ ઘમરોળ્યુ છે અને અનેક વિસ્તારમાં...
morbi  મંત્રી પ્રફુલ પાનસેરિયએ અસરગ્રસ્ત વિસ્તારોની કરી મુલાકાત
Advertisement
  • પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયએ મીડિયાને માહિતી આપી માહિતી
  • 17 લોકો પૈકી ૮ લોકોને બચાવી લેવાયા હતા અને 9 લોકો ગુમ
  • રાજ્ય સરકાર દ્વારા તમામ મૃતકોને ચાર ચાર લાખની સહાય

Morbi: મોરબી (Morbi)જિલ્લાને પણ મેઘરાજા(Maharaja)એ ઘમરોળ્યુ છે અને અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. હાલમાં વરસાદ અટક્યો છે પણ સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ત્યારે રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ માળીયાના હરિપર ગામની મુલાકાત કરી છે.

પ્રફુલ પાનસેરિયા ટ્રેકટર પર બેસીને ધારાસભ્ય સાથે હરિપર ગામની મુલાકાત કરી

મંત્રી પ્રફુલ પાનસેરિયા ટ્રેકટર પર બેસીને ધારાસભ્ય સાથે હરિપર ગામની મુલાકાત કરી છે. તમને જણાવી દઈએ કે હરિપર ગામમાં બે દિવસથી મચ્છુના પાણી ઘુસી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ત્યારે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગામની મુલાકાત લઈને નુકસાનીની સમીક્ષા કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Gondal :મોટી ખીલોરી ગામે કોલપરી નદીમાં ઇક્કો કાર તણાઈ, બે નામોત

મૃતકોના પરિવારને CM રાહત ફંડમાંથી 4 લાખની સહાય

મોરબીના હળવદના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને CM રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે, આ જાહેરાત મોરબીના પ્રભારી અને મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કરી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ઢવાણા ગામમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા 17 જેટલા લોકો વરસાદી પાણીમાં તણાઈ ગયા હતા, જેમાં 9 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો -Ahmedabad :ધમકી આપવાના ગુનામાં ગાયક વિજય સુવાળાની ધરપકડ

જિલ્લામાં 3.14 લાખ હેક્ટરના પાક ઉપર જોખમ

મોરબી જિલ્લામાં ખેતીના પાક પર પણ મોટુ જોખમ જોવા મળી રહ્યું છે. જિલ્લાની 3.14 લાખ હેકટર જમીનના પાક ઉપર જોખમ દેખાઈ રહ્યું છે. કારણ કે સમગ્ર જિલ્લામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે અને પીપળીયાથી માળીયા તરફના ખેતરોમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવરજવર કરવામાં પણ પરેશાની થઈ રહી છે અને લોકો હવે વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Tags :
Advertisement

.

×