Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi: ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ગરબે રમે છે યુવતીઓ, નવરાત્રિની અનોખી રીતે ઉજવણી

શક્તિ ચોક ગરબી મંડળ છેલ્લા 41 વર્ષથી કરે છે આયોજન મશાલ અંગારા રાસ હાલમાં સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર ધગધગતા અંગારાને પર ગરબે રમે છે મોરબીની આ યુવતીઓ Morbi: નવરાત્રી ને લઈને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિવિધ અને અનોખા આયોજનો...
morbi  ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ગરબે રમે છે યુવતીઓ  નવરાત્રિની અનોખી રીતે ઉજવણી
  1. શક્તિ ચોક ગરબી મંડળ છેલ્લા 41 વર્ષથી કરે છે આયોજન
  2. મશાલ અંગારા રાસ હાલમાં સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર
  3. ધગધગતા અંગારાને પર ગરબે રમે છે મોરબીની આ યુવતીઓ

Morbi: નવરાત્રી ને લઈને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિવિધ અને અનોખા આયોજનો થતા હોય છે, ત્યારે મોરબી (Morbi)માં ગેસ્ટ હાઉસ રોડ પર શક્તિ ચોક ગરબી મંડળ છેલ્લા 41 વર્ષથી ગરબીનું આયોજન કરે છે.જેમાં 85 જેટલી બાળાઓ ભાગ લીધો છે અને આ ગરબીમાં બાળાઓ દ્વારા સાહસ પૂર્ણ અને શક્તિના દર્શન રૂપે કરવામાં આવતો મશાલ અંગારા રાસ હાલમાં સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.

Advertisement

આ પણ વાંચો: Jamnagar: 45 મિનિટ સુધી આગના સાથીયામાં યુવકોએ ગરબાની રમઝટ બોલાવી, જુઓ આ તસવીરો

Advertisement

ગરબીના પટમાં અંગારા પર ખુલ્લા પગે ગરબે રમાય છે

આ રાસમાં બાળાઓ મશાલ સાથે ગરબાના તાલે રમે છે તેમજ આ રાસ રમતી વેળાએ ફરતી બાજુ અગન જ્વાળાનું કુંડાળું કરવામાં આવે છે અને ત્યાર બાદ બાળાઓના હાથમાં રહેલ મશાલ માંથી ધગધગતા અંગારાને ગરબીના પટમાં પાથરીને આ અંગારા પર ખુલ્લા પગે ગરબે ઘૂમે છે. તેમજ આ રાસની પ્રેક્ટિસથી લઈને આજ સુધી ચમત્કારિક રીતે એક પણ બાળાને કોઈ નુકસાન થયું નથી.

આ પણ વાંચો: Gondal: પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારની સાથે આધુનિકતાનો સમન્વય, જુઓ આ અદભુત તસવીરો

Advertisement

આ ગરબાએ શહેરમાં લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું

આ ગરબી મંડળમાં ફાયર રાસ, તલવાર રાસ, ધૂણીયો રાસ સહિત વિવિધ પ્રકારના વિવિધ 42 જેટલા રાસ ની યોજવામાં આવે છે. તેમજ દરેક બાળાઓને નવરાત્રી ના છેલ્લા દિવસે સોના ચાંદીના ઘરેણાં સહિતની વસ્તુઓનો લ્હાણી પણ કરવામાં આવે છે. આ ગરબી મંડળના રાસ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને હાલમાં આ ગરબી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

આ પણ વાંચો: Navratri 2024: સ્વામિનારાયણના સ્વામીના બફાટનો ચોતરફ વિરોધ, અનેક લોકો આ નિવેદનને વખોડ્યું

Tags :
Advertisement

.