Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi: મંજૂરી વિના ગણેશ વિસર્જન કરતા ગુનો નોંધાયો, આયોજકો અને કાર્યકર્તાઓમાં રોષ

મંજૂરી વિના જ મચ્છુ-3 ડેમમાં વિસર્જન કરાતા કાયદેસરની કાર્યવાહી કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ નોંધાયો ગુનો સિદ્ધિવિનાયક કા રાજાના આયોજક અરવિંદ બારૈયા વિરુદ્ધ ગુનો મયુરનગરી કા રાજાના આયોજક વિશ્વાસ ભોરણીયા વિરૂદ્ધ ગુનો Morbi: ગણપતિ વિસર્જન માટે છેલ્લો દિવસ હતો. આ...
morbi  મંજૂરી વિના ગણેશ વિસર્જન કરતા ગુનો નોંધાયો  આયોજકો અને કાર્યકર્તાઓમાં રોષ
  1. મંજૂરી વિના જ મચ્છુ-3 ડેમમાં વિસર્જન કરાતા કાયદેસરની કાર્યવાહી
  2. કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ નોંધાયો ગુનો
  3. સિદ્ધિવિનાયક કા રાજાના આયોજક અરવિંદ બારૈયા વિરુદ્ધ ગુનો
  4. મયુરનગરી કા રાજાના આયોજક વિશ્વાસ ભોરણીયા વિરૂદ્ધ ગુનો

Morbi: ગણપતિ વિસર્જન માટે છેલ્લો દિવસ હતો. આ દરમિયાન અનેક જગ્યાએ ગણપતિ વિસર્જનો થયા હતાં. કેટલીક જગ્યાએ અઘટિત ઘટનાઓ પણ બની હતી. મહત્વની વાત કરવામાં આવે તો, ગણપતિ વિસર્જન માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યો હતાં. જેથી મોરબીમાં મંજૂરી વિના ગણેશ વિસર્જન કરતા ગુનો નોંધાયો છે. મોરબીના ‘સિદ્ધિવિનાયક કા રાજા’ ના આયોજક અરવિંદ બારૈયા અને ‘મયુરનગરી કા રાજા’ ના આયોજક વિશ્વાસ ભ્યોરણીયા વિરૂદ્ધ ગુનો નોંધાયો હોવાનો સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Botad: તરશીગડા ડુંગર એટલે ગઢડામાં આવેલું એક અદભૂત પ્રવાસન સ્થળ, જુઓ આ તસવીરો

Advertisement

ગઈકાલે મંજુરી વિના મચ્છુ 03 ડેમમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

નોંધનીય છે કે, કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી મોરબી તાલુકા પોલીસમથકે તે મામલે ગુનો નોંધાયો છે. ગઈકાલે મંજુરી વિના મચ્છુ 03 ડેમમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. તંત્રની મૌખિક મંજૂરી વિના પોલીસની હાજરીમાં વિસર્જન કરાયું હતું. આજે બંને આયોજકો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. નોંધનીય છે કે, મોરબી ડીવાયએસપી પી એ ઝાલા વિરૂદ્ધ આયોજકોએ આક્ષેપ કર્યા હતા. જેથી પોલીસે અત્યારે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Halvad: પ્રતાપગઢ ગામના નજીક ST બસને નડ્યો અકસ્માત, 12થી વધુ મુસાફરો ઘાયલ

Advertisement

ગુનો નોંધાતા આયોજકો અને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો

મહત્વની વાત એ છે કે, Morbi ધારાસભ્ય કાંતિ અમૃતિયાની મધ્યસ્થી બાદ વિસર્જન કરાયું હતું. છતાં પણ ગુનો નોંધાતા આયોજકો અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ગણેશ વિસર્જનને લઈને એવી વિગતો સામે આવી છે કે, ગઈકાલે મંજુરી વિના મચ્છુ 03 ડેમમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. જેથી પોલીસે અત્યારે આયોજકો સામે કાયદેસરની કાર્યવાહીના ભાગ રૂપે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો: ભયંકર વાવાઝોડું Cyclone Yagi 3800 કિમીની મુસાફરી કરી ભારતમાં....

Tags :
Advertisement

.